________________
એકદા શ્રીદત્ત પાઠ પોતાના મનની અંદરની છાની વાત પુરોહિત સુરદત્ત મિત્રને પૂછવા લાગ્યો. હું મિત્ર જો સ્ત્રી બરાબર ગુણવાન મળી હોય તો સાતે ય પ્રકારના સુખ સહજ ભોગવી શકાય છે. બાકી સંસારમાં સુખ મળતું નથી. મિત્રની વાત સાંભળી પુરોહિત કહેવા લાગ્યો, હે મિત્ર, તારી સ્ત્રી નિધન થઈ છે. તો હવે બીજી ગુણવાન એવી કન્યા સાથે લગ્નને કર, પણ તે અંગેની મારી વાત સાંભળ.
ઢાળ નવમી
[ઇ અવસર એક ડુંબનું રે આવ્યું ટોળું એક રે ચતુર નર. એદેશી] મિત્ર કહે સુણ શેઠજી રે, નારી છે અસમાન રે, ચતુર નર જગમાં ચાર પ્રકારની હોલાલ, પવિની હસ્તિની ચિત્રિણી રે, શંખિની નારી એ જાણ રે, ચતુ ભિન્ન ગતિમતિ ચારની હો લાલ, ૧ ગંધ કમલ સમ પદ્મિની રે, હસ્તિની મઘ સમાન રે, ચતુ. ઉત્કટ ગંધ તે ચિત્રિણી હો લાલ, ખારો ગંધ તે શંખિની રે, વળી નિસુણો ગુણવાન રે, ચતુ. મુખશોભા કરે તો પવિની હો લાલ, ૨ હસ્તિની ઉરશોભા કરે રે, ચિત્રિણી કરી તટી દેશ રે ચતુ. પગ-શોભા કરે શંખિની હો લાલ, કેશ સુહુમ ઘન પદ્મિની રે, હસ્તિની સૂક્ષ્મ કેશ રે, ચતુ વાંકા કે શ તે ચિત્રિાણી હો લાલ, ૩ કેશ દીર્ઘ શૂકર સમારે, બોલે વિવેક વિલાસ રે, ચતુ. લગ્ન પરસ્પર શંખિની હો લાલ. બાલસે બેસે પદ્મીની રે, પીઠ હસ્તીની તલ ફુલવાસ રે ચતુ ઘરગણતી ફરે શંખિની હો લાલ. ૪ તાંબૂલ વલ્લભ પદ્મિની રે, હસ્તિની વાલ્ડો હાર રે, ચતુ વાહલું ચીર તે ચિત્રીણી હો લાલ, વાત ભલી પણ નવિ રુચે રે, પર નિંદા અસરાલ રે, ચતુ વાહો કલહ નિત શંખિની હો લાલ, ૫
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)