SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ (દોહરા) : મંત્રી હવે બીડું ગ્રહે, ગૃપ પાસે તિણિવાર; ચિહું દિશ નાગાં ભાળીને, મૃત્યાદિક પરિવાર. ૧ ઉંચા તંબુ તાણીયા, તિહાં બેઠા પરધાન; વાત-સુણી ચિત્ત હરખિયો, તસ્કર કપટ- નિધાન. ૨ ભાવાર્થ : બેનાતટનગરમાં ચોરે હાહાકાર મચાવી દીધો છે. નગરમાંથી ઘણાબધાએ ચોરને પકડવા બીડું લીધું. સાહસ પણ કર્યુ. માથાભારે ચોરને કોઇએ પણ ન પકડ્યો. રાજા નિરાશામાં છે. બીડુ છળવાનું કહે છે. કોઈ ઉભુ થતું નથી. છેવટે નગરના મંત્રીશ્વરે રાજાના હાથમાંથી બીડું લીધું. પ્રધાને નગરના દરવાજે મોટા તંબુ નંખાવ્યા. રાજ સેવકો સાથે પહેરો ભરી રહ્યા છે. રાત્રિનો એક પ્રહર પૂરો થવા આવ્યો છે. પ્રધાન સાથે સેવકો ઉભા પગે ચોરની વાર જોઈ રહ્યા છે. આ વાતની કપટી ચોરને ખબર પડતાં ઘણો હરખાયો છે. ઢાળ સાતમી . (પંચમ સુમતિ જિનેસર સ્વામી કે સુણો જિનરાય- એ દેશી.) વાત સુણી નીકળીયો જો કે, તસ્કર રાય રે; રુપમહિયારીનું કરી ચોર કે, પંથે જાય રે. ૧ મહી લ્યો, મહી લ્યો, કરતી જેહ કે, ચતુરા ચાલ રે; મંત્રી આગળ નીકળી તેહ કે, દીઠી રસાલ રે. ૨ કહે મંત્રી અનુચરને તામ કે, તેડો એ નારી રે; નિજ ડેરામાંહી મહી કામ કે, તેડી સા નારી રે. ૩ કુંભ છે મદિરાએ કરી ભરીયો કે, ચંદર હાસ રે; પાન સુરા મંત્રીએ કરી કે, દહીં લહી ખાસ રે. ૪ ચંદ્રહાસ્ય મદિરા મદ ચઢિયો કે, થયો અચેત રે; ચોર-કારણ-હડિ તિહાં પગ જડિયાં કે નગ્ન કરેત રે. ૫ દશકલા પહેરાવ્યાં દોય હાથે કે, કરી ઉપહાસ રે; દાઢી મૂછ મૂંડયા નિજ હાથે કે, અરધા તાસ રે. ૬ લઘુ-વડીનીતિ કરી મુખ ઠામ કે, તસ્કરે તામ રે; પાદરા ઠવી કરી તામ કે, મંત્રી આરામ રે. ૭ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy