SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ આદરી જઇ રહ્નાદે દેવી, સ્મરવિવશ દુઃખ સહિ સુખ સેવી, લાલન! તિમિરારિ સુર-શ્રેણીમાં વડિયો, તે સરીખો પણ સ્ત્રી-વશ પડિયો, લાલની સ્ત્રી વશ પડિયો. ૧૪ ઇક વન - ગૌ તમ ઋષિ તપ કરતાં, નારી અહલ્યા સહ સુખ વરતા, લાલન! સહ સુખ વરતા; ઇન્દ્ર તે દેખી રુપ “વિલે વ્યો, નારી અહલ્યા સહ સુખ સેવ્યો, લાલન! સહ સુખ સેવ્યો. ૧૫ દેખી માર્કાર . રુપ નીકળતો, શાપ દીએ ઋષિ કોયે તે બળતો, લાલન! કોપે તે બળતો, ભગો સહસ્ત્ર ભવ તવ ઇન્દુ! મનાવ્યો મલી સુરવૃન્દ મુનીન્દ્ર, લાલન! વૃન્દ મુનીન્દ્ર. ૧૬ ને – સહસ્ત્ર તે નામ કરાવ્યું, નારી તણે વશે એ દુઃખ ભાવ્યું, લાલન! એ દુઃખ ભાવ્યું, ઇણિપરે ઋષિ તપસી સ્મર નડિયા, ચૂક્યા તપ ભવ-પાસમાં પડિયા, લાલન! પાસમાં પડિયા. ૧૭ જગ જનતા ઋષિ મૃગ સમ જાણો, ચક્રી સુરપતિ દ્વીપ વખાણો, લાલન! દ્વીપ વખાણો; કે શરી-સમ કંદર્પ કહાયો, અષ્ટાપદ-સમ જિન મુનિરાયો, લાલન! જિન મુનિરાયો. ૧૮ સુરસુંદરીને રાસ રસાલે, ત્રીજા ખંડની સાતમી ઢાળે, લાલન! સાતમી ઢાળે; જન્મ લહી જિણે કામ વિહાયા, ધન ધન તે વીર જનની એ જાયા, લાલન! જનની એ જાયા. ૧૯ ૧-બ્રહ્મા, ૨-ઈન્દ્રિાણી, ૩-શરમ, ૪-દેવલોકમાં, ૫-છોલતાં, ૬-બ્રહ્માએ, ૭-સૂર્ય, ૮-આસક્ત થયો. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy