SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ મગધેશ શ્રેણિક વીર પરમાત્માનો પરમ ભક્ત, ભાવિપ્રથમ તીર્થંકરપદ પ્રાપ્ત કર્યુ છે, જેણે એવા મહારથીને પણ કર્મના વિપાકો વડે સગા દીકરાએ લાકડાના પિંજરામાં પૂર્યો. તે પણ પાપના ઉદયે મરીને નરકમાં ચાલ્યો ગયો. આ ભવમાં છેલ્લે છેલ્લે ઘણું દુઃખ ભોગવ્યું અને પરભવમાં પણ દુઃખ ભોગવી રહ્યા છે. તો આ સુરસુંદરી કર્મવશે શી વિસાતમાં? પાટીયા સહિત કિનારે આવી હાથીએ ગગનમાં ઉછાળી. હે નસીબ! તને ધિક્કાર છે! હાથી વડે ફેંકાયેલી ને નસીબ થકી વળી પાછી બીજી વાર વહાણના મધ્યભાગમાં પડી. ખારવાઓએ છોડી જાળ ને બચાવી બાળ. આમ બીજા ખંડને વિષે આઠમી ઢાળને સમાપ્ત કરતાં કવિરાજ કહે છે કે ભવ્ય જીવો! તમે સૌ આ સાંભળીને કર્મની જાળને તોડવાનો ઉદ્યમ કરો. * ૯૨ દ્વિતીય ખંડે ઢાળ આઠમી સમાપ્ત * (દોહરા) પ્રવહણપતિ તવ દેખીને, મૂરછાગત સા નાર; સીંચે શીતલ નીરશું, વળી ચેતના સાર. ૧ મેવા મીઠાઇ દીએ, ભક્ષણ કરવા તેહ; નવિ વંછે તે સુંદરી, કરમ વિડંબિત જેહ. ૨ આરોગે અતિ આગ્રહે, અશન પાન તે બાલ; શ્રમ અપગમથી સુંદરી, સ્વસ્થ થઈ તત્કાલ. ૩ પોતપતિ સા દેખીને, અંગે વ્યાપ્યો. કામ; નયન નચાવે નેહ શું, બોલે વચન વિરામ. ૪ શંકાના શૂળ કર્યા નિર્મૂળ ભાવાર્થ : મહાસતી બેભાન છે. ક્યાં છું તે ખબર નથી. વહાણના માલિક ત્રીને ભાનમાં લાવવા દાસીઓને સોંપી. શીતલ પાણી છાંટવા લાગી. વીંઝણા વડે પવન નાખવા લાગી. ઘડી બે ઘડીના પ્રયત્નો વડે કંઇક ચેતના આવતાં સળવળી. અર્ધબેભાનમાં ‘‘અમર’’ શબ્દ બોલીને વળી પાછી મુર્છા પામી. ‘અમર’ શબ્દનો સંબંધ-અર્થ-દાસીઓ કંઇજ ન સમજી શકી. પ્રવહણપતિ વળી પાછો દાસીઓ પાસે આવીને આ સ્ત્રીને જુએ છે, પૃચ્છા કરે છે. દાસી કહેછે કે સ્વામિન્! થોડીવાર પહેલાં ભાન કંઇક આવતાં ‘અમર’ એટલો જ માત્ર ૨૬ બોલી, વળી પાછી બેભાન બની ગઇ છે. ઠીક! તમે સૌ ઉપચાર ચાલુ રાખજો. મહાસતી મી સુરસુંદરીનો રાસ
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy