SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ : આંધી આવી રહી છે આ જગત ઉપર કામદેવનું સામ્રાજ્ય ઘણા વિસ્તારને પામ્યું છે. મહાભટ સરખા કામદેવ તો પરશાસનમાં પણ ઘણાને વિટબંનાઓમાં નાખ્યા છે. કામને વશ પડેલા જીવો શું નથી કરતા? અનેક અનર્થોને ઊભા કરે છે. અન્ય શાસ્ત્રોમાં આવી અનેક કથાઓ નોંધાઇ છે. તપસ્વી દ્વીપાયન ઋષિયરાય તપ થકી સારા જગતને આશ્ચર્ય અને આનંદને પમાડતા હતાં.આ ઋષિનું તપ વખણાતું હતું. પણ આ મહાભટને કામદેવે પછાડયા. તપથી હારી ગયા. આ પ્રમાણે ખેચરરાય રતજટી વિચારી રહયો છે. જો આ મહાન તપસ્વી દુસ્કર તપ કરીને કાયાને શોષવાવાળા કામદેવથી શોષાઈ જાય તો હું તેની આગળ કેમ ટકી શકું? વળી હસ્તિનાપુરના રાજા શાંતનુ હતા. ગુણવાન, શીલવાન,પ્રજા વત્સલ આદિ ગુણોથી શોભતા હતા. પણ એક દૂષણ ભયંકર હતું. જે દુષણની પાછળ ભયંકર હિંસા હતી. એ દૂષણ હતું શિકાર કરવાનો ભયંકર શોખ. આ વ્યસનથી નિરપરાધી વનરાર પ્રાણીઓની હિંસા કરતા. એકવાર રસાલા સાથે જંગલમાં શિકારે ઉપડયો.જંગલમાં મૃગલાને જોતા પાછળ પડયો. મૃગતો પલવારમાં પલાયન થઇ ગયું. ત્યાં રાજા પણ તેની પાછળ જતાં, પોતના રસાલાથી ભણવારે છૂટો પડી જંગલમાં એકલો થઈ ગયો. એકલો રાજા હવે પાછો ફરે છે. મૃગલો બચી ગયો. પાછા વળતાં રાજા જંગલમાં સાત મજલાનો મોટો મહેલ જોયો. જોતાં જ આશ્ચર્યમાં ગરક થઇ ગયો. ભૂલો પડેલો રાજા ઘણો થાકેલો પણ હતો. આવા પ્રકારનો મહેલ જોતાં વિસ્મય પામતાં આ મહેલમાં ગયો. મહેલની શોભા અવનવી હતી. તેમાં કોઈ હતું નહિ. રાજા મહેલમાં ગયો. એક માળ, બે માળ ચડયો. પણ કોઈ જ નહિ. મહેલ સાવ ખાલી લાગ્યો. આશ્ચર્ય પામતાં તે તો ધીમે ધીમે માળ ઉપર માળ ચડવા લાગ્યો. સાતમે માળે પહોંચતાં રાજાએ એક કન્યા જોઇ. કન્યા પણ રાજાને જોઇને હાથમાં પાણીનું ભાજન લઇને રાજાની સન્મુખ હસતી હસતી આવી. બે હાથ જોડી વિનય યુકત ચિત્તને આનંદ થાય તેવા મીઠા વચન વડે રાજાને બેસવા માટે આસન આપ્યું. સ્વરુપવાન દેવકન્યા જેવી કન્યા. તેમાં વળી વિવેકથી પાણી વડે રાજાનું સ્વાગત કર્યું. તે જોતાં રાજાને ગમી ગઇ. રાજાની દૃષ્ટિ તો કન્યાને જોવમાં હતી. પાણી લેતાં રાજા પૂછે છે - હે કન્યા તું એકલી કયાં કારણે અહીં રહી છે?-કન્યા મરક મરક હસી રહી છે. વળી રાજા બોલ્યો, આ ભયંકર અટવીમાં રહેલા મહેલમાં એકલી શા માટે રહી છે? કન્યા કહે :- હે રાજન! વિદ્યાધરોની નગરીના જનુ નામના વિદ્યાધર રાજાની હું પુત્રી છું. મારું નામ ગંગા છે. યૌવનના આંણે આવી ઊભેલી પોતાની બાળાને માટે રાજાને ચિંતા થવા લાગી. એકદા કોઈ એક નિમિત્તને જાણનાર નૈમિત્તિકને બોલાવીને મારા પિતાએ મારા માટે યોગ્ય પતિની પૃચ્છા કરી. કે પતિની પ્રાપ્તિ કેવી રીતે થશે! નૈમિતિકે કહ્યું - હે મહારાજા! તમારી નંદના માટે યોગ્ય વરની પ્રાપ્તિ પાંડુકવનમાં થશે. તે કારણથી મારા પિતાએ આ પાંડુકવનમાં મહેલ બાંધીને મને અહિંયા રાખી છે. અહીં રહેલી મને દરરોજ પિતા મળવા આવે છે. નૈમિત્તિકના વચન અનુસાર આજે સઘળી વાત બરાબર મળી આવી છે. શાંતનુ રાજાને તો પહેલી નજરે જોતાં જ કન્યા મનમાં વસી ગઇ હતી. તેના રુપ ઉપર મોહિત થયો હતો. તેમાં વળી સુંદરીની આ વાત સાંભળી ઘણો આનંદિત થયો. કામવશ થકી મહાન ગણાતા રાજાઓ, ઋષિઓ ચલિત થયા છે. મારા મનની ઇચ્છા સુંદરી એ સામેથી વધાવી લીધી. શાંતનુ રાજાએ મહેલમાં ગંગાસુંદરી સાથે ગાંધર્વવિધીથી લગ્ન કર્યા. ઘણી ઋદ્ધિ સહિત સુંદરીને લઇને નગરમાં (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૧૫૨
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy