________________
(દોહરા) રતિસુંદરી રાણી કહે, સુરસુંદરીને પતિવ્રતા વ્રત પાલજો, ધર્મશું. ધરજો સંકટ કષ્ટ પડે જિહાં, તિહાં કરજો શુભ ધ્યાન, ગુરુ દરશિત મહિમાનીલો, પરમેષ્ઠી એકતાન. ૨ કંથ પહેલી જાગજો, માગજો વિનય કરત; ઇમ અમ કુલ અવાલજો, પાળજો શીલ મહંત. ૩ ઇમ શિક્ષા દીધી ઘણી, નિજ માતાએ ત્યાંહિ; નૃપ રાણી જામાતને, શીખ દીએ ઉચ્છાંહિ. ૪ તુમ હાથે થાપણ ઠવી, વાલ્હી જીવિત એહ; અમ પુત્રી પરદેશમાં, નવિ દેશો તસ છે હ. પ હવે કુમર જાવા ભણી, કરે સજાઇ સાર; પ્રવહણ સરવે સજ કર્યા, વાણોત્તર પરિવાર. ૬
એમ; પ્રેમ.
૧
ભાવાર્થ:
અમરકુમાર સુરસુંદરીને હિતશિક્ષા આપી. આશીર્વાદ પણ આપ્યા. હવે રાણી રતિસુંદ૨ી પોતાની દીકરી સુરસુંદરીને શિખામણ આપતાં કહે છે કે ‘હે સુંદરી, પરદેશમાં પતિ સાથે જાય છે તો સર્વ સમયે સાવધાન રહેજો. પતિવ્રતાવ્રતને પાળજો. ગળથુથીમાં મળેલા ધર્મના સંસ્કારોનું પ્રેમપૂર્વક પાલન કરજો. હૈયામાં ધર્મને ધા૨ણ કરજો. પરદેશમાં સંકટો આવવાના છે, તો સંકટ આવતાં કષ્ટ પણ ઘણું જ પડવાનું. તે વેળાએ શુભ ધ્યાનપૂર્વક પંચપરમેષ્ઠિરુપ નવકાર મહામંત્રનું ધ્યાન વિશેષ પ્રકારે ધરજો. પરમ ઉપકારી ગુરુ ભગવંતે બતાવેલ ધર્મને તથા મહિમાવંત મહામંત્રને પળવાર પણ ભૂલતા નહિ. વળી સવારે પતિ પહેલા ઉઠજો. સ્વામીનો વિનય કરજો. આ રીતે અમારા કુળની આબરુને વધારજો, કુળને અજવાળજો, શીલ સદાચારને પાળજો. આ પ્રમાણે દીકરીને હિતશિક્ષા દીધા બાદ રાજા અને રાણી જમાઇને પણ શિક્ષારુપ બે શબ્દ શિખામણ કહે છે, હે કુમાર! પરદેશ દોય સંચરો છો.. સર્વ સમયે સાવધાન રહેજો. તમારા હાથમાં, મારી આ દીકરી રુપી જે ગણો તે થાપણ, અમારા કાળજાની કોર તમને દીધી છે. તેને રુડી રીતે જાળવજો. અમને એ ઘણી જ વહાલી છે. એ જ અમારું જીવિત છે. પરદેશે નવનવી સ્રીઓને પરણો તો અમારી દીકરીને ભૂલતા નહીં. છેહ કયારે ય ન દેતા. આ રીતે વડીલોએ અમરકુમારને શિખામણ દીધી.
ત્યારબાદ કુમાર પરદેશ જવાની શેષ રહેલી તૈયારી કરવા લાગ્યો. પિતાને તૈયાર કરેલા ૧૨ વહાણોને સંભારી લીધા, જોઇ લીધા. વાણોત્તર એટલે મહેતાજી આદિ બીજા પણ વેપારઅર્થે કામ કરનાર પરિવારને પણ સજજ થવાનો આદેશ અપાઇ ગયો.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
૫૫