________________
તૈયાર થઈને પરમાત્માની પૂજા કરવા ગયા. આવા પરમસુખના દિવસોમાં પણ પરમાત્માની ત્રિકાળ પૂજા કરે છે. કયારેય પ્રભુની ભકિત ભૂલ્યા નથી. ત્યારબાદ ગુણમંજરીને લઇને સુરસુંદરી પિતાને મળવા રાજમહેલે ગઈ.
પ્રવાસની અવનવી વાતો કરતો અમરકુમાર માતાપિતા પાસે બેઠો છે. પોતાના પાપનો એકરાર પિતા સમક્ષ કર્યો. પ્રવાસની વાતો કરી. સુરસુંદરીની ચાતુરી, નવકારમંત્રની શ્રદ્ધા, શિયળની અડગતા, વગેરે ઘણી ઘણી વાતો કરી. માતાપિતાને હર્ષ ને દુઃખ બને થયાં. પિતાએ કહ્યું- ભાઈ! જીવન એ તો સાહસનું સંગ્રામ છે. પરંતુ તેમાં કુવિચાર પ્રવેશે છે તો તે કલહસ્થાન બની જાય છે. બેટા! તારો ગુનો તો મોટો કહેવાય. તું જયારે નિર્દોષ ભાવે કબૂલાત કરે છે તેથી ગુનો ક્ષમ્ય બની જાય છે. પાપની કબૂલાત કરવાથી પાપ સળગી જાય છે. પાપ છૂપાવવાથી ઘણાં દુ:ખ ઊભા થાય છે. દીકરા! જીવન ક્ષેત્રે પગલે પગલે પત્થર પડયા છે. વિચારીને પગ મૂકવો. બેટા! તારું કલ્યાણ થાઓ. અમરે માતાપિતાના ચરણે માથું મૂકયું. અને અશુપાતથી ચરણનું પ્રક્ષાલન કર્યું. માતપિતાની આંખો પણ સજળ બની. પ્રવાસની બીજી પણ અવનવી વાતો કરી રહ્યા છે. તેવામાં સુરસુંદરી ગુણમંજરીને લઇને પિતાને ત્યાંથી આવી ગઈ. સૌ ભેગાં થયાં છે. આનંદની છોળો ઉછળી રહી છે.
હવે અમરકુમાર પોતાની પત્નીઓ સાથે દરરોજ પરમાત્માની પૂજા કરે છે. આરાધનામાં વધુ ઉદ્યમશીલ બનવા લાગ્યા. સાંસારિક કાર્યો પણ સંભાળી લીધાં છે. વળી પોતાના સાધર્મિકને ભૂલતો નથી. સ્વામીવત્સલ્ય ભકિતપૂર્વક કરે છે. આ રીતે પરમાત્માએ કહેલા આવશ્યક ક્રિયા સહ બીજા પણ ધર્મ અનુષ્ઠાનોને કરે છે. અને કલિમય પાપને પખાળે છે. ધર્મને સમજયા પછી સમજુ જીવો ભૌતિક સુખમાં રમતાં નથી. મળેલી લક્ષ્મીનો શુભકાર્યમાં વાપરે છે. શ્રી જિનેશ્વર ભગવાનની ત્રિકાળ ભકિત કરે છે. ગુરુભકિત કરે છે. શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમા ભરાવે છે. નવાં જિનમંદિરો બંધાવે છે. જૂના જિનમંદિરનો ઉદ્ધાર કરાવે છે. મોટા આડંબરપૂર્વક, મહામહોત્સવ સાથે શ્રી જિનેશ્વર પરમાત્માની પ્રાણપ્રતિષ્ઠા કરાવે છે. જિનપ્રસાદો કંચનમય બનાવ્યા છે, જે પ્રાસાદો સ્વર્ગની સાથે વાદ કરતાં હોય તેવા શોભી રહયા છે.
ચરિત્રનાયિકા મહાસતી સુરસુંદરી પોતાના પરમ ઉપકારી શ્રી નવકાર મહામંત્રને કયારેય ભૂલતી નથી. નિયમને પાળતી થકી વધુને વધુ જાપમાં તન્મય બને છે. પોતાની આરાધનાની સાથે સાથે મુનિભગવંતોને દાન( સુપાત્ર દાન) આપે છે. આંગણે આવેલા કોઇ પણ પાછા જતાં નથી. સતી કંઇને કંઇ પણ આપીને સંતોષતી હતી.
દ”કારના લાભ કેટલા! પુણ્યયોગે મળેલી લક્ષ્મીને જે આપે છે લક્ષ્મીનું દાન દે, દેવરાવે, દેતાં હોય તેમાં સહકાર આપે તો તે ‘દ'કાર શ્રેષ્ઠ દેવલોક આપે છે. અર્થાત્ તે માણસને દેવલોકમાં સ્થાન મળે છે. નિશ્ચયથી તે દાતા દેવલોકને મેળવે છે.
તો..નકાર” શું કરે? લક્ષ્મી ઘણી હોય પણ પોતાના પૂર્વના કર્મને અનુસાર તેની પાસે કોઇ માંગવા આવે તો શું કહે:“ના” મારી પાસે નથી. જા આપવાનો નથી. આંગણે આવેલાને અનુકંપાથી પણ ન આપે. તો સુપાત્રે લાભ કયાંથી લઇ શકે? તે માણસ લક્ષ્મીવાન હોવા છતાં પણ “નકાર’ નરકે લઇ જાય છે. નિશ્ચયથી નકારને ભણતાં નરકમાં સ્થાન મેળવે છે.
આવા અવગુણોથી દૂર રહેતાં દંપતી પોતાના દિવસો આનંદમાં પસાર કરે છે. બંને સુંદરીઓ કોઇકવાર પોતાની સખીયોની સાથે વન ઉદ્યાનમાં રમત-ગમત કરવા, ફરવા માટે જાય છે. કોઇવાર અમરકુમાર પોતાની પત્નીઓ સાથે ક્રીડા કરવા બગીચામાં જાય છે. માત-પિતાની સાથે પણ દરરોજ વિનય વિવેકથી ધર્મની ચર્ચા કરતાં હોય છે. આ રીતે સ્વર્ગના દેવીની પેઠે સંસારના સુખોને સ્વામી સાથે ભોગવતી થકી રહી છે. પુણ્યશાળી જીવોને સંસારમાં સુખમાં સમય કેટલો જાય છે! તે ખબર પડતી નથી. દુઃખીયાના દિવસો દુઃખમાં જાય છે. પણ તે દિવસો વનમાં લાગેલા દાવાનળની ઝાળ સરખા
(મહાસતી શ્રી સુરસુંદરીનો રસ)