________________
(દોહરા) ઘર તસ્કર મૂસી ગયો, વાત કહી નૃપ પાસ; તવ નરપતિ વિલખો થયો, બેઠો થઇ નિરાસ. ૧ બ્રિજ નારાયણ નામ એક, વિદ્યા ચતુર્દશ જાણ, ધરિય માન તે આવીયો, ગૃપ ગુણપાલને ઠાણ. ૨ દેખી વિપ્ર નરે સરુ, કરે તદા નમસ્કાર; આશીર્વચન તે દ્વિજ દીએ, સંસ્કૃતમાંહી ઉદાર. ૩ કહે નૃપને પંડિત ઇચ્છું, હું પકડું તુમ ચોર,
નૃ૫ હાથે બીડું ગ્રહી, પહું તો નિજ ઘર ઠો૨. ૪ ભાવાર્થ -
મહાઉસ્તાદ ચોર કોઈનાયે પંજામાં આવતો નથી. આરામિક ભીમો લૂંટાઈ ગયો. લડાઈ પૂરી થતાં એકબીજાને વાત કરી તો સમજી ગયા. આ ઋષિ ચોર હતો. ઘરમાં આવ્યા. સર્વત્ર જગ્યાએ જોતાં બધી જ વસ્તુ લૂંટાઇ ગઇ. આ વાત રાજા પાસે સવાર પડતાં પહોંચી ગઈ. નગરજનોતો સાંજ પડે સૂઈ જાય ચિંતાથી. ઊઠે ત્યારે આ ચોરની ચિંતામાં જ. આજે ચોરે શું કર્યું હશે? કેવા પરાક્રમ કર્યા હશે! આખા નગરમાં આ ચોરની વાતો ચાલી રહી છે. હવે તો બીડું લેતા પણ સૌને ડર લાગે છે.
વળી રાજદરબારે રાજાએ ચોરને પકડવાની ટહેલ નાંખી. સભામાં ચાર વિદ્યાના પરગામી, નારાયણ નામનો બ્રાહ્મણ રાજા પાસે આવે છે. રાજા તો ઉદાસ વદને બેઠા છે. મનમાં ઘણી નિરાશા ભરી છે. હતાશ થયેલા રાજાને બીજો કોઇ ઉપાય યાદ આવતો નથી. રોજ ને રોજ આવી ઉઘોષણા કરાવે છે. પણ તેમાં કંઈ જ ફાવટ આવતી નથી. જેણે ચાદ વિદ્યા ભણ્યાનું અભિમાન છે. તે નારાયણ બ્રાહ્મણ રાજાની પાસે આવી ને ઉભો છે. બ્રહ્મણને જોતાં જ રાજાને નમસ્કાર કર્યા. હું આ નગરનો પ્રજાજન છું. તેમ માની ને નારાયણે પણ નમસ્કાર ઝીલ્યા. સંસ્કૃતમાં આશીર્વાદ આપ્યા. પછી રાજાને કહેવા લાગ્યો હે રાજન! હું ચોરને પકડીને તમારી સામે હાજર કરીશ. આ પ્રમાણે બોલીને રાજાના હાથ થકી પાનનું બીડું લીધું. અને પોતાના ઘરે આવ્યો.
ઢાળ - છઠી
(દીઠો સુવિધિ નિણંદ સમાધિરસે ભર્યો હો લાલ -એ દેશી.) બીડું ગ્રહી ગયો વિપ્ર, ઘરે જબ એકલો હો લાલ. ઘ. તવ તસ્કર રુપ વિપ્ર, તણું કરી નીકળ્યો હો લાલ. ત. ગયો નારાયણ ગેહ, નમસ્કાર હ કરે તો લાલ, ન. કિમ આવ્યા કહ વિપ્ર, ચોર તવ ઉચ્ચરે હો લાલ. ચો. ૧
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
ROJ