________________
વિકથા વાતે નિરર્થક પ્રાણી, નરભવ કાંઇ ગમાવો; સતી ગુણ ગાવો હર્ષ ભરાવો, જિમ સુખ સંપત્તિ પાવો રે. સુ. ૨ શ્રી નવપદનો મહિમા મોટો, સુરમાં ઇન્દ્ર કહાવો, શૈલગણે જિમ સુરગિરિ મોટો, તરૂમાં સુરતરૂ પાવો રે. સું. ૩ તિમ નવપદ ગુરુમંત્ર સયલમાં, હૃદય-કમલમાં લાવો; આતમ અનુભવ ભાવ જગાવો, પાપ સમસ્ત હરાવો રે.સું. ૪ સંત સુલાયક શિવસુખ દાયક, ગાયક ભવજલ નાવો; પંચ પરમેષ્ઠી સમરણ શુધ્ધ,પંચમ ગતિએ સધાવો રે. સું. ૫ નવપદ સંપદ આઠ સુહાવો, સાત ગુરુમ્બર ઠાવો; ઇંગ સદ્ધિ અક્ષર લહુ કહીએ, તે નવપદ ચિત્ત લાવો રે. સું. ૬ સર્વ મલી અડસઠિ મણિમાલા, સંત સુકંઠેઠાવો; ગુરુમુખ કરી ઉપધાનની કિરિયા, નવપદ શુધ્ધ કરાવો રે. સું. ૭ સુરસુંદરીનો રાસ સુણીને, સજ્જન સમચિત લાવો
રાગ દ્વેષ વાયસ ઉડાવો, જો હોય શિવપુર જાવો રે. સં. ૮ ભાવાર્થ:
હે ભવ્યપ્રાણીઓ! મહાસતી સુરસુંદરીના ગુણને સૈ ગાવો અને ગવરાવો. મહાસતીના ચરિત્રને સાંભળીને ગુણના અનુરાગી બનો. વળી મોતીની થાળ ભરીને સતીના ગુણો ગાઇને મોતીડે વધાવો.
હે પ્રાણીઓ! જીવનમાં કયારેય પણ નિરર્થક વિકથાની વાતો કરશો નહિ. નિંદા વિકથામાં ઘણો કાળ ગુમાવ્યો. હવે આ મળેલો માનવભવ એળે ગુમાવો નહિ. ગુણગ્રાહી દૃષ્ટિ કેળવીને સતીના ગુણો હર્ષપૂર્વક ગાઇને સતીની જેમ સુખસંપત્તિને મેળવો.
શ્રી નવપદનો મહિમા ઘણો મોટો રહેલો છે. શાશ્વત મહામંત્રના મહિમાને અરિહંત પરમાત્માએ સ્વમુખે ગાયો છે. વળી દેવોમાં ઇન્દ્ર મોટો કહેવાય છે. સઘળા પર્વતોમાં મેરુપર્વત મોટો છે. વૃક્ષોમાં કલ્પવૃક્ષ શ્રેષ્ઠ કહેવાય છે. તેવી રીતે સઘળા મંત્રોમાં ગુરુસ્થાને(મોટો) મહામંત્રશ્રી નવકાર” મંત્ર રહેલો છે.
મંત્રના પ્રભાવે દુઃખીઓના દુઃખો દૂર થયા છે. અપુત્રીયાને પુત્રની પ્રપ્તિ થઈ છે. નિર્ધનયાને ધન મળ્યું છે. જગતમાં સારભૂત નવકારમંત્રને હૃદય-કમલમાં સ્થાપન કરો. અને આત્મામાં અનુભવ ભાવને જગાવો. પૂર્વ સંચિત પાપોને ખપાવી દ્યો.
વળી આ મહામંત્ર મહાનસંત છે, સુલાયક છે, શિવસુખદાયક ને ત્રાયક પણ છે. ભવરૂપી સમુદ્રમાં નાવ સમાન છે. જે મહાભાગ્યશાળી આ પંચ પરમેષ્ઠીનું મન વચન કાયાના વિશુધ્ધ ભાવે આરાધના કરે છે તેઓ સકળ કર્મક્ષય કરીને, ચારગતિ ભ્રમણમાંથી છૂટી પંચમી ગતિ જે મોક્ષ છે તેને મેળવે છે.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૩િ૨૪