________________
નવપદના ધ્યાનથી અને શિયળના પ્રભાવથી દંપતી મહાસુખ પામ્યા. હે ભવ્યજીવો. નવપદ રૂપ નમસ્કાર મહામંત્ર આપના સાચા સુખને અપાવનાર બન્યો છે.
આ પ્રમાણે ચોથા ખંડની સત્તરમી ઢાળમાં વીરવિજયજી મ.સા. કહે છે કે આ ઢાળના ચારિત્રને સાંભળનારા શ્રોતાજનો પણ સકલ કર્મનો ક્ષય કરી અવ્યાબાધ સુખને મેળવે.
ચતુર્થ ખંડે સત્તરમી ઢાળ સમાપ્ત
(દેહરા)
એ સુરસુંદરીની કથા, વ્યથા ભવાબ્ધિ નિવાર, ભવિયણ શ્રવણે સાંભળી, પામો ભવનો પાર. ૧ શીયલ ધરો ભવિ-પ્રાણીઆ, પરમેષ્ઠી નવકાર,
સમરો એક ચિત્ત કરી, કમલ-કર્ણિ કાકાર. ૨ ભાવાર્થ
અમરકુમાર-સરસુંદરી : સંસાર મળ્યો. ભોગ સામગ્રી મળી. પાંચે ઇન્દ્રિયોના ૨૩ વિષયો મળ્યા. ભોગવ્યા અને છોડી પણ જાણ્યા. પરમાત્માના શાન પામેલા આ પુણ્યાત્માઓએ કર્મપાશને તોડીને મહાસુખ મેળવ્યું.
આ મહાસતી સુરસુંદરીની વ્યથાને કહેતી આ કથા ચરિત્ર કેવું છે? ભવ સમુદ્રનું નિવારણ કરે છે. જે ભવ્યજીવો આ કથાને સાંભળે છે તે ભવનો પાર પામે છે.
હે ભવ્યપ્રાણી! આ કથાનો મહિમા શીયળ ઉપર તથા નમસ્કાર મહામંત્રની ઉપર છે. ૧૦૮ નવકારનો જાપ કરવાના નિયમે મહાસતીને સંકટોમાંથી બચાવી, પંચ પરમેષ્ઠીની આરાધનાથી તથા શીયળ વ્રતના પ્રભાવથી સુખ સામગ્રીને પામી. આ અને વેશપરિવર્તનના રૂપમાં રાજકન્યા સાથે રાજયને પણ મેળવ્યું. બાહ્ય સાહ્યબીની વાત થઈ. વળી સતીને આ સુંદરતર આરાધનાથી અત્યંતરલક્ષ્મીની પ્રાપ્તિ થઈ છે. તો મહામંત્રને હૃદયમાં કમલકર્ણિકાકારે સ્થાપન કરી શુધ્ધ ભાવથી એકાગ્ર ચિત્તથી સ્મરણ કરો તો તમારા સંસારનો મહાસતીની જેમ ઉરદ થશે. અને અવ્યાબાધ અનંત સુખની પ્રાપ્તિ થશે.
ઢાળ- અઢારમી
(કળશ) (ગાયો ગાયો રે મહાવીર જિનેસર ગાયો - એ દેશી.) ગાવો ગાવો રે સુરસુંદરીના ગુણ ગાવો, મોતીય થાલ ભરી ભરી ભવિયાં,
સતી ગુણ ગાઈ વધાવો રે. સરસુંદરી. ૧ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)