SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સતી સ્ત્રીને ભાનમાં લાવવા વિવિધ પ્રકારના ઔષધોપચાર ચાલુ છે. શરીરમાં ઉષ્મા-ગરમી લાવવા કેશર-કસ્તુરી પણ શરીરે લગાડી રહી છે. વળી થોડો સમય થતાં સુરસુંદરીએ આંખો ખોલી. પોતાની સેવા કરતી સ્ત્રીઓને જોઇ. બધું નવું લાગતું હતું. હું ક્યાં છુ? તમે કોણ છો? સુરના મુખેથી આટલા શબ્દો સરી પડ્યા. મુખ્યદાસી બોલી – બહેન! તમે ગભરાશો નહિ. કુદરતે તમને બચાવી લીધા છે. તમે અમારા વહાણમાં છો. સુંદરી વિચારવા લાગી. હું અહીં કેવી રીતે આવી. મને.. મને.. તો.. હાથીએ... વાત યાદ આવતાં સુંદરીને આંખે અંધારા આવવા લાગ્યા. બહેને! એ વાત જવા દો. વિચારો છોડી દો. આયુષ્યના બળિયા તમે, અમારા વહાણ ઉપરની જાળમાં પડ્યા. ત્યાંથી તમને અહીં નીચે ઉતાર્યા અમારા માલિકના કહેવાથી અમે તમારી સુશ્રુષા કરી રહ્યા છીએ. હવે તમે પૂરા ભાનમાં આવ્યા છો જાણી આનંદ. વાર્તાલાપ સાંભળી શેઠ કમરામાં આવ્યા. ક્ષેમકુશળના સમાચાર પુછયા. આશ્વાસન આપ્યું. સેવામાં બે દાસી રહી. બીજી બધી ચાલી ગઇ. શ્રમિત થયેલી આ સતીને માટે દાસી કેસર મિશ્રિત દૂધ અને પાણી વગેરે આપે છે. સુંદરી કઇજ લેતી નથી. મીઠાઈ-મિષ્ટાન્ન સાથે બીજું ભોજન પણ આપે છે. સુંદરી કંઈ જ લેતી નથી. સતી તો વિચારમાં ગરકાવ છે. અહાહા! કર્મની વિડબના મને ક્યાં સુધી લઈ જશે? ક્યાં સુધી સતાવશે? ઓ નિષ્ફર હૃદયના અમર! ટાપુ પર છોડી તે કરતાં વહાણમાંથી જ મને સમુદ્રમાં ધકેલી દેવી હતી ને! કંઈક વિચારો આવતાં સતીની આંખે આંસુ ઉભરાયાં. આંચળે બાંધેલી પોટલી, જેમાં રહેલી સાત કોડી અનામત હતી. પતિની થાપણ સંભાળી લીધી. કંઈક સ્વસ્થ થઈ સામે ઊભેલા શેઠ દાસી આદિ પરિવાસ્ના અતિશય અનુગ્રહે કંઈક આહાર લીધો અને તૃપ્ત થઈ. ધીમે ધીમે સુરસુંદરીને સ્વસ્થતા પ્રાપ્ત થઈ. અમરકુમારને યાદ કર્યા. ક્યાં હશે? શું કરતા હશે? સતી પતિને ક્યારેય ભૂલે નહિ. સુંદરીને સ્વસ્થ જોઇને શેઠ આવ્યો. સવારે શેઠનો ચહેરો જે જોયો હતો, તે કરતાં અત્યારે ચહેરો સતીને જુદો લાગ્યો. સંસાસ્માં પુરુષોની આંખો સ્ત્રીઓના રુપ અને સૌંદર્ય પાછળ લુબ્ધ જ હોય છે. સતીને આજે શેઠની આંખમાં વિકાર દેખાયો. વિચારવા લાગી કે અહીંયા પણ મારું શીલ કેમ રહેશે? કેમ સાચવીશ? હવે સુર સાવધાન થઇ ગઇ. એનું હૈયું ઠંડકતું હતું. પોતાના કર્મને રડતી હતી. શેઠના શરીરે સુંદરીને જોતાં કામ વ્યાપ્યો. ભયંકર વાસનાથી ભૂખ્યો બનેલો શેઠ સતીને કહે છે - હે સુંદરી! તું કુશળ છે ને? તું તો મારા માટે સર્જાયેલી છે. તેથી જ તું મારા વહાણમાં આવી. બ્રહ્માએ મારા માટે જ તને ઘડી છે. આવા પ્રકારની વાણીને બોલતો શેઠ કટાક્ષબાણને ફેંકતો નયનોને નચાવતો સુંદરી નજીક આવી ગયો. ઢાળ નવમી (પાપસ્થાનક કહે સાતમું શ્રી જિનરાજ એ - એ દેશી) મધુર સુકોમલ વચને શેઠ બોલાવતો, આપ ચલ્યો પર-ચાલણ ભાવ જણાવતો; સતીય તણે મન કિંપિ ન ભાવે તે સહી, કહે જલધિમાં નાંખો મત રાખો અહિં. ૧ આગે શેઠ હુઓ એક અનાથ વ્યાપિયો, પ્રવહણ ભાંગ્યુ જલમાં બૂડ્યો પાપિયો; પૂર્વ ચરિત્ર કહ્યું સવિ મૂલથકી તિણે, તે નિસુણી સતિ-કેડ તજી તિહાં તતખિણે. ૨ (महासती श्री सुरसुंधरीनो रास) (૯૩)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy