________________
સોવનકુલ નગરે તે લેઇને આવીયો, એહ વિચાર કુબુદ્ધિ કરી સંભાવિયો; એહશું અવર વિચાર, તે કરવા દોહિલો, એહને વેચી દ્રવ્ય કરું હવે બોહલો. ૩ ઈમ ચિત્ત ચિંતવી, શેઠ ગ્રહી સુરસુંદરી, નિર્લજજ ચહટામાંહિ, જઈ વેચણ ધરી; ઈણ અવસર એક ગણિકા પંથે જાવતી, વિનયવતી તનુ શોભિત રુપ લીલાવતી. ૪ રુ૫ દેખી કુમારીનું વેશ્યા ચિંતવે, નિરુપમ કુમરી એહ મણુએ નવિ સંભવે, જિમ તિમ કરી મુઝ મંદિર આણું સુંદરી, સા મૂલ પૂછે શેઠને ઈમ નિશ્ચય કરી. ૫ શેઠ કહે સુણ વેશ્યા સત્ય વચન ઇછ્યું; લક્ષ સેવામાં ન દીઉં ઓછે વિત્તશું. લક્ષ સવા તસ આપી સુંદરીને ગ્રહી, નિજ ગેહાગત તહે આણંદે ગહગહી. ૬ કહે વેશ્યા સુણ વચ્છ શિખામણ સુંદરી, અંગ થકી સવિ આરતી દૂરે પરિહરી; આરોગો નિત જે મન ભાવે તે સહી, સોવન ખાટ હીંચોળે ખેલો ઘર રહી. ૭ વચ્છ કરો જલમજજન મલ વર્જન કરો, દીપ અનંગ મહ૫ તનુ ચીવર ધરો; તિલક ધરો નિજ મસ્તક ને ત્રાંજન કરો, ચંદન-લેપ તન-ભુષણ બહુલાં ધરો. ૮
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)