SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ અમરની મા તથા મહારાણી રતિસુંદરીએ સર્વને વધાવ્યા. નગરશેઠ અને મહારાજાએ પુષ્પહાર પહેરાવ્યા. રાજાની આજ્ઞાથી નગરમાં શોભા થઇ હતી. નગરીના લોકો સામૈયામાં જવા તૈયાર થયા હતા. અમર-સુરસુંદરીના આગમનથી લોકોના હૈયા હિલોળે ચડ્યા હતા. ચંપાનગરી સાક્ષાત્ સ્વર્ગપુરી બની હતી. શેરીએ શેરીએ પંચવર્ણોના પુષ્પોના પગર ભરાવ્યા હતા. અમૂલ્ય ધૂપથી રસ્તે રસ્તે સુંગંધી ધૂપ ઘટા વહી રહી હતી. રાજસેવકોએ નગરીને સાફ કરીને સ્વચ્છ બનાવી દીધી હતી. કાદવ-કચરા આદિને પણ દૂર કર્યા હતા. ઘર, હવેલી, હાટ, દુકાનોને પણ અવનવી શણગારી હતી. શેરીએ ચાર રસ્તા જયાં ઊંચી નીચી એવી વિષમ ધરતીને સરખી કરાવી તેની ઉપર જલ છંટાવતા હતા. સામૈયાના સાજમાં અમરકુમારને જોવા નગરનારીઓ પોત-પોતાના ઘરના ગોખલે બેસીને શણગાર સજી રહી છે. શણગાર સજીને તૈયાર થયેલી નારીઓ કેવી લાગતી હતી? સાક્ષાત્ દેવલોકમાંથી દેવીઓ અહીં ચંપાપુરીમાં આવીને બેઠી હોય એવું ભાસતુ હતું. સામૈયાની તડામાર તૈયારી થઇ ગઇ. દરિયાકિનારેથી સામૈયું શરુ થયું. વાજતે ગાજતે નગર તરફ આવી રહ્યું છે. રથમાં બેઠેલી સૌભાગ્યવંતી નારીઓ ધવલ મંગલ ગીતો ગાઈ રહી છે. સામૈયામાં સામેલ પ્રજા બિરુદાવલી બોલી રહયા છે. જેના હૈયામાં આનંદનો પાર નથી તેવી સુંદરીઓ માથે બેડાં લઈને ઉલ્લાસભેર ચાલી રહી છે. કેટલીક નાની બાલિકાઓ હર્ષથી મોભડે વધાવે છે. લલાટે સિંદુર લગાડેલા, મદ ભરેલા હાથીઓ મલપતા મલપતા ચાલી રહ્યા છે. જાતવાન તેજવંત ઘોડાઓને નચાવતા અસવારો ચાલે છે. ત્યારપછી જુદા જુદા પ્રકારના વાજિંત્ર વાગતા હતા. કુમાર અને સતીને લઇને સામૈયું રાજમાર્ગ ઉપરથી જઈ રહ્યું છે. ઘર ઘર મંગળ સ્થંભ પાસે ઊભેલી સ્ત્રીઓ સતી અને કુમારને વધાવે છે. નગરમાં બાંધેલી ધજા અને પતાકાઓ આવકાર આપી રહયા છે. રથ, પાલખી, ચકડોલના ઘૂઘરાઓ પણ અવાજ કરતા સ્વાગત કરી રહયા છે. સાજન માજનથી પરિવરેલો કુમાર અને સતી ગુણમંજરી સાથે મોટા આડંબરપૂર્વક જય જય આદિ શબ્દોને સાંભળતા નગર પ્રવેશ થયો. વાજતે ગાજતે ઉલ્લાસ ધ્વનિ સાથે સર્વ યાત્રીઓ રાજદરબારે આવ્યા. સુખાસન પર બેઠેલા સુરસુંદરી અને ગુણમંજરી પોતાના સ્વામીને નિહાળતી. નગરના લોકોની હજારો આંખે જોવાતા દંપતી રા ૪દરબારે આવ્યા. રાજદરબાર ભરાયો. અમરની આગળ કેટલાક પુરજનો ભેટો મૂકતાં હતા. પુરવાસીઓ અંદરોઅંદર બોલી રહયા છે કે જુઓ તો ખરા! પૂર્વના સુકૃતનું ફળ કેવું? દંપતી દેવલોકના સુખ કરતાં ઘણાં સુખી દેખાય છે. પુણ્યના ફળ ભોગવી રહયા છે. સુકૃતનું ફળ આજે આપણને આંખ સામે દેખાય છે. બજારમાં, ચટા માં, શેરીઓમાં થઈને સામૈયુ રાજદરબારે પહોંચી ગયું. પાછળ સુકૃતની અનુમોદનાની મહેક ઉછળી રહી છે. માર્ગમાં આવતાં અમર અને સુંદરીએ યાચકવર્ગોને દાન આપ્યું. આપી આપીને સૌના હૃદયના આશીર્વાદ મેળવ્યા હતા. સર્વના સ્વાગતને ઝીલતા, જુહારને ઝીલતા. પ્રતિ જુહારે આપતાં, સભા તે વેળાએ વિસર્જન થઇ. દંપતીને જોતાં જોતાં નગરજનો છૂટા પડ્યા. ત્યારબાદ અમર, સુરસુંદરી અને ગુણમંજરી બંને સ્ત્રીઓને લઇને પોતાના ઘરે આવ્યો. માતપિતાને પગે લાગ્યા. કુશળતાના સમાચાર પૂછી રહેલા મા-પિતા દીકરાને જોઇ રહયા છે. ગુણિયલ વહુને પણ આશીર્વાદ દીધા. સુરસુંદરી માતાને ગુણમંજરીની ઓળખાણ કરાવતાં કહે છે કે મા! આ તમારા દીકરાની વહુ. ધનવતીએ કહ્યું- સુર! તું પણ ખરીને! હા! મા! હું તો જુની થઇ ગઇ. મને તો જોઇ છે? આ નવી વહુ લાવ્યા તેની વધામણી આપુ ને' સ્વજનો સૈ હસી પડ્યા. આનંદ કિલ્લોલ હવેલીમાં ઉછળી રહયા છે. કહ્યું છે જે દિન સ્વજન વર્ગ ભેગો થાય. તે દિવસ સુપ્રભાત તો સુખ અને આનંદ કહેવાય છે. આનંદની છોળો ઉછળી રહી છે. આપ્તજનો પણ આનંદ પામ્યા છે. હવે અમરકુમાર સુરસુંદરી-ગુણમંજરી પોત પોતાના ખંડમાં ગયા. સૌને પરમાત્માની પૂજા કરવા જવું છે. ત્રણેય (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy