________________
બહણ સ્વીકાર
આ ગ્રંથાનુવાદમાં અથેતિ, પૂજ્ય ગુરૂવર્યોની નેહ નીતરતી કૃપા વરસી.. તે.... જીવનની મૂડી સમા આશીષોની અમીવર્ષામાં હૈયું ભીંજાય છે..
આસનોપકારી સ્વ.પૂ.ગુરૂદેવ સૂર્યપ્રભાશ્રીજી મ. સાહેબે હયાતીમાં સતત પ્રેરણા આપી અને સ્વર્ગગમન બાદ દિવ્યાશિષ વરસાવી કાર્ય સમાપ્તિમાં અદશ્ય સહાય કરી છે. હૃદયસ્થ ગુરૂદેવ સ્વર્ગસ્થ થયા પણ હૃદય સિંહાસન પર અવિચલ સ્થાન ધરાવતાં ગૂરૂદેવની હું સદાને માટે ઋણી છું.
અલભ્ય એવા મૂળ રાસ ગ્રંથ દાત્રી શ્રી રમણબેન કેશરીચંદ કાપડીયાને આ પ્રસંગે યાદ કરું છું... વળી. રાસની ગાથાઓમાં કઠીન શબ્દોનું અર્થઘટન કરી આપનાર સહાયિકા સહાધ્યાયી પૂ. બાપજી મ.સા.ના સમુદાયના ભદ્રજ્ઞાશ્રીજી મ.સા.નો મારા પર ઉપકાર છે.
અન્ય સામગ્રી સહાયકો છાપરીયાશેરી મોટા ઉપાશ્રયના ટ્રસ્ટી શ્રી રોહિતભાઈ ફુલચંદભાઈ શાહ તથા વીણાબેન સનતકુમાર શાહનો પણ આમાં મહત્વનો ફાળો છે.
અનુવાદનું પ્રથમ વાંચન, સુધારો, વધારો ખંતથી કરી આપનાર પ્રોફેસર બી.ટી. પરમાર, નાનપુરા અઠવાગેટ તેમજ છાપરીયા શેરીના અ.સૌ. ભાનુમતીબેન અમૃતલાલ વકીલ, અ.સૌ. રૂપલ રાકેશકુમાર શાહ, અ.સૌ. લત્તાબેન પ્રસન્નચંદ્ર, અ.સૌ. દીપ્તિ હેમંતકુમાર શાહ આ સર્વ સહાયકને આ પ્રસંગે હું કેમ
ભૂલું?
પ્રસન્ન મને તત્કાલ ઝેરોક્ષનું કામ કરી આપનાર જયશ્રીબેન મહેશભાઇ – મહીધરપુરા, વીણાબેન હર્ષદભાઈ શાહે ગોળ શેરી વાળાએ મને આ રીતે સહાય કરી છે.
કાળજીપૂર્વક પ્રફુ રીડીંગ કરી આપનાર શ્રીયુત પ્રા. પ્રવિણભાઈ એમ. પાસવાળા (નિવૃત્ત પ્રાધ્યાપક, નવયુગ સાયન્સ કોલેજ)નો આ પ્રસંગે હું આભાર માનું છું. '
કથાના આધારે ચિત્રો તૈયાર કરી આપનાર કુમારી હીનાબેન અરૂણભાઇ શ્રોફ તથા ભામિનીબેન પ્રવિણભાઈ શાહ આ બંને બેનોએ પુસ્તકની શોભા વધારી દીધી છે.
આ ગ્રંથાનુવાદ છાપવાનું માથે લઈ મને તેની ચિંતામાંથી મુક્ત કરવા માટે શ્રી જૈનાનંદ પ્રિન્ટીંગ પ્રેસવાળા ભૂપેન્દ્રભાઇ બદામીને ઋણ સ્વીકાર કરતી વેળાએ વિસરી શકું તેમ નથી!
- સા. જીતકલ્પાશ્રીજી
૨૦