________________
કર-કંકણ મુખ-તાંબૂલ અધરે ૨કતતા, જિમ કામી નર દેખી ચિત્ત આસક્તતા; નવ નવ વેશ કરી સુખમાં દિન જો ગવો, મનગમતા નરશું યૌવનસુખ ભોગવો. ૯ "કર્ણ - વિદગ્ધ વચન નિ સુણી વેશ્યાતણા, ચિત્તા ચિંતે સા બાલ કરમ દુઃખ અતિ ઘણાં, જમવશ પડિયો પ્રાણીઓ પા૫ સમાચરે, સુખ દુઃખ સહતાં રોષ કિશ્યો પર ઉપરે. ૧૦ નાવ્યો કરમનો છે હ હજી કાંઇ માહરે, ધિગ ધિગ સૌખ્ય સુરુપ અતિ એ માહરે, ધિગ ધિગ યૌવનવેશ વિષય અનલે દહી, વિષય તણો વિશ્વાસ ન કરશ્યો નર કહી. ૧૧ વસંતપુરે સિંહસેન નરાધિપ અંગજા, સુકુમાલિકો નામે રુપ સુરુપજા, શશક ભશક દોઇ બાંધવ સા વનમાં ઠવી, કામ તણે વિશ્વાસે વિડંબી સાધવી. ૧ ર ઉપદે શ માલ રસાલ વિશાલ કથા કહે, ધિમ્ મુજ યૌવન વેષ કરમા કિમ નવિ દહે; કિમતિ ન ગલિઓ ગર્ભ ઉદરથી માતનો, કાં દીધો અવતાર, કરમ-દુઃખ- દાતનો. ૧૩ કાં નવિ સરજી છાર ન ચુક્યું પાલણું, બહિર ન દે ભુવિ ક્યાં પામી દુઃખ જાણું, કાં નવિ ટે “અંબર દુઃખિયા ઉપરે, દૈવતણે શિર દાટ કે દુઃખિયા નહિ મરે. ૧૪ સુરસુંદરીને રાસે બીજા ખંડની, નવમી ઢાળ કહી એ શીલ અખંડની; ૨હી પરવશ નિજ શીલ જુઓ કિમ રાખશે.
વીર કહે વીરતાંત તે આગળ દાખશે. ૧૫ ૧-કાનને બાળી નાંખે તેવા, ૨-આકાશ. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)