________________
સુરસુંદરી કહ- હે નાથ! મેં તમારો ઘણો જ અપરાધ કર્યો છે. મારા અપરાધને સમજો. ભૂતકાળની સર્વ વાતો ભૂલી જજો. મને તો નવું જીવન મળ્યું છે. આપ તો ઉત્તમ છો. મહાન છો. મારા ભૂતકાળને ભૂલજો.
કહ્યું છે કે ચંદનના ટુકડાને પત્થરના ઓરસિયા ઉપર ઘસતાં સુંગધને પ્રગટ કરે છે, વળી શેરડીના ટુકડાને મંત્રમાં પોલતાં અમૃતરસને આપે છે, સોનાને અગ્નિમાં તપાવતાં અધિકાર આપે છે, ચમકે છે તેમ ઉત્તમ પુરુષો અતિશય દુહવ્યા છતાં, પોતાનામાં રહેલી સજજનતાનો ગુણ તે કયારેય ચૂકતા નથી.
હે અમર! મને જે કંઈ વીતી ગયું છે તેતો મારો પરમાત્મા જાણે છે. એ વીતવામાં તમારો વાંક નથી. તે તો મારા કર્મનો વાંક હતો. તે કર્મ ઉપર રીશ કર્યો પણ શું થાય? ભોગવ્ય છૂટકો. આ રીતે અન્યોઅન્ય ભૂલની ક્ષમા યાચના લેતાંઆપતાં મિચ્છામિ દુકકડમ્ આપી રહ્યા છે. હૈયામાં જે ડખ હતો તે ત્યજીને મૃદુતા- સરલતાને વાતથી વાકેફ થતાં સ્વીકારી લીધી.
ઢાળ-બારમી (લઘુ પણ હું તુમ મન નવિ માવું રે.- એ દેશી.) વાત સુણી ગુણપાલ તે આવ્યો રે, દેખી અચરિજ ચિતમાં ભાવ્યા રે; અમરકુમારને સુતા પરણાવે રે, દેખી ચરિય સ શીશ ધૂણાવે રે. ૧ કહે સુરસુંદરી સુણો ગુણપાલ રે, શ્રી નવકાર પ્રભાવ વિશાલ રે; જેહથી લહીએ સખ્ય રસાલ રે, સર્પ ટળી થાએ ફૂલમાળ રે. ૨ ઇત્યાદિક બહુ વર્ણવ કીધો રે, રાજાએ સવિ ચિત્તમાં લીધો રે; કે તા દિન તિહાં સુખભર રહેતાં રે, એક દિન તે વાત નૃપને કહેતાં રે. ૩ ચંપાપુરી જાવા મન કરતાં રે, વાત સુણી નૃપ ચિત્ત દુઃખ ધરતાં રે; હવે ગુણપાલ તે કરે સજાઈ રે, પુત્રીજાઈ તે નેટ પરાઇ રે. ૪ માંગ્યા ભૂષણે મમતા ધરવી રે, પ્રાહુણે ઘેર વસતિ કરવી રે; બાપતણું ઘર જિમ તિમ શોષે રે, પોતાનું ઘર જઇને પોષે રે. ૫ પ્રાયે જગ જન કહે ઉખાણો રે, પરિકર પુત્રી છાલી દુઝાણી રે; ઘંસ શિરામણ બદામનો નાણો રે, માને ધન બહુ કાંસા ભાણો રે. ૬ રાજ્ય અરધ નૃપ સાથ ચલાવે રે, ગજ રથ ઘોડા અવર ભળાવે રે; માતા ગુણવતી રાણી બોલે રે, પુત્રી બેસારી નિજ ખોળે રે. ૭ હઈડે ભેટી કહે સુણ બાલી રે, કદીયે ન દીઠીવયણ રીસાલી રે;
હસિત-વદન ને અતિ હેજાલી રે, એતા દિનમેં સુખભર પાલી રે. ૮ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)