________________
ઢાળ - ત્રીજી (વિનતિ અવધારે રે, પુરમાંહિ પધારે રે. - એ દેશી) હવે અમરકુમારે રે, બહુલે પરિવારે રે, પરદેશે સુધારે રે, સાથે સુંદરી રે; મુહૂરત ઉદારે રે, સહુને સુખકાર રે, વિજ્યાખ્ય મનોહાર, વિજય જગમાં કરું રે. ૧ ચંદ્ર સુવિશેષે રે, નાડી સર પેસે રે, તવ ચાલે પરદેશે, તો નર, લખમી લહે રે; ઈમ શાસ્ત્ર પ્રકાશે રે, વિવેક વિલાસે રે, તે પહિલે ઉલ્લાસે રે, ઇણિપરે કહે રે. ૨ હવે કુમાર ચાલે રે, શુભ શકુન નિહાલે રે, સજજનને પરિવારે રે, પંથે ચાલતા રે; જલધિતટ આવે રે, સાજન મિલાવે રે, નરનારી સુહાવે રે, પ્રવહણમાં સહી રે. ૩ સુંદરી ગુણપેટી રે, રતિસુંદરી બેટી રે, હિયડા ભર ભેટી રે, માતા-પિતા મલ્યાં રે, માતા-પિતા પનોતારે, સુત સન્મુખ જોતા રે; નયનાશ્રુકૃત રોતાં રે ગેહ ભણી વળ્યાં રે. ૪ પ્રવહ પરયાણ રે, ધ્રુ -અધિપતિ જાણ રે, ભરે દોરે નિસાણ રે, નિજ મતિ કેળવી રે; માલિમ પુસ્તક વાણી રે, સુખા સુખાણી રે, સાચવણ કરે રાણીરે, નિજ મતિ ભેળવી રે. ૫ બેઠાં ચિહું કોર રે, કરે સજજ સઢ દોર રે, બહુલા કરે જોર, મસાગત ખારુઆ રે; ધજવટ બહુ તો રે, માંહિ બહુ વાજિંત્ર રે, શિર ચામર છટા કરે, પ્રવહણ ચલે રે. ૬
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૫૬