________________
પુત્ર થકી પણ અધિકી બેટી રે, તું મુઝ જીવન ગુણમણિ પેટી રે; શીખ કહું તે મનમાં ધારે રે, તું પણ પરમેષ્ઠી ન વિસારે રે. ૯ હૃદયારામે ધર્મ ન મૂકે રે, કુલ-આચાર થકી મત ચૂકે રે; દાન તણી મતિ ચિત્તમાં ધરજો રે, નાકારો કેહને મત કરજો રે. ૧૦ વિનય વડાના ચિતમાં ધરજો રે, ભોજન સહુને કરાવી કરજો રે, કુંટું જાડું આલ મ ભાંખો રે, સાચું મીઠું વચન ચિત્ત રાખો રે. ૧૧ મિથ્યા દર્શન જે કુલિંગી રે, દુર્જન માણસ અવિરતિ રંગી રે, સંમતિ તેહની દૂરે કરજો રે, તાસ વયણ હૃદયે મમ ધરજો રે. ૧૨ કહું કે તું તુજને ગુણપ્યારી રે, પક્ષ ઉભયની શોભ વધારે રે, નિર્મલ દૃષ્યે સહુને જો જો રે, દર્શન વહેલું મુજને દેજે ૨. ૧૩ અમરકુમરને કહે પ એસો રે, મુઝ પુત્રીને છેહ ન દેશો રે; સુરસુંદરી પ્રતિ ભૂપતિ બોલે રે, ગુણમંજરી છે તુમર્ચ ખોલે રે. ૧૪ સુરસુંદરીને રાસ રસાલે રે, ચોથે ખંડે બારમી ઢાળ રે; એ શિક્ષા નારી જે ધ૨શે રે, જગમાં જસ શુભ સુખ સા વરશે રે. ૧૫
ભાવાર્થ:
અમર અને સુરસુંદરી પતિ અને પત્ની બંને દરિયાકિનારે આવેલા મહેલમાં વાતો કરી રહ્યા છે. વિમલયશના સેવકો વિમલ શોધી રહ્યા છે. વિમલને બદલે ત્યાં સ્ત્રીને જોઇને આશ્ચય પામ્યા. સુરસુંદરીએ સેવકોને બોલાવ્યાં અને કહ્યું નગરમાં જઇને રાજ દરબારે રાજાને સમાચાર આપો. ગુણપાલ સમાચાર સાંભળી ઘણા આનંદ પામ્યા અને તરતજ ત્યાં સુરસુંદરી ઉર્ફે વિમલયશના મહેલે દોડી આવ્યા. સુરસુંદરીએ રાજાને બધી હકીકત હતી તે કહી સંભળાવી. મહારાજાને આશ્ચયનો પાર ન રહ્યો. ‘“દેવી તમે તો તમારું જીવન સુવર્ણ અક્ષરે લખાય તેવું નિર્મળ બનાવ્યું છે.’’
“સાત કોડી થી રાજ અપાવનાર શ્રી નવકાર મહામંત્રને તથા તમારા શીયળવ્રતને અમારા કોટિ કોટિ વંદન હો”
મહાસતીનું ચરિત્ર સાંભળી રાજા પરિવાર અને બેનાતટ નગરની પ્રજા આદિ સૌ ચિત્તમાં ચમત્કાર પામ્યાં. અમરના વહાણમાં રહેલા મુનિમજી-ખલાસીઓ આદિ અન્ય પરિવારને આ સમાચાર મળતા ખુશ થયા. સૌનાં હૈયાં નાચવા લાગ્યાં. સુરસુંદરી અને અમરકુમારના મિલનનો આનંદ જો વર્ણવી શકાતો હોત તો જગતમાં ઘરે ઘરે મિલનના ગીતો ગુજતાં હોત.
રાજા ગુણપાલને અને નગરજનોને આ સુરસુંદરી કહે છે કે હે, રાજાના ખરેખર નવકાર મંત્રનો પ્રભાવ વિશાળ છે. નવકાર મંત્રની આરાઘના કદીએ નિષ્ફળ જતી નથી. અશ્રઘ્ધાના અંધકારમાં અથડાતાં ભલે કહે કે અસહ્ય છે. પણ ઇતિહાસના પાનાં ખોલતાં જણાશે કે નવકારમંત્રનો મહિમા અપરંપાર છે. તે મહામંત્રે સતીઓ પરના સીતમ દૂર કર્યા છે. સજજનોના સંકટો દૂર કર્યા છે, ભકતોના ભાવ પૂરા કર્યા છે, દુઃખીયાના દુઃખ દૂર કર્યા છે. અનિષ્ટો કાપી ઇષ્ટને
(૨૭૮
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)