________________
(દોહરો)
સુંદરીને દેખી ક૨ી, હરખ્યો અમરકુમાર; સુરસુંદરીએ સહુ કહ્યો, પૂર્વ-તણો અધિકાર. ૧ સુંદરી કહે પ્રીતમ સુણો, આ પરમેષ્ઠી કાજ; તુમ વચને મેં એ ગ્રહ્યું, સાત કોડીએ રાજ. કુંવર કહે જગ તું સતી, તુઝ બહુ પુન્ય પસાય;
દુઃખ દીધું સુખ થયું, તે તુઝ પુન્ય પસાય. ૩ વન-રણ-શત્રુ- જલાગ્નિમાં, એકાકી ગિરિશૃંગ; હરિ કરી સાગર કેસરી, પુણ્યે તસ ભય ભંગ. ૪ પુણ્યે ઉત્તમ સંગતિ, પુણ્યે દુર્જન નાસ; પુણ્ય વિહુણા પરભવે, કિંપિ ન પામે ઘાસ. ૫ પુણ્ય-રતિ જિહાં પાંસરી, તિહાં દુઃખ તે સુખ થાય; પુણ્ય-રતિ જસ પાતળી, તસ સુખ તે દુઃખ-દાય. ૬
છંદ
રતિ તિહાં સિદ્ધ, રતિ તિહાં બુદ્ધ, રતિ તિહાં ભોગ સંયોગ રતિકો, અંક ભવિક ન લેખ લખ્યો હરિ, પરાક્રમ તો હનુમાન જતિકો; માંગ ગયો મહી બ્રહ્મ મહીતુલ, રાજય ગયો સબ લંકપતિકો, બ્રહ્મ ભણે સુણ સાહ અકબર, એક રતિ વિણ એક-રતિકો. ૧ (પૂર્વના દોહરા ચાલુ)
કહે સુંદરી મેં બહુ કર્યો, જે તુમચો અપરાધ; ઉત્તમ વિ. સંભારશો, રીત એ સજ્જન સાધ. ૭ ચંદન ઓરસિયે ઘસ્યો, પરિમલ પ્રગટ કરત; ઇક્ષુદંડ વળી પીલતાં, અમૃત રસ આપંત. ८ અષ્ટાપદ અનલે ધર્યું, અધિકિ ઓપે કંત; તિમ ઉત્તમ અતિ દુહાવ્યો, નિજ ગુણ નવિ મૂકંત. ૯ મુઝ વીતક વીત્યું જિકે, તે જાણે જગદીશ; વાંક તુમારો નહિ ઇહાં, કર્મ- ગતિ શી રીશ. ૧૦ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
૨
(૨૭૫)