SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ઇમ અન્યો- અન્ય મળી, મિચ્છામિ દુકકઈ દીધ, ડેસ તજી મૃદુતા ભજી, અર્થ સહિત પરસિદ્ધ. ૧૧ ૧-ગ્રાસ ભોજન, ૨-સોનું પતિ-મીલન ભાવાર્થ વિમલયશ મટીને સુરસુંદરી બનતાં વાર ન લાગી. સુરસુંદરી સ્વામી સામે સ્થિર ભાવે ઊભી છે. બંને વચ્ચે મૌન છવાયું છે. અમરને બોલવાની બિલકુલ હિંમત રહી નથી. કારણ કે પૂરેપૂરો ગુનેગાર હતો. તો પણ મન ક્યાં સુધી? આખરે સુરસુંદરીએ મનનો ભંગ કર્યો. મૃદુ અને મધુર સ્વરે બોલી, આર્ય પુત્ર'! મારી સાધના બાર વર્ષે પૂરી થઇ છે. અમરને બોલવાનું સાહસ મળ્યું. દેવી! તારા પવિત્ર ચરણોમાં નમસ્કાર સિવાય હું બીજું કશું કરી શકું તેમ નથી. આટલું બોલતાં હૈયું ભરાઈ ગયું. અને પત્નીના ચરણોમાં ઢળી પડવા ગયો. પણ સતીએ વચમાં જ અટકાવી દીધો. સતી કયારેય પતિને પગમાં પડવા ન દે. નમતાં પતિને અટકાવી દીધો. બંને એકબીજાની હૈયાની હુંફમાં સમાઈ ગયાં. બંનેની આંખમાંથી આંસુનો ધોધ વહેતો હતો. હૃદયમાં અગમ્ય ધબકારા હતાં. સુરસુંદરી કહે- નાથ! હૃદયમાં કશું દુઃખ રાખશો નહિં. વિમલયશના વેશમાં હું પોતે જ હતી. મને ક્ષમા આપશો. મેં તમને ઘણાં હેરાન કર્યા? અમર- ના!દેવી! તને ક્ષમા? ના! શેની! તે તો આર્યકુળની સતીઓનો ઇતિહાસ ઉજજવળ બનાવ્યો છે. દિવાનખાનામાં બેઠા બંને વાતો કરી રહ્યા છે. અમરે પૂછયું- સુર! તું તું- ત્યાં યક્ષદ્વીપે? ત્યાંથી અહિયાં કેવી રીતે આવી? સુરસુંદરીએ યક્ષદ્વીપ થી માંડીને અહીં સુધી જે બન્યું હતું જીવનમાં તે સવિસ્તાર કહી સંભળાવ્યું. અમરને પારાવાર પસ્તાવો થયો છે. વળી સતી કહે છે, સ્વામી ! મારી વાત સાંભળો. આપણું પ્રેમ-મંદિર આજ પુનઃ પ્રતિષ્ઠિત થયું છે. બાર બાર વર્ષે આ મંદિરમાં ભેગા થયા ને પાપ પડલ ખસી ગયા છે. પુણ્યનો ઉદય થતાં વળી આપણે મળ્યાં. હવે આપણે એ પ્રમ-મંદિરમાં રહીને જીવનપર્યંત શ્રી નવકારમંત્રની આરાધના સહ વિશુદ્ધ જીવન ગાળીશું. ભૂતકાળ તદ્દન ભૂલી જવાનો. સ્વામીનાથ! બાલ્યકાળના બોલાયેલા શબ્દોની ગાંઠ બાંધી, મને છોડી દીધી, હવે તો નહિ છોડી દ્યોને! નાથ! ‘સાત કોડીએ રાજ મેળવજે' તમારા વચને રાજ મેળવ્યું. સાત કોડીના રાજ સાથે મારા શીયળવ્રતને આંચ નથી આવી, અને રાજકુમારી સાથે લગ્ન થયા છે. અમરકુમાર કહે દેવી! મારી ભૂલને ક્ષમા આપો. મેં તને દુઃખ આપવામાં બાકી રાખ્યું નથી. “સાત જોડીએ રાજ મેળવી.” તે મારા વચનને ચરિતાર્થ કરી બતાવ્યું. દેવી! તને ધન્ય છે. તારા જીવનમાં તારા પૂર્વના પુણ્ય વડે અને નવકાર મંત્રના જાપ વડે તારું સઘળું દુઃખ- સુખમાં પરિણમ્યું. તારા માથે દુઃખનો પાર નહીં રહ્યો હોય. સંકટોનો સામનો કરીને સતી તરીકે આ જગતમાં તું પંકાઇ. તને મારા તરફથી ધન્યવાદ. હે સુર! વનમાં, રણમાં, શત્રુના સમૂહમાં, જળમાં, અગ્નિમાં તું નિર્ભયપણે બચી છે. વળી હાથી, સિંહ, સાગર ગિરિશિખર તરફથી આવતા ભયો તે પણ તારા પુણ્ય થકી દૂર થયા. પુણ્યથી શું શું પમાય? પુણ્યથી સજજનો, ઉત્તમજનોની સંગતિ થાય, પુણ્ય થકી દુર્જનોનો નાશ થાય છે. પુણ્ય વિનાના પ્રાણીઓ આ ભવે કે પછીના ભવે ભોજન જેવાને પણ મેળવી શકતાં નથી. માનવીનું પુણ્ય પાંસરુ હોય તો દેખાતા દુઃખો પણ સુખમાં પલટાઇ જાય છે. પુષ્ય ન હોય તો સુખ દુઃખમાં પરિણમે છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy