________________
ત્રાસનો અનુભવ થાય. તે આ પાંચ દાનના દુષણ છે. તો દાન કેવી રીતે આપવું? દાન આપવાનાં પાંચ ભૂષણ કહ્યાં છેદાન આપતી વખતે આનંદના અશ્રુ આવે. શરીરમાં રોમાંચ થાય. (વાંડા ઉભા થઇ જાય.) સુપાત્ર પ્રત્યે આંતરિક બહુમાન હોય વળી આદર સત્કાર ઘણો હોય. પ્રિય વચન બોલવાપૂર્વક આપે. દાન આપ્યા પછી વારંવાર મેં આ સુંદર કાર્ય કર્યું. આ સુકૃતની અનુમોદના કરે. આ રીતે દાન દાનધર્મ જગતમાં મહાન છે.
વળી શીલધર્મનો પણ મહિમા અપરંપાર છે. ત્રણ યોગથી પળાતા શીયળના પ્રભાવે જીવ સુખસંપત્તિ મેળવે છે. શીલધર્મ પણ મહાન છે. શીલવતી સ્ત્રીઓ તથા શીયળવંત પુરુષોને દેવો નમસ્કાર કરે છે. શીયળવ્રત ઉપર બત્રીસ ઉપમા આપવામાં આવી છે. ૪૫ આગમોમાં પ્રથમ અગિયાર અંગ જે કહ્યા છે તેમાં દસમું અંગ જે છે તેમાં બત્રીસ ઉપમા અને તે અંગેની ઘણી વિચારણાપૂર્વક વાતો લખી છે. માટે હે ભવ્યો જીવનમાં શીયળવ્રતને ધારણ કરજો.
તપ ધર્મની પણ આરાધના કરવી જોઇએ. પરમાત્માએ બાર પ્રકારે તપ ધર્મ કહ્યો છે. કર્મ રુપી બંધન (લાકડા)ને બાળવા માટે તપ એ અગ્નિ સમાન છે. કર્મને તપાવે છે. માટે(વ્યુત્પત્તિ અર્થથી) તેને તપ કહ્યું છે. તપથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મીઠા વિનાની રસોઇ ફીકકી લાગે છે. તેમ ભાવ વિનાના દાન-તપ-શીયળ ધર્મ ફિકકાં છે. પ્રથમના ત્રણ ધર્મની આરાધનામાં ભાવ-ધર્મ ભળે તો જ સફળ પ્રાણી સંપૂર્ણ ફળને મેળવી શકે છે. (કોઈ વેશ્યા) પાડોશણને ત્યાં ધનની વૃષ્ટિ થતી જોઇને મુનિને દાન આપે છે. પણ ફેર મોટો હતો. પાડોશણના હૈયામાં ભાવોલ્લાસ ઘણા હતા. તે ભાવોલ્લાસ વેશ્યાને ન હતા. ભાવ વિના (દાન વૃષ્ટિ જોઇને) કરાતા દાનથી પાડોશી (વેશ્યાને ઘેર) ના ઘરમાં ધનની વૃષ્ટિ ન થઈ. ભાવ વિનાનો ધર્મ કષ્ટદાયી બની જાય છે.
ભરત મહારાજા વિગેરેએ ભાવધર્મથી કર્મનો નાશ કર્યો અને ઝળહળતું કેવલજ્ઞાન મેળવ્યું. બાર પ્રકારની ભાવના જીવનમાં દરરોજ ભાવવી જોઇએ.(પ્રથમ અનિત્ય ભાવનાનું ભાવન કરે છે.) આખો સંસાર અનિત્ય છે. કુશ નામના ઘાસના અગ્રભાગ પર રહેલા જલબિંદુ- તથા આકાશમાં દેખાતા ઇન્દ્રધનુષ (સંધ્યાના નવ નવ રંગો.) જેમ ક્ષણમાં દેખાય છે. વળી ક્ષણમાં નાશ પામે છે. તેવી જ રીતે જગતના સર્વ પદાર્થો ક્ષણભંગુર છે. આ વન-ધન-સંપત્તિ એ સંધ્યાના વિચિત્ર રાગના વિલાસ જેવાં થોડોક સમય રહેનારાં છે. શરીર આયુષ્ય આ પણ અસ્થિર છે. હે ભવ્યજીવો! માટે તમે આ ભવથી ત્રાસ પામો, ભય પામો, ને ઉદ્વેગ પામો. સંસારની સર્વ સામગ્રી નાશવંત છે, અનિત્ય છે. તે થકી ધર્મબોધ પામો. દેવલોકમાં વસતા દેવોને ધનસંપત્તિને સુખનો પાર નથી. પણ જયારે પોતાનું આયુષ્ય છ માસનું બાકી રહે છે ત્યારે દેવોને ખાવા પ્રકારના ભાવો ઉત્પન્ન થાય છે. કલ્પવૃક્ષ તે કંપતાં દેખાય છે. ગળમાં રહેલી ફુલની માળા તે ગ્લાનિભાવને પામે છે, કરમાવવા લાગે છે. વળી પોતાની લક્ષ્મી તથા લજજા, નાશ પામે છે, નિંદ્રા આવે છે, કામનો અત્યંગ રાગ પેદા થાય છે, પોતાના અંગોની ભગ્નતા દેખાય છે. પોતાની દૃષ્ટિમાં બ્રાતિ (જે છે તે ન દેખાય, ન હોય
વે છે. દીન વાણી બોલે છે. આ પ્રકારે અનિત્યતા દેખાય છે. માટે હે પ્રાણીઓ! હંમેશાં અનિત્ય ભાવના ભાવતાં આ સંસારથી ઉદ્વિગ્નતાને પામો. - ૨. અશરણ ભાવના - સંસારમાં માતા- પિતા, પુત્ર- પુત્રી-સ્ત્રી આ બધાં મરણ સમયે શરણ થતાં નથી. મરણ વેળાએ ધર્મ વિના કોઈ શરણભૂત થતા નથી. પર્વતની ગૂફામાં જઇને વસો તો પણ મરણ તમને મૂકશે નહિ.
૩. સંસાર ભાવનાઃ- આ સંસારમાં જીવ ભમતા ભમતા કર્મરાજાના નચાવ્યા નાચતાં નવા નવા વેશને ધારણ કરે છે. કોઇક ભવમાં દેવ, કોઇક ભવમાં નારકી, કોઇક ભવમાં ધનવાન તો વળી કયારેક કોઇ ભવમાં દરિદ્રી, તો કોઈક ભવમાં કીડો કયારેક પતંગીયો, કયારેક કર્મરાજા રાજાના રુપમાં પણ બેસાડી દે છે. કયારેક રસ્તાનો ભિખારી પણ બનાવી છે. ક્યારેક રુપવાન, કયારે કદરુપો બનાવે છે. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)