________________
કહે ખેચર સુણ બહેન, સાચી વાત કહીરી; પણ તુઝ બાંધવ પાસ, હાંસી કિંપિ નહીરી. ૧ ૬ મૂલ કરી મુઝ તામ, વેશ્યા લઇ ગઇરી; સાંભળ ખે ચર રાય, આગળ જેહ થઇરી. ૧૭ શીલ રખોપા કાજ, નાઠી ત્યાંહ થકીરી; ભૂતપણે આવાસ, નાઠી તિહાં થકીરી. ૧૮ પલ્લીપતિ સરતીર, સૂતી પંખી ઝહીરી;
જીવતી જાણી મુઝ, દૈવે નાંખી અહીંરી. ૧૯ નિજ વીતકની વાત, સુરસુંદરીએ કહીરી; સાંભળી ને ચર તામ, ચિંતે ચિત્ત ગ્રહીરી. ૨૦ નામે અનંગ એ કામ, શું એ જગત ફરેરી, જો હોત અંગ વિશે ષ, તો શું જગિન કરે રી. ૨૧ ધન ધન એ સતી બાલ, શોભિત શીલ તનુરી; પૂરણ ભાગ્યે કીધ, દરિસણ એહ તણુરી. ૨૨ સાંભળ બહેની વાત, દુઃખને દૂર તજોરી; તું મુઝ બહેન સમાન, બેઠી ધરમ ભજોરી. ૨૩ એ મુઝ વચન પ્રમાણ, નિશ્ચય જાણ ઇશ્ય રી; સરીખા સકલ ન હોય, ઘણુંઅ શું કહીએ કિડ્યુરી. ૨૪ વાજી ‘વારણ લોહ, પત્થર કાષ કહારી; નારી પુરુષ ને *તો ય અંતર બહુલ લહારી. ૨૫ રહે સુરસુંદરી ત્યાંહ આલ જંજાલ તજે રી; બેઠી ધરિય વિવેક, સુખમાં ધર્મ ભજે રી. ૨૬ સુરસુંદરી ગુણ શ્રેણિ ઉત્તમ રાસ લહારી; પૂરણ બીજો ખંડ, બારમી ઢાલે કહોરી. ૨૭ શીલ ધરો ભવી જે મ, જશ શુભ વિજય વરોરી;
વીર પણ એક ચિત્ત, નવપદ ધ્યાન ધરોરી. ૨૮ ૧-ઘોડા, ૨ હાથી, ૩-લોઢું, લોખંડ, ૪ પાણી. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)