________________
આ કથા કહી. ત્યારપછી મિત્ર બાલપણાથી તમારું મન ભાંગી પડયું છે. તો હવે તમારી પત્ની મળે તા પણ તમારું ચિત્ત જરાયે વિચલિત થાય તેમ લાગતું નથી. અર્થાત્ હૈયાનો ડંખ દૂર થાય તેમ નથી. નારી ઉપર સાચી પ્ર.ત ઉપજે તેવું લાગતું નથી.
અમરે કહ્યું:- હે સાહેબ! સાંભળો. તમે વાત કરી તે યોગ્ય નથી. તમને ભલે એમ લાગે, તમારી વાત તમને સાચી લાગે. પણ હવે એવું મારા મનમાં નથી. મારું મન તો તેને મળવા અને મેળવવા ઘણું તડપી રહયું છે. હું તેના વિના ટળવળી રહયો છું. વધારે તો શું તમને કહું?
વિમલયશે કહ્યું- હે મિત્ર! હે વેપારી! તમારી પત્ની તમને હમણાં મળી જાય તો તમને કેટલો આનંદ થાય! અમર બોલ્યોઃ- સ્વામી! બધું અશકય છે.
વિમલયશઃ- શેઠ! તમે સૈા વેપારી એટલે તમારે નિયમ હોય કે કયારેય સત્ય ન બોલવું. કેમ બરાબરને! એમ કહીને વિમલયશ મરક મરક હસવા લાગ્યો.
અમરઃ- હે સાહિબ! આપ મારી સ્ત્રી માટે વારેવાર પૃચ્છા શા માટે કરો છો? દાઝેલાને ડામ ન દો. મારી પત્ની મને
મળે તો મને કેટલો આનંદ થાય તે તો મારો ઇશ્વર જાણે! બાકી તમને વધારે શું કહું?
વિમલયશઃ- હે મિત્ર! તમારી સુરસુંદરી તમને મેળવી આપું તો!
અમર કહેઃ- શેઠ! બળતા હૃદયનો પરિહાસ શા માટે કરો છો?
વિમલ :- હું પરિહાસ કરતો નથી. તમારી પત્નીને હાજર કરું તો મને શું ઇનામ આપશો?
અમર :- મિત્ર બનીને આ દુઃખિયારે મિત્રને શા માટે વધુ દુ:ખી કરો છો!
વિમલ :- રે મિત્ર! આપની કહાની સાંભળી ને હવે સહાય કરવાને બદલે તમને હું દુઃખી કરું! ના! શેઠ! ના! મારી એવી વૃત્તિ નથી. હું તમારી પત્નીને લઇ આવું છું. અમરની સામેથી વિમલયશ ઉઠયો.
અમર :- રે મિત્ર તમે આ શું કરો છો! આ બધી સ્વપ્નની માયા નથીને?
વિમલ કહે :- ના! ના! અમર- મને અહીંથી જલ્દી જવા દો. હું તેને મારું મોં બતાવવા લાયક નથી. વિમલઃ- ત્યારે શું તમારો પ્રેમ આટલો નિર્બળ છે? આટલું કહી વિમલયશ પોતાના શયનખંડમાં ચાલ્યો ગયો. અર્ તો બહાર દિવાનખાનામાં બેઠો છે. વિમલે રુપપરાવર્તિની વિદ્યાને સંભારી. રુપ ફેરવાઇ ગયું. પુરુષપણાને પરિહરીને સ્ત્રી સ્વરુપે આવી ગઇ. વિમલના રુપમાં જે સાહસ કઠોરતાં અને મર્દાનગીના ભાવ હતા. તે દૂર થયા. તેના બદલે ત્રિભુવનને વશ કરે તેવું લાવણ્ય ઉભરાયું. નયનો લજજાશીલ બન્યા. શરમના શેરડા મુખ ઉપર રમવા લાગ્યા. સ્વામી સામે જવું છે. સોળ શણગાર સજી લીધા. અરીસા સામે આવી ઊભી. રતજટી અને તેની પત્નીઓ યાદ આવી. તેણે પેલાં ઘરેણાં પહેર્યા. સાંદર્ય સો ગણું વધી ગયું. પોતાના પતિ પાસે જવા પગ ઉપાડયા. પણ પગ ભારે થઇ ગયા હતા. છતાં પણ ઉપાડયા. ઉતાવળી ઉતાવળી અમરની સામે ઊભી રહી. અમરકુમાર જોતાં જ આભો બની ગયો. હું કયાં છું? વિચારતો થઇ ગયો. આ શું સત્ય છે? હૈયાનો વેગ વધી પડયો. એક શબ્દ ન બોલી શકયો. સુરસુંદરી સ્થિર ભાવે ભી છે. એના નયનો રડવા માટે ઉતાવળા બન્યા છે. જયારે અમરના નયનોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા છે.
આ પ્રમાણે આ મહાસતી સુરસુંદરીના રાસની ચોથા ખંડની અગિયારમી ઢાળ પૂર્ણ કરતાં, અમર અને સતીનો અંતરાય તૂટતાં જ દંપત્તિનું મિલન થયું તે સહુને ગમ્યું.
ચતુર્થ ખંડે અગિયારમી ઢાળ સમાપ્ત
(૨૭૪)
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)