SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શીલવતી મહાસતીઓ કયારે ય વિચલિત મનવાળી થતી નથી. હે શેઠ! તમારો વિનાશકાળ નજીક દેખાય છે. તેથી આવી અવળી બુદ્ધિ સુઝી છે. ‘‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’” આ દુર્બુદ્ધિએ તમારી ખાનાખરાબી કરી નાંખી છે. ખરેખર! હવે ખબર પડી કે તમારો ફીટણકાળ નજીક આવી ગયો લાગે છે. વળી સતી આગળ બોલે છે. દુહો-લંકાનો રાવણરાય, ત્રણ ખંડનો અધિપતિ, જેના લલાટે ૧૦૮ પ્રકારની બુદ્ધિ ભરેલી છે છતાં સીતાના હરણથી લંકાના ફીટણકાળે રાવણની એક પણ બુદ્ધિ તેમજ એક પણ વિદ્યા કામ ન આવી. રાવણને કોઇ ન બચાવી શક્યું. ન સતીની વાત સાંભળી શેઠ કહેવા લાગ્યો, હે સ્વરુપવાન સુંદરી! આ સંસારમાં તું મારા મનની માલિકણ છે. બીજી જે કોઇ હોય તેને ત્યજી દીધી છે. મારા મનની ઇચ્છાઓ પૂરી કરવા માટે હે કામિની! મેં તને મારી સાથે વહાણમાં લીધી છે. હે, દેવી! તેં મને પિતા કહ્યો, ને મેં તને પુત્રી તરીકે તારી વાતનો સ્વીકાર કર્યો હતો. પણ તે વેળાએ અવસર ઉચિત તારી પ્રસ્તાવનાનો મેં સ્વીકાર કરી દીધો હતો. અવસર ઉચિત વર્તી લેતા જ આ જગમાં સુખી થવાય. માટે હે સુંદરી! પહેલા જે બોલ બોલ્યા તેને ભારવા વડે કરીને શું? વર્તમાનને જોઇને ચાલીએ તો મહાસુખ પામીએ. મારી વાતને દિલમાં ધારણ કરીને હૈયામાં ઉતાર. વળી જેની સાથે એક વાર મન મળી ગયું હોય, પ્રીતિ સાચી બંધાઇ ચૂકી હોય, તો તેને કેમ વિસરાઇ. માટે હે મોહિની! જે પ્રમાણે કહે તે પ્રમાણે કરતાં હે પ્યારી! હે મન વલ્લભા! આપણી પ્રીતિ ઘણી જ વધશે. માટે તું મારી સામે જો. સ્નેહથી સામું જો. હું તને ઝંખુ છું. મારી આ વાતનો સ્વીકાર કરી લે. પછી તને કયારેય દુઃખી નહીં થવા દઉં. તને સાતેય પ્રકારના સુખની લહાણ વરસાવી દઇશ. સમુદ્રમાં ઝંપાપાત અઢળક સંપતિનો માલિક, ભોગનો ભિખારી, ન કરવાના કાર્ય કરવા તૈયાર થયા છે. અત્યારે જે કોઇ શેઠને જુએ તે કહી શકે કે આજે શેઠની આંખમાં વાસનાના સાપોલિયા રમી રહ્યા છે. આંખ એ અંતઃકરણનો અરીસો છે. સુંદરીના રુપને દૂરથી ઊભેલો વાણિયો પી રહ્યો હતો. પણ તેને કયાં ખબર હતી કે. ફૂટેલા પાત્રમાં કયારેય અમૃત ટકી રહે નહિ. પળે પળે મોહનો નશો વધવા લાગ્યો. સતીના રુપમાં ક્ષાત્રધર્મની સાચી ખુમારી હતી. પવિત્ર નારી પર આક્રમણ કરતાં પાપી શેઠ પાછી પાની કરતો નથી. સુરસુંદરીને આતિથ્ય અને વૈભવોથી ખેંચવાના પ્રયાસો ઘણા કર્યા. એની સગવડતા સાચવવામાં કોઇ કમી ના રાખી. સેવામાં દાસદાસીઓ પણ ઘણા મૂકી દીધાં છે. પોતાના જ વહાણમાં સતીને રહેવામાટે અલાયદો સુસજિજત મોટો એક ખંડ કાઢી આપ્યો હતો. અહીંયા રહેતી સતી એ પોતાના સ્વામી અમરકુમારને સંભાતી શ્રી જિનેશ્વર ભગવાનનું સ્મરણ શરુ કર્યું છે. ભોગના ભિખારી શેઠે ધીર્મ ધીમે આવનજાવન વધારી દીધું છે. શેઠ આવે ત્યારે સતી સખત સાવધાન થઇ જતી. એટલે ચિંતા કરતી શીલની, અમરને યાદ કરતી, ભૂતકાળમાં ઓ નિષ્ઠુર અમર! તમને આ શું સૂઝયું? તમારા સુરની શી દશા થશે? એ પણ વિચાર્યું નહીં. કિશોરાવસ્થામાં બોલાયેલા મારા એ શબ્દો આટલા બધા સ્નેહ ધોધથી ય ન ધોવાયા. વળી પોતાનો ભૂતકાળ ભૂલી અને વર્તમાનમાં આવી ગઇ. શેઠના બોલાયેલા શબ્દોથી સમજી ગઇ. હવે આ શેઠ મારી લાજ લૂંટશે. મારા શીલને ચૂંથી નાંખશે. હવે શું કરવું? વળી પરમાત્માના ધ્યાનમાં લાગી. વળી પૂર્વકૃત કર્મની આકરી સજાએ સુરને આછી કંપારી આવી ગઇ. ખરેખર! સંસાર સ્વાર્થથી ભરેલો છે. કોઇ કોઇનું યે નથી. મારા સ્વામી જ મારા ન રહ્યા, તો કોણ મારું થવાનું? આ સંસારમાં શીલ વિનાના માણસોને આંકડાના ફુલસમા કહ્યા છે. આ ફુલની કંઇ જ કિંમત નથી. તેમ તેવા માણસની કિંમત કંઇ જ નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે આ ભવ અને પરભવમાં શીલના પ્રભાવે સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે. ઉપવનમાં રહેલા ગુલાબ મોગરો વગેરેની કિંનત છે. કારણ કે આ પુષ્પો સુગંધીદાર છે. તેની પાસે સહુ કોઇ જાય મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૮૨
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy