________________
સાવત્થી નગરીનો વાસી, વિપ્ર છું હો લાલ, ચો. કરવા વેદ અભ્યાસ, ઈહાં આવ્યો અછું હો લાલ, ઈ. છે મુઝ મંદિલ નામ, નામ તુમ સાંભળી હો લાલ, ના. આવ્યો છું તુમ ગેહ, કહે પંડિત વળી હો લાલ, ક. ૨ કોઈ મુઝને ઓળખે, છે કે નહિ ઓળખે હો લાલ, છે. કહે મંદિલ રવિ છાંતો, નહિ સવિ ઓળખે હો લાલ, ન. ઇષ્ટ વચન રંજયો તવ, તસ આદર કરી હો લાલ, ત. રહ્યો નારાયણ ગેહ, હૃદય મૈતવ ધરી હો લાલ, ૨, ૩ ઘર મૂસી નિશિ નાઠો, ગયો નિજ મંદિરે હો લાલ, ગ. બુદ્ધ વિભાત સ વિપ્ર, નૃપાગ્રે પુત્યરે હો લાલ, નૃ. શિવ-ધમી ગોસાઇ, પડહ છબી આવીયો હો લાલ, ૫. તસ્કર પાડી ખાત્રને, મઠ લૂંટી ગયો હો લાલ, મ. ૪ મંજુ સિરિ- અભિધાન, બૈદ્ધ-મતનો ધણી હો લાલ, બૈ. પડહ છબી ઘર આવ્યો, તદા તસ્કર સુણી હો લાલ, તા. બૌદ્ધ શ્રાવકને વેશ કે, મઠ લૂંટી ગયો હો લાલ, મ. તે નિસુણી ભૂપાલનું, ચિત્ત દિલગીર થયો હો લાલ, ચિ. ૫ પરમહંસ કપિલાખ, બીડું ગ્રહી આવીયો હો લાલ, બી. બે ગદિયાણા સુવણે, પૂજયો તવ ભાવીયો હો લાલ, પૂ. કહે તસ્કર પ્રભુ- ધ્યાન, મુઝને શીખવો હો લાલ, મુ. જિમ આવે વિધિ શીધ્રપ્રતિમ સવિ દાખવો હો લાલ, તિ. ૬ ધ્યાન શીખણ રહી રાત્ર, સવિ લૂંટી ગયો હો લાલ, સ. તે નિસુણી ગુણપાલે, પડહ વજડાવીયો હો લાલ, ૫. સુરપ્રિય નામે નાસ્તિક, વાદી પાખંડીયો હો લાલ, વા. બીડું ગ્રહી તિરિવાર, નિરાલય આવીયો હો લાલ, નિ. ૭ ચોર સુણી ગણિકા-વાડે, જઈ ચિંતવી હો લાલ, વા. દીઠી ગણિકા એક, લઘુ વય સંભવી હો લાલ, લ. પરમાભૂત રુપ જાસ, વિલાસ મનોહરી હો લાલ, વિ.
શશિ-વયણી અભિધાન, અનંગહ સુંદરી હો લાલ. અ. ૮ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)