________________
છે. શીલવંત માણસો ગુલાબ મોગરા જેવા હોય છે. સુરસુંદરી વિચારી રહી છે. આ પાપી શેઠ મારા રુપે મોહ્યો છે. રૂપ પાછળ પાગલ થયેલો મને સહારો આપીને વહાણમાં સાથે લઇ આવ્યો છે પણ પ્રાણના ભોગે મારા શીલને આંચ તો નહિ જ આવવા દઉં. તે કારણે આ સમુદ્રમાં ઝંપાપાત કરીશ. શીયળ સાચવવા જતાં પ્રાણની આહુતિ આપીશ. હે શાસનદેવ! મને સહાય કરજો.
પાપી શેઠથી બચવા કાજ, સતી કરે સમુદ્રમાં ઝંપાપાત
(મહાસતી થ્રી સુરસુંદરીનો રાસ
૮૩