________________
(૨૪૨)
સુંદરીને તંબોલ, દેઇ તસ્કર કહે હો લાલ, દે. જો એક માહરું કાર્ય, કરણ તું શિર વહે હો લાલ, ક. તો તુઝ વસ્ત્ર પ્રધાન, દીનાર દસ આપશું હો લાલ, દી. સૂણી વેશ્યા ધન લુબ્ધ, કહે હા માનશું હો લાલ, ક. ૯ કહે તસ્કર અણબોલી, રહી કહું તે કરે હો લાલ, ૨. વેશ્યા લઇ સાથ, ગયો તેહને ઘરે હો લાલ, ગ. સુરપ્રિયને પરણામ, કરી કહે ગુણ ભરી હો લાલ, ક. નાસ્તિક મતમાં વાસિત, બહેન એ માહરી હો લાલ, બ.૧૦ તુમ હાથે લેવા ઇચ્છે, દીક્ષા સાર છે હો લાલ, દી. કહે સુરપ્રિય અમ દીખ્ખનો, એ આચાર છે હો લાલ, એ. દીક્ષા ગ્રહે ર નિજ, હાથે પશુ મારવો હો લાલ, હા. સુરાપન સહોદર શું, વિષયસુખ સારવો હો લાલ, વિ. ૧૧ પાત્ર એક જણ મુઝ સાથ, કરે ભોજન વહી હો લાલ, ક. કહે તસ્કર મુઝ બહેન, સવિ કરશે સહી હો લાલ, સ. રાત પડી તવ ધૂર્તને કહે, ગુરુ કામ છે હો લાલ, ક. મુઝ એકાંતે કાર્ય, વશે સૂવુ અછે હો લાલ, વ. ૧૨ તુઝ ભગિની મુઝ શિષ્યશું, મદિરા પીજીયે હો લાલ, મ. કહે તસ્કર ગુરુ વચન, પ્રમાણહ કીજીયે હો લાલ, પ્ર. બેસારી વેશ્ય વિચાલ, વિકાર જણાવતી હો લાલ, વિ. કરી મદિરાનું પાન, અવરને કરાવતી હો લાલ, અ. ૧૩ નાઠી ચેતના સયલની, વિ ધરતી પડયા હો લાલ, સ. રજાવતે સહ વેશ્ય, સકલને સાંકલ્યા હો લાલ, સ. વસ્ત્રાદિક સવિ લેઇ, યથાજાતે કર્યા હો લાલ, ય. તસ્કર મઠ લૂંટી નિજ, સૈાધે સંચર્યા હો લાલ, લ. ૧૪ રવિ ઉદયે સવિ જાગ્યા, લહે લજજા ઘણી હો લાલ, લ. ગુરુ દેખે તિણિવાર, ગતિ ચેલા તણી હો લાલ, ગ. ગુરુ પૂછે વેશ્યાને, એ બાંધવ તાહરો હો લાલ, એ. કહે વેશ્યા હું વેશ્ય, ન ભ્રાત એ માહરો હો લાલ, ન. ૧૫ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ