________________
આવ્યો. અપ્સરાના પને હરાવે તેવી ગંગા રાણી હતી. બીજી રાણીઓને ભૂલી જતો રાજા ગંગામાં ઓતપ્રત બની ગયો. ગંગાના સંગે સારી દુનિયા ભૂલ્યા. રાજય રાજસભાને ભૂલ્યા. ગંગાના મહેલમાં દિનરાત વિતાવતો રાજા અનેક પ્રકારના સુખોને ભોગવવા લાગ્યો. સુખને વિલસતાં... ગંગાએ ફળસ્વરુપે પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ગાંગેય રાખ્યું. જે ભીષ્મ પિતામહ તરીકે મહાભારતને પાને ઓળખાયા.
આ અવસરે હિન્તનાપુર નગરીની બહાર જમુના નદીના કાંઠે એક આશ્રમ હતો. આ આશ્રમમાં પારાસુર નામે મહાન તપસ્વી ઋષિ હતા. નદી કાંઠે ઉગ્ર તપ કરતાં, ને પારણે નદીની સેવાલ વાપરતાં. આવા મહાન ઋષિઓને ઉત્કંઠ એવા કામદેવે હણ્યા છે. ઋષિ તપ કરતાં થકાં પોતાના ધ્યાનમાં મસ્ત રહેતા. એકવાર કોઇ માછીમારની મચ્છગંધા
નામની કન્યા આ ઋષિના જોવામાં આવી. કન્યાનું રુપ દેવકન્યાને હરાવે તેવું હતું. ઋષિ તે કન્યાને જોતાં ધ્યાનથી વિચલિત થયા. એ કન્યાને પોતાના આશ્રમમાં રાખી લીધી. તેની સાથે વૈયિક સુખોને ભોગવવા લાગ્યા. તપ અને ધ્યાન બંને ઋષિના ચાલ્યા ગયા. કામ વિહ્વળ બનેલા જીવોની શી દશા? ઋષિ રાત કે દિન જોતા નથી. મચ્છગેધામાં ઓતપ્રોત બન્યા છે. સંસાર ભોગવતા મચ્છગંધાએ પુત્રને જન્મ આપ્યો. પારાસર ઋષિએ પુત્રનું નામ દ્વીપાયન રાખ્યું. ઋષિપુત્રને તાપસી દીક્ષા આપી. યાવનપણામાં આવતો દ્વીપાયન આશ્રમમાં રહયો થકો તપ અને ધ્યાનમાં રહેવા લાગ્યો. પિતાની જે। પોતે પણ તપસ્વી ઋષિ તરીકે જગતમાં ઓળખાવા લાગ્યો.
ખરેખર! કામદે ને મહાત કરવા કોઇ સમર્થ નથી. જે એના પંજામાંથી છૂટયા તે મહામૂનિઓ આત્મકલ્યાણ કરી ગયા છે. આવા તો કોઇ વિરલા જ હોય છે. હસ્તિનાપુરનો નરેશ શાંતનુ ક્રીડા કરવાને માટે યમુનાને કાંઠે આવે છે. અચાનક શાંતનું રાજાની દૃસ્ટિ માછીકન્યા મચ્છગંધા પર પડી. જોતાં જ મનમાં મીઠી લાગી. ગંગાને મેળવી. હવે જુઓ! કામથી પીડાતો રાજા કુળજાતિ પણ નથી જોતો. મચ્છગંધામાં મન લાગ્યું. ધીવરની પાસે આ કન્યાની માંગણી કરી. ધીવર શરત કરે છે. જો મારી પુત્રીના પુત્રને રાજગાદી આપો તો મારી કન્યા આપુ. શરત મંજુર કરીને શાંતનુ રાજા એ મચ્છુગંધાને મેળવી રાજમહેલમાં લઇ આવ્યો. ગંગાને છોડી,રાજા મચ્છગંધામાં મસ્ત બની ગયો. સ્વૈચ્છિક સુખોને ભોગવતાં બે પુત્રો થયા. તેમનાં નામ ચિત્રાંગદ અને ચિત્રવીર્ય પાડે છે.
બંને રાજકુમાર બાલ્યવયથી હોશિયાર હતા. યોગ્ય વયે પિતા બંને પુત્રોને ભણાવે છે. બંને પુત્રો વિદ્યા ગુરુ પાસે ભણતાં બોત્તેરકળામાં પ્રવીણ થયા. શાંતનુ રાજાએ આપેલા વચન અનુસારે ચિત્રાંગદને ગાદી ૫૨ સ્થાપિત કર્યો. ગંગાપુત્ર ગાંગેય, જે ભીષ્મપિતામહ કહેવાયા, તેમણે તાપસોની તાપસી દીક્ષા લીધી. આયુસ્ય પૂર્ણ થતાં શાંતનુ રાજા પરલોકે પહોંચ્યા. શત્રુરાજાના યોગથી ચિત્રાંગદ મરાયો. રાજગાદી ઉપર ચિત્રવીર્ય આવ્યો. ચિત્રવીર્યને ત્રણ રાણીઓ હતી.અંબા,અંબિકા અને અંબાલિકા. સંસારના ભોગો ભોગવવા છતાં રાજાને ત્રણે રાણી થકી એક પણ પુત્રની પ્રાપ્તિ ન થઇ. અપુત્રીયો રાજા મરણ પામ્યો. ત્રણે રાણી પોક મૂકી રડી રહી છે. પુત્ર વિના રાજગાદી કોણ ભોગવે? તે કારણે છળકપટને કરતી હતી. ચિત્રવીર્યના મોટાભાઇ તાપસ ગાંગેયે. ત્રણેય સ્ત્રીઓને ઉપાય બતાવી પ્રેરણા કરી. તમે ત્રણેય વારાફરતી, નદીના કાઠે તપ કરતાં દ્વીપાયન ઋષિ પાસે જાઓ. તે ઋષિ થકી તમને જરુર પુત્રપ્રાપ્તિ થશે. તેથી પ્રથમ રાણી રથ લઇને દીકિનારે રહેલા આશ્રમમાં પહોંચી. દેવલોકની દેવીના રુપ કરતાં અધિકગણું રુપ આ ત્રણેય રાણીઓનું હતું. વળી ઋષિને પોતાના તરફ આસકત કરવાના હતા.તેથી અંબા સોળે શણગાર સજીને ઋષિ પાસે પહોંચી છે.અંબાનું ૫ જોઇને તપસ્વી દ્વીપાયન ધ્યાન થકી ચલિત થયો. રાણીમાં આસકત થયો. ઉગ્ર તપ, ઉગ્ર ધ્યાનને મૂકીને રાણી સાથે - સાર ભોગવે છે. ઋષિ મહાન તપસ્વી હતા. બીજે દિને બીજી રાણી ઋષિ પાસે પહોંચી. ત્રીજે દિને ત્રીજી રાણી ઋષિ પાસે પહોંચી. દ૨૨ોજ વારાફરતી ત્રણેય રાણીઓ આ ઋષિના આશ્રમે જવા લાગી. પુત્ર પ્રાપ્તિ માટે (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
૧૫૩