SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જુઓ તો ખરા! બેન! પુણ્યાઇની શી વાત કરવી? કયાં રાજા ને કયાં કુબડો? રાજાને હવે દિન પ્રતિદિન કુબડા સાથે પ્રીતી વધવા લાગી. રાજા કુબડાને પોતાના પાસે રાખતાં, કુબડો પણ રાજા ના દિલને આનંદ ઉત્પન્ન થાય તેવા પ્રકારની ચેષ્ટાઓ કરતો. હોંશિયાર અને ચાલાક કુબડો રાજાને અનુકૂળ થઈ ને રહ્યો. કુબડાનું રૂપ કેવું? હાથ અને પગ ટૂંકા, ખૂંધ અને ડોક એક થઈ ગયા હોય એવા લાગતા હતા. વળી આ ઠીંગુજી પણ હતા. આવા કુબડાજીને જોતા લોકો પણ આશ્ચર્ય પામી આનંદ પામતા હતા. વળી લોકોના દિલને જીતવા અને રાજાને રંજન કરવા માટે કુબડો મધુરા ગીત ગાતો,સાથે જુદા જુદા ચાળાઓ પણ એવા કરતો જે જોઇને રાજા આનદ પામતો. ને કુબડા પ્રત્યે પ્રેમ ભાવનો વધારો કરતો. હવે કુ% તો રાજાનો જમણો હાથ બની ગયો છે. રાજયમાં જયાં જાય ત્યાં આંગળિયે સાથે સાથે કુલ્ક હોય જ. રાજાની સાથે રાજયસભમાં, રાજમહેલમાં, રાણીવાસમાં પણ જાય. “અતિ સર્વત્ર વર્જયેત્ ' રાજાની સાથે અતિશય પ્રીતી કારણે કરીને કુબડાની સાથે રાજ પરિવારને ગમતું નથી. પ્રધાનો વગેરેને પણ આ ઉભયની પ્રીતી રીતભાત ગમતા નથી. પણ શું કરે? સત્તા આગળ શાણપણ નકામુ છે. રાજાને કોઈ કહી શકતું નથી કે આ કુબડાની પ્રીત શી? અંતઃ પુરમાં રહેલી રાણીઓને પણ રાજા સાથે આવતો કુબડે ગમતો નથી. કોઇની હિંમત નથી કે રાજાને આ દોરતી તોડાવી શકે. એકદા રાજ્ય કારણ કરી રાજા અને મંત્રી મંત્રણાગૃહમાં મળ્યા છે. તો સાથે આ કુબડાભાઈ પણ હતાં. માણાગૃહમાં ગુપ્ત વિચારણા કે વાટાઘાટો કરવા માટે બંને ભેગા થતા હતા. મંત્રીશ્વર કુજને સાથે આવેલા જોઇને રાજાને કહેવા લાગ્યો. હે રાજન! છ કાને થયેલી વાત વિદ્યાતને પામે છે, નાશ પામે છે. માટે જે વાત કરવી છે, તે વાત માટે આપ વિચારો. વળતે રાજા કહેવા લાગ્યો-હે મંત્રીશ્વર! તમારી વાત સાચી છે. પણ આ મારો મિત્ર વિશ્વાસુ છે. માટે એનો બીજો કોઈ જ વાંધો નથી. તે છતાં મંત્રીશ્વર કહેવા લાગ્યા :- હે મહારાજા! આ અવસરે વાત કરવી ઉચિત નથી. આટલું કહી રાજાને પ્રણામ કરીને મંત્રીશ્વર પોતાના ઘરે ચાલ્યા ગયા. આ રીતે કુલ્થ રાજાની સાથે આનંદને ભોગવતો ઇચ્છા પ્રમાણે દ્રવ્ય વાપરતો એવો આ કુન્જનો ઘણો કાળ વીતી ગયો. ધીમે ઘીમે કરતાં રાજાની કૃપાથી કુ% મહાસુખને પામતો રાજાનો પડછાયો બની રહયો છે. એક દિવસ રાજસભામાં મંત્રતંત્ર જડી બુષ્ટિ આદિ વિદ્યાનો જાણકાર કોઈ યોગી પુરુષ આવ્યો. તેને જોઇને રાજાએ તેનો ઘણો આદર સત્કાર કર્યો.તથા અનેક પ્રકારની સેવા અને ભક્તિ કરી. રાજાની વિનયયુક્ત ભકિત જોઈને યોગીરાજ ઘણા ખુશ થયા. પ્રસન્ન થયેલ યોગી રાજાને એક મંત્ર આપે છે, જે મંત્રનું નામ “પરકાયા પ્રવેશ”. યોગીરાજ રાજાને આ મંત્ર ભણાવતા હતા. કુજે પણ આ મંત્ર ભણી લીધો. યોગી તો મંત્ર આપીને અન્ય સ્થળે ચાલ્યા ગયા.રાજા આ મંત્ર હંમેશા ભણે છે. કુલ્ક પણ મંત્રને અહર્નિશ ભણે છે. કુષે એકાંતમાં આ મંત્રને કંઠસ્થ કરવા લાગ્યો. રાજાને કુન્જ ઉપર અપાર પ્રેમ છે. વળી સંપૂર્ણ વિશ્વાસ પણ છે. વળી એક વખત રાજા અને કુજ બંને ફરવા ગયા. બંને એકલા છે. સાથે રાજયપરિવાર કે અન્ય કોઈ રસાલો નથી. વનમાં આમતેમ ફરતાં બંને જાતજાત ને ભાતભાતની વાતો કરતા ફરી રહ્યાં છે. તેમાં રાજાએ અને કુન્નુએ મૃતક જોયું. આ મૃતકની કાયા બ્રાહ્મણની હોય તેમ લાગ્યું. યોગીપુરુષે આપેલો મંત્ર કંઠસ્થ થઈ ગયો હતો. તે મંત્ર યાદ આવી જતાં કુન્જને કહેવા લાગ્યો. હે મિત્ર! યોગીરાજનો આપેલો મંત્ર, તે સાચો હશે કે ખોટો એમાં રાજાને સંદેહ છે. માટે આ મંત્રનો મૃતક દેહ ઉપર પ્રયોગ કરીએ. વળી હે કુન્જ! આ મંત્રનો મહિમા કેવો છે? એ પ્રત્યક્ષ જોઇએ. કુબ્ધ કહેવા લાગ્યો. આ જગત તો આવા મંત્રોતંત્રોથી ભરમાઇ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy