SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ કહે સુરપ્રિય નૃપ પ્રણમી, મઠ ખાલી થયો હો લાલ, મ. પણ પરિવાર સમસ્ત, સ નગ્ન કરી ગયો હો લાલ, સ. ચોથે ખંડે ઢાલ, રસાલ છઠી કહે હો લાલ, ૨. વીર કહે પરધાન, હવે બીડું ગ્રહે હો લાલ, હ. ૧૬ ૧-નગ્ન. ભાવાર્થ - નારાયણ પંડિત રાજાના હાથમાંથી બીડું ગ્રહણ કરીને પોતાના ઘરે પહોંચ્યો. આ ભાળ પણ ચોરે મેળવી લીધી. બ્રાહ્મણના વેષમાં નારાયણના ઘરે આવ્યો. નારાયણને હાથ જોડીને નમસ્કાર કર્યા. નારાયણ પૂછવા લાગ્યો. તે બ્રાહ્મણ! આપ પરદેશી જણાવો છો, મારે ત્યાં આવવાનું આપનું શું પ્રયોજન? બ્રાહ્મણના વેષી ચોર બોલ્યો- હે પંડિત શિરોમણી! હું સાવસ્થી નગરીનો રહેવાસી છું. હું બ્રાહ્મણ છું. મારું નામ મંદિલ છે. વેદાંતનો અભ્યાસ કરવો છે. આપ ચૌદ વિદ્યાના જાણકાર છો. એવું સાંભળીને આપની પાસે ભણવા આવ્યો છું. નારાયણ કહે- મને આપ કયાંથી ઓળખો! મંદિલ બ્રાહ્મણ કહે- તમને સૌ કોઈ ઓળખે. તમે કોઈને ઓળખો યા ન ઓળખો. પણ તમને તો બધાં જ ઓળખે. સુરજ કયારેય ઢાંક્યો રહેતો નથી. સૂર્યને સૌ કોઈ ઓળખે. તમારું નામ સાંભળીને હું આવ્યો છું. આવાં મીઠાં અને કાનને પ્રિય વચનો સાંભળીને નારાયણ પણ ઘણો ખુશ થયો. બ્રાહ્મણના રૂપમાં ચોરના કેવાં પરાક્રમો. વાણી વડે નારાયણને પ્રભાવિત કરી દીધો. નારાયણે પોતાના ઘરમાં લઈ જઇને આદર સત્કાર કર્યો. મહેમાન બનીને ઘણા પ્રકારના માનને પામ્યો. આ રીતે દિવસ પસાર થઇ ગયો. કપટી હૃદયવાળો બ્રાહ્મણ મંદિલ રાત પડયાની રાહ જોતો હતો. કપટીનું મોં જોવામાં સૂર્યદેવને પણ લજ્જા આવતાં સંતાઈ ગયો. અર્થાત્ સૂર્યાસ્ત થયો. જે ઘડીની રાહ જોવાતી હતી તે ઘડી આવીને ઊભી રહી. ઘરનો પરિવાર ઘસઘસાટ નિંદમાં છે. અને ચોરે પોતાનું કામ ચાલું કરી દીધું. દિવસભરમાં જોયેલું જેટલી વસ્તુ હતી તે સઘળી વસ્તુ લઈને રાત્રિમાં પલાયન થઇ ગયો. ચોર સહીસલામત પોતાના આવાસે પહોંચી ગયો. સવારે સૈ જાગ્યા. જોયું તો ઘરમાંથી બધું જ ચાલ્યું ગયું છે. મંદિલ બ્રાહ્મણ પણ નથી. અરેરે! એજ ચોર હતો. બધું જ લૂંટી ગયો. રાજાને સમાચાર મળી ગયા. નારાયણ ના ઘરે પણ ચોરી થઈ. ઘરમાંથી ચોર બધું જ લૂંટી ગયો. રાજા પણ ઘણો જ દુઃખી થયો. વળી રાજસભામાં શિવધર્મને માનનારા ગોંસાઈ મહારાજે બીડું લીધું. તે રાત્રિએ ગોંસાઈના મઠમાં ખાતર પાડી બધું લૂંટી ગયો. બૌદ્ધ મતનો અનુયાયી મંજુશ્રીએ પડહ છળ્યો. ઘેર આવ્યો. તેવામાં ચોરે બૈદ્ધ શ્રાવકનો વેશ કરીને બોદ્ધનો મઠ હતો. તેમાં ખાતર પાડયું. આવા દરરોજ નિરાશા ભર્યા સમાચાર સાંભળી રાજા ઘણો જ દિલગીર થયો. પરમહંસના અનુયાયી કપિલ નામના ભગતે બીડું છખ્યું. ઘેર આવ્યો. તેવામાં ચોર પણ કપિલને ત્યાં આવ્યો. બે ગદિયાણા- એટલે ૧ તોલાની સોનાની લગડીથી કપિલની પૂજા કરી. હાથ જોડી કહેવા લાગ્યો. હે પ્રભુ! મને ધ્યાન , ધરવાનું શિખવાડો. એ વિધિ એવી શિખવાડો જેથી કરીને મને ધ્યાન ધરતાં જલ્દી આવડે. બે ગદિયાણાના સુવર્ણ કપિલને જીતી લીધો. પોતાના ઘરમાં ધ્યાન શીખવા માટે રાખ્યો. રાત પડી. અડધી રાતે ઘરમાં જે હતું તે બધું જ લઇને પલાયન થઈ ગયો. સવારે તો સર્વત્ર સમાચાર ફેલાઈ ગયા. ગુણપાલ રાજાને સમાચાર મળ્યા. ચોરને પકડવાના પ્રયતો ચાલુ છે. વળી રાજસભામાં પડહ વગડાવ્યો. સુરપ્રિય નામનો નાસ્તિક, વાદ કરવામાં પાખંડી હતો. તેણે બીડું લીધું. પોતાના આવાસે આવ્યો. ચોરે બાતમી મેળવી. બુદ્ધિશાળી (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy