SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારના જીવો આવા પ્રકારના વિષયોના વિષ થી પીડાએલા છે.અને તે દુર્જય છે. કેમેય કરીને જીતી શકાતો નથી. સમગ્ર કળાને જાણનાર એવા કલાકાર પણ સ્ત્રી આગળ નામર્દ બની જાય છે. મહાન પંડિતોને કામદેવ પછાડે છે. ધીર પુરુષોને પણ હચમચાવી મૂકે છે. રણસંગ્રામમાં મહારથીઓ પરાક્રમ વડે શત્રુને હરાવનારા શૂરવીરો સ્ત્રી આગળ હાથ જોડીને ઊભા રહે છે. કામદેવને વશ પડેલા જીવો ચારગતિના ચોગનમાં ફર્યા કરે છે. લોકોત્તર શાસનમાં કામદેવને જીતીને સંસારનો પાર પામ્યા છે. એવી કંઈક કથાઓ સાંભળી છે. પણ લોકિક શાસ્ત્રમાં કામદેવના પંજામાં સપડાયેલા તપસ્વીઓ લપસી પડયા છે. દેવો પણ સ્થાનથી કયારેક ભ્રષ્ટ થયા છે. તેઓની વાત કહું તે સાંભળો. ઢાળ પાંચમી (અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, એ દેશી) નામ અનગી રે મહાભટ જાણીયે, પરદર્શનમાં થરાયો રે, જસ-તપ બલ- થી રે, ત્રિભુવન રંજતા, કપાયન ઋષિરાયો રે, રાજદીજીરે ઈણિપરે ચિંતવે, દુષ્કર કામ વિકારો રે. એ ટેક .૧ હસ્તિ નાગપુર એહી જ ભારતમાં, શાંતનું રુપ આહેડી રે; અન્ય દિવસ નૃપ મૃગવધ કારણે, ચાલ્યો ભટ સંપ્રેડી રે. રત. ૨ નૃપ એકાકી રે મૃગ પૂંઠે વહ્યો, અટવી ગત તવ દીઠો રે; સપ્ત ભૂમિકા આવાસ સવિસ્મયી,નૃપ તિમાંહી પેઠો રે. ૩ તવ એક કન્યા રે જલ ભાજન ગ્રહી, નૃપ સન્મુખ સા આવી રે, વિનય કરંતી રે તસ આસન દીયે,નૃપ પૂછે ચિત્ત ભાવી રે. રત. ૪ કવણ કાજ તું રહે છતાં એકલી, સા કહે સુણો રાજાનો રે, જહુ ખેચર તસ હું નંદના, રે ગંગા નામ સુજાણો રે. રત. ૫ પૃસ્ટ જનક નૈમિત્તિક બોલીયો, પાંડુકવન વર પ્રાપ્તિ રે, તસ વાકયે મુજ જનકે ઈહાં ધવી, આજ તે સકલ સમાપ્તિ રે. રત. ૬ નૃપ નિસુણી ગાંધર્વ પરણતો, ઋદ્ધિ સહિત ઘર આયો રે, ગંગા-સંગે રે સુખને સેવતાં, ગાંગેય સુત તિણે જાયો રે. રતા. ૭ ઈણ અવસર તેહિજ પુરપરિસરે, યમુના નઈ ઉપકંઠે રે, પારાસુર ઋષિ તપ કરતાં થકા, માર્યા કામ ઉલ્લંઠે રે. રત. ૮ મચ્છગંધા રે એક ધીવરસુતા, દીઠી રુપની રેખા રે, ધ્યાનથી ચૂકયો રે. તેહને આદરી, સુખ સંસારી વિશેષા રે. રત. ૯ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૧૫)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy