SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ નૃપગાંધી પિન-નર પારધી, ધૂર્તિ પ્રાણ વેશ્યા જાણીએ જો. પીડા પરની ચિત્ત નવિ લહે, તસ્કર ને વૈધ વખાણીએ જો. વા. ૧૦ નૃપ પુનરપિ પડહ વજાવતો, જે ઝાલે તસ્કર આગળો જો, રાજય અરધ કન્યા વળી, તસ દેશે નૃપ સહુ સાંભળો જો. વા. ૧૧ ગદર્ભ-ભયથી નવિ કો ગ્રહે, પડહો તવ આવી ઉતાવલો જો, પ્રણમી નૃપને બીડું ગ્રહે, માંડવિયો વિમલજસ એકલો જો. વા. ૧૨ છબી પડહ વિમલજસ આવીયો, નિજ સૈધે ચાલી રસાલ છે જો, પુણ્ય શુભોદય વિસ્તર્યો, ખંડ ચોથે આઠમી ઢાળ છે જો. વા. ૧૩ ભાવાર્થ : ચર વિચારે છે કે મને પકડવા માટે નગરગખિકાએ સાહસ કરીને બીડું લીધું છે. હવે તેના આવાસે જવા માટે બુદ્ધિશાળી ચોર વૈદ્યરાજનું રુપ લઈને નીકળ્યો. સંધ્યાના સમયે કામલત્તા ગણિકાના વિશાળ એવા વિલાસ ભવન પાસે એક વૃદ્ધપણાના રુપમાં, છતાં સ્વરુપવાન વૈદ્યરાજ આવીને ઉભા છે. ભવનના દરવાજે એક કુબડી દારની કુલ્લી તલવારે ચોકી કરે છે. વૈદ્યરાજને જોઇને કહે છે. તમે કોણ છો? વૈદ્ય- હું વૈદ્યરાજ છું. હું આનર્ત દેશના પ્રખ્યાત વૈદ્યરાજ છું. આ નગરની પ્રશંસા સાંભળી અહીં થોડા દિવસ રહેવા આવ્યો છું. કુબડી દાસી કમરથી વળી ગઇ હતી. વળી બેડોળ અને કદરૂપી પણ હતી, વૈદ્યરાજ રૂપે ચોરે આ દાસીની કમ્મરે લાત મારી, પગના પ્રહારથી દાસી કમ્મરથી સીધી થઇ ગઇ. અને દેખાવડી સ્વરુપવાન થઇ ગઇ. અરિસામાં પોતાના રૂપને જોવા લાગી. વૈદ્યરાજને બારણા પાસે બેસાડીને દાસી ઉતાવળી ઉતાવળી કામલત્તા પાસે પહોંચી ગઇ. હે સ્વામિની! સાંભળો. આપણા ભવન પાસે પરદેશ થી કોઇ વૈદ્યરાજ આવ્યા છે. મંત્ર વિદ્યા આદિ કળાને જાણે છે. મારી સામે જુઓ. હું કેવી દેખાઉ છું? ગણિકા આ ચમત્કાર સાંભળી અને જોઈને કહેવા લાગી વૈદ્યરાજને જલ્દી અંદર લઇ આવ. આ પ્રમાણે દાસીને કહ્યું. દાસી વૈદ્યરાજને માનસહિત લઇ આવી. ગણિકાએ વૈદ્યરાજને આદર સહિત આસન બેસવા આપ્યું. પોતે પણ વૈદ્યના સામે બેઠી, ઘિરાજને કહેવા લાગી, તે વેધરાજ ! સાંભળો. હું આજે કોને મળવાની નથી. એમ મારી દાસીઓને ના પાડી. કારણકે મેં આજે ચોરને પકડવા બીડું લીધું છે. ચોરને મારે ત્યાં આવવાનો ખુલ્લો પડકાર કર્યો છે. પરંતુ આપ તો વિદ્યાવંત વૈદ્યરાજ છે. તેથી હું આપનો સત્કાર કરું છું. વૈદ્યરાજે આભાર માન્યો. ગણિકા કહે:- હે વૈદ્યરાજ શું તમે નવુ વન આપી શકો છો? મારું થવન ઓસરતું જાય છે. મારો ધંધો રૂપ અને યવન પર જ ચાલે છે. જો તમે મને મનોહર, પાતળી- તસ્રણ યુવાને એવી સ્વરુપવાન બનાવશો. તો હું તમને માંગ્યું ધન આપીશ. વૈદ્ય કહ્યું- હે દેવી! મારી પાસે અપૂર્વ કળા છે. ક્ષણવારમાં તું ઇચ્છે તેવું રુપ બનાવી આપું છું. ગણિકા કહે- કહો કયારે પ્રયોગ કરવો છે? વૈદ્યરાજ કહે :- આ સમય બરાબર છે. ઘડી ચોઘડિયું સારું છે. પણ તે માટે તારે અને મારે એકાંત ઓરડામાં જવું પડશે. આવા ચોગાનમાં પ્રયોગ ન થાય. દાસીઓ, આદિ સી માંત્રિક વૈદ્યરાજની વાતો સાંભળી રહી છે. વળી વૈદ્ય કહે :- મને તમારા ખાસ અંગત ઓર માં લઇ જાઓ. ગણિકાને રૂપ યવન મેળવવું હતું. તે લાલસાએ એ વૈદ્યને લઈને પોતાનો અલાયદો ઓરડો હતો ત્યાં લઈને ગઈ. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy