________________
ઈમ કરી ચોર ગયો નિજ ધામ કે, સુણો ભવિ- લોક રે; જો જ્યો એ મદિરાનું કામ કે, ટાલિએ રોક રે. ૮ મદિરા ઇહભવમાં દુઃખ દાઇ કે, અપજસ ઠામ રે; પરભવ દૂરગતિ નરગ સખાઈ કે, તજી ભવી નામ રે. ૯ નૃપ પૂછે આવી પરભાતે કે, બૃત્યને ત્યાંહી રે; તે કહે મહિયારી આજ રાતે કે, આલયમાંહી રે. ૧૦ આવી હતી દહીં વેચણ કાજ કે, ડેરામાંહી રે, બેઠા છે સા સહ મંત્રિરાજ કે, જોઇએ ઉછાંહી રે, ૧૧ નરપતિ મધ્ય વિલો કે જામ કે, હાસ્ય કરઇ રે; દીઠા મંત્રી ભોગવે તામ કે, ગુરુ ઠકુરાઇ રે. ૧૨ વદન અધો પડીયા જન દેખી કે, હાંસી કરંત રે; રાયે ચોર ચરિત્ર ગવેષી કે, જાયો વૃદંત રે. ૧૩ બીજે દિન નીસરીયો રાજા કે, નિશિ પરિવાર રે; સાથે લઈ મહાભટ તાજા કે, રહ્યો પુરબાર રે. ૧૪ ઇણે અવસર તસ્કર નીકલીયો રે રજકને રુપ રે; ગર્દભ ચીવર ગ્રહીને ચલીયો કે, દેખીયો ભૂપ રે, ૧૫ ભૂપ કહે નિશિ કિમ નીસરિયો કે, તું કુણ નાતિ રે, તે કહે સાહિબનો અનુચરીયો કે, રજકની જાતિ રે. ૧૬ રાણી તુમચી જે ગુણાધામ કે, પદમિની જાતી રે, તાસ વસન પ્રક્ષાલન સ્વામી કે નીસર્યો રાતિ રે. ૧૭ વૈત વસન તસ વાસ રે સ્વામી કે, લહિયા સુંગધ કે, વૃંદ ભ્રમર આવે તસ ઠામ કે, કરતાં ધંધ રે. ૧૮ રાય કહે તસ્કર ભય મોટો કે, કિમ કરી જાય રે, તે કહે ભૂપ છતાં ભય છોટો કે, વસન ધોવાય રે. ૧૯ ભૂપ કહે તસ્કર દૃગ વરજે કે, રજક તું ક્યાંહી રે. તવ પોકારવ બહુલ કરજે કે, આવશું ત્યાંહી રે, ૨૦
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)