________________
દિવસ કેટલે રે, પુત્ર જનમ હુઓ, નામ દ્વીપાયન દીધો રે, તાપસી દીક્ષા રે, યૌવન તપ કરે, ઇણે અવસર જે પ્રસિદ્ધો રે. ૨૧. ૧૦
શાંતનુ રાજા રે ક્રીડા કારણૈ, નઇ યમુના ઉપકંઠી રે, તવ મચ્છગંધા રે તસ દૃષ્યે પડી, મનમાં લાગી મીઠી રે. ૨૧. ૧૧ તાસ જનકને રે, કહે મુજને દીઓ, કહે ધીવર સુવિચારો રે, મુજ પુત્રીના રે પુત્રને જો દીઓ, રાજય સકલ ઘરભારો રે. ૨૧ ૧૨ વચનગ્રહીને મચ્છગંધા દીએ, ગતગેહો નૃપ ધીર્યો રે, સુખ ભોગવતાં રે દોય સુત પામતો, ચિત્રાંગદ ચિત્રવીર્યો રે ૨૧. ૧૩ સર્વ કલા બહુત્તર પ્રવીણ હુઆ, પરલોકે ગૃપ શિક્ષા રે. ચિત્રાંગદને રાજય સકલ દીયો, ગાંગેય તાપસ દીક્ષા રે. ૨૧. ૧૪ રિપુજન યોગે રે, ચિત્રાંગદ પડયો, ચિત્રવીર્ય તસ પાટે રે, અંબિકા-બાલિકા - અંબા વહુ, સુખ સેવે સુત માટે રે. ૨૧. ૧૫ પુત્ર વિના ચિત્રવીર્ય મરણ લહયો, ત્રણ્ય વધૂ રડી રોતી રે, સુત વિણ રાજય કહો કોણ ભોગવે, તિણે કારણે છલ જોતી રે. ૨૧. ૧૬ ગાંગેય-પ્રેરી રે પ્રથમજ અંબિકા, આવી દ્વીપાયન પાસે રે, સુરકાંતા સમરુપને દેખીને, ચૂકયો, ધ્યાન વિમાસે રે. ૨૧. ૧૭ તેહની સાથે રે દ્વીપાયન ઋષિ, સુખ સેવે સંસારી રે, ત્રિણ સ્ત્રી નિજ ભ્રાતની સેવતો, નિત્ય એકેકી નારી રે. રત. ૧૮
ઉગ્ર તપસ્વી રે માસક્ષમણ કરે, પારણે શુસ્ક સેવાલો રે, એહવો તપસ્વી રે કંદર્પે હણ્યો, અબલા આગળ બાલો રે. ૨૫ ૧૯
દર્શન જેહનું રે, પુરુષનું ચિત્ત હરે, સ્પર્શનથી બલ જાયે રે. સંગમે વીર્ય હરે દુર્ગતિ દીએ, નારી રાક્ષસી પ્રાયે રે. રક્ત. ૨૦ ત્રીજે ખંડે રે એણિપરે ચિંતવે, ખેચર પંચમી ઢાલે રે, વીરવિજય કહે તેહને વંદીએ, જે કંદર્પને ટાલે રે. ૨૦. ૨૧ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
(૧૫૧