________________
આ મહામંત્રની આરાધનાથી કંઇક આત્માઓ મોક્ષે પહોંચ્યા છે. મહાપુરુષોના ગ્રંથોમાં પણ જોવા મળે છે. જેમ કે અમરકુમા૨, શ્રેણિકના દરબારે નવકારમંત્રના જાપથી અગ્નિકુંડને બદલે પાણીનો કુંડ બની ગયો. સતી સુભદ્રાએ કાચા તાંતણે કૂવામાંથી પ્રાણી ખેંચ્યું. શ્રીમતીએ ઘડામાંથી ફૂલની માળા બહાર કાઢી. શૂળીને માંચડે ચઢેલા સુદર્શન શેઠને સિંહાસન મળ્યું. આ દૃષ્ટાંત પ્રચલિત છે. આવા કંઇક દૃષ્ટાંત શાસ્ત્રમાં આવે છે. આત્મકલ્યાણની ભાવના હોય તો બીજા મંત્રોને ભજવા છોડી દઇને આ મંત્રને શરણે આવો. કલ્યાણ થઇ જશે.
શ્રી નવકાર મહામંત્રના નવપદ છે. આઠ સંપદા છે. સાત ગુરુ અક્ષરો રહેલા છે. એકસઠ લઘુ અક્ષરો છે. સર્વ મળીને અડસઠ અક્ષરો થાય છે. ખરેખર! નવપદમાં અડસઠ અક્ષર તે તો અડસઠ તીર્થના સારભૂત રહેલા છે. આ અડસઠ અક્ષર રૂપ મણિઓની માળા બનાવી ભાવથી કંઠમાં લગાવો, જેથી કલ્યાણ થાય.
વળી જૈનકુળમાં જન્મતા સાથે જ શ્રી નવકાર મળ્યો છે. ગુરુ નિશ્રાએ ઉપધાન ક૨વા વડે કરીને વિધિપૂર્વક નવકારમંત્રની વાચના મેળવી અનુજ્ઞાપૂર્વક અધિકા૨ી બનો.
હે સજ્જનો! મહાસતી સુસુંદરીના રાસને સાંભળીને સમતાને સાધો. રાગ દ્વેષ રૂપ કાગડાને દૂર કરીને વેગપૂર્વક શિવલક્ષ્મીને મેળવો. મહાસતી સુરસુંદરીનો રાસ સમાપ્ત.
ચતુર્થ ખંડે અઢારમી ઢાળ સમાપ્ત
ઢાળ- ઓગણિસમી
(પ્રશસ્તિ)
(વીર જિણંદ જગત ઉપગારી- એ દેશી)
તપગચ્છ કાનન કલ્પતરુપમ, હીર વિજયસૂરિ રાયાજી, હિંસક અકબર જસ ઉવએસે, જીવ અમાર પલાયાજી. ૧ તાસ પટ્ટપૂર્વાચલ સવિતા, વિજયસેન ગુણધારીજી, વિજય દેવસૂરી સૂરિમંત્રે, તેજ પ્રતાપ ઉદારીજી. ૨ મિથ્યાત્વી ગજ સિંહ સમાના, વિજયો સિંહસૂરૌંદાજી, જિનશાસન જયકાર સૂરીશ્વર, 'ભવિ-કજ વિકસિત ચંદાજી. ૩ તાસ શિષ્ય વૈરાગ્ય વિલેપિત, સત્યવચન ગુણગેહાજી, સત્યવિજય જયમાલ જગતવર, લક્ષણ લક્ષિત દેહાજી. ૪ કપૂર સમુજ્જલ જસ તનુ શોભિત, કપૂર વિજય નિરીહોજી, નાણ વિજ્ઞાણ પ્રમાણ અલંકૃત, વાદિમતંગજ સિંહોજી. ૫ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
(૩૨૫