SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ : સુરસુંદરી વિદ્યાધરને કહે છે-ભાઈ! તમારું આશ્વાસન મારે માટે તો અમૃત સમાન છે. ભરતક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ ચંપાનગરી રહેલી છે. તે નગરીનો રાજા રિપુમર્દન છે. રતિસુંદરી રાણી છે વળી તે નગરીમાં ધનવંત એક મોટા શ્રેષ્ઠી વસે છે. તે શ્રેષ્ઠીના પુત્ર સાથે પૂર્વકર્મના ઋણાનુબંધે મારા લગન થયાં. અમે દંપતી પરદેશ જોવાને માટે વડીલોની શીખ અને આશીર્વાદ લઈને વહાણની સફરે નીકળ્યા. શ્રેષ્ઠી સસરાનો વેપાર દેશ-પરદેશ ચાલતો હતો. તેથી અનુભવીઓની સાથે નીકળ્યા. રસ્તામાં નિર્જન દ્વીપ ઉપર મારો સ્વામી મને છોડી દઈને ચાલી ગયો. મારા પુણ્યયોગે બીજો એક વ્યવહા૨ીયો આવ્યો એની સહાયથી,યક્ષના નિર્જન ટાપુ છોડી તે વહાણમાં ચાલી. મારા રુપે તે વ્યવહરીયો લુબ્ધ થયો. મને સતાવવા લાગ્યો.મેં મારે શીલના રક્ષણ કાજે સમુદ્રમાં ઝંપાપાત કરવા વિચાર્યુ. ત્યાં તો અચાનક વાવાઝોડું આવ્યું. નિર્લજ્જ શેઠ ન સમજયો.મારી પાછળ આવ્યો. હું વહાણના તૂતક પર આવી.વહાણ તો ઉછળવા લાગ્યું. પાપી ન સમજયો. મેં તૂતક પરથી સમુદ્રમાં ઝંપલાવી દીધું ને વહાણ પણ તરત જ તૂટી ગયા. પરિવાર સહિત શેઠે સમુદ્ર સમાધિ લીધી.મને તે વહાણનું પાટિયું મળી જતાં કોઈ અજાણ્યા કિનારે જઈ ને પડી.અજાણ્યા કિનારાની નજીકના નગરનો ગાંડો થયેલો હાથી કિનારે આવ્યો. મને સૂંઢ વડે ઉપાડી ગગનમાં દડાની જેમ ઉછાળી. સમુદ્રમાં જતાં એવા વહાણની વચમાં પડી. વહાણનો શેઠ મારી તરફ બૂરી નજરે જોવા લાગ્યો. મેં પૂર્વે બનેલા શેઠનો વૃતાંત કહ્યો. ભય પામેલા શેઠે મને સતાવવી છોડી દઈને સોવનકુલ નગરના બજા૨માં ઊભી કરી દીધી. મારા રુપને માણી ન શકયો. તેથી બજારમાં વેચી- ને તો દામ તો કરી લઉં. સવાલાખ મુદ્રાએ મારુ લીલામ વેશ્યાને ત્યાં કર્યું. ન રે ભાઈ! મારી કથની કેટલી કહું? કર્મે મારી ઉપર કાળો કેર વર્તાવ્યો છે જે સાંભળતાં, મારી હાંસી થાય છે.જગતમાં નવ વસ્તુ ગુપ્ત રાખવા જેવી છે,જેથી કરીને પસ્તાવું ન પડે.આયુસ્ય,ધન,ઘરનું છિદ્ર,ખાનગી વિચારણા,મૈથુન, ઔષધ, . દાન,માન અને અપમાન. આ વસ્તુ કયારેય કોઈને કહેવી નહિ. હે ખેચ૨ાય! આગળ એક વાત બની ગઈ તે સાંભળ! એક નગરમાં અરિમર્દન નામે રાજા રાજય કરતો હતો. તે નગરમાં ધરકર નામે ગરીબ બ્રાહ્મણ દુઃખી અવસ્થાએ જીવતો હતો. કર્મવશ થકી આ નગરમાં ભિક્ષા માંગતા પેટ પૂરું થાય તેટલી પણ મળતી નથી. દાન લેવા માટે નગર છોડી અન્યત્ર ચાલ્યો ગયો. ફરતો ફરતો વાણારસી નગરી આવ્યો. ભિક્ષા અર્થે અરજ કરતો, સારી નંગરી માં ફર્યો. પણ કયાંયે ભિક્ષા ન મળી. અનાયાસે ધોબીના ઘ૨ની પાસે રાતે પહોચ્યો, ભુખ્યો હતો. ધોબીએ પોતાના ધેર પડેલી ખીર ખાવા આપી. ખીર ખાઈ રાત વિતાવી. સવાર પડતાં બ્રાહ્મણ વળી નગરીની ગલીએ ગલીએ ફર્યો. નસીબે યારી ન આપી. રખડતો રખડતો ઘેર પાછો આવ્યો. પૂર્વના પાપ ખપી ગયાં.પુણ્યયોગે રાજાની મહેર થતાં પુરોહિતપણાને પામ્યો. હવે એકદા પુરોહિતના આંગણે નાટયમંડળી જુદા જુદા પાત્ર થકી નાટક કરી રહી છે. આ પુરોહિત અને તેનો પરિવાર નાટક જોઈ રહયા છે. પણ પુરોહિત રીઝતો નથી. પુરસ્કાર પણ આપતો નથી મંડળીનો નાયક વિચારે છે કે કોઈ એવો ઉપાય કરું જલ્દી રીઝીને મને દામ મળી જાય. મારું કામ થઈ જાય. વિચાર કરતાં ઉપાય હાથ લાગ્યો. પુરોહિતની પૂર્વાવસ્થાને આબેહૂબ નાટક દ્વારા પ્રદર્શિત કરવી જેથી પુરોહિત તરત દાન આપી દેશે. આબરુ ના ભયથી પુરોહિત રીંઝશે. એવું વિચારીને નાનપણથી ધ૨ક૨ની કથા મેળવી લીધી. અને પછી એક એક પાત્ર એવા ગોઠવીને નાટક ભજવવા લાગ્યો. ધરકર બ્રાહ્મણની ગરીબ અવસથાથી લઈને શરુઆત કરી. પુરોહિત સમજી ગયો. મારી ગુપ્ત વાત નાટક દ્વારા પ્રકાશ કરવા માંડી છે તરત રાજી થઈને નાટક બંધ કરાવી પુરસ્કાર-ભેટ આપી દીધી.ગુપ્ત વાતને ઢાંકવા પુરોહિતે રાજી થઈને દામ આપ્યા. નાટકના મુખ્ય નાયકનું કામ પતી ગયું. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૧૧૮)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy