SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ પરાન પરવસ્ત્ર કહ્યો રે, વિસહરશું અતિ રોલ રે, ચતુ. પરશય્યા પરકામીની હો લાલ, પરનિંદા પરવેશ્મને રે, દુજર્જન શું કલ્લોલ રે, ચતુ. ઉત્તમ નર દૂરે તજો હો લાલ, ૩૨ રાય કહે થોડું લવો રે, ધણી પ્રજાનો રાય રે, ચતુ. ધણી વચન કુણ ઉથપે હો લાલ, કહે સતી કુણ ઉથપે રે તુમ વચન નરરાય રે, ચતુ. ચોથે પ્રહરે આવજો હો લાલ, ૩૩ ઈમ સંકેત કરી જુજૂઆરે, નિજ ઘર ગઈ સતી સાચ રે.ચતુ. પથંક જઈ બેઠી સતી હો લાલ, હદયારામે ચિંતવે રે, વળગ્યા ચાર પિશાચ રે, ચતુ. શીલ રણ કિમ રાખશું હો લાલ, ૩૪ શીલથી સદ્ગતિ પામીએ રે, લહીયે મૈખ્ય વિશાલ રે, ચતુ. જસ શુભ સંપદ પામીએ હો લાલ, સુરસુંદરીના રાસની રે, એ કહી નવમી ઢાલ રે, ચતુ. ત્રીજે જાણજો હો લાલ. ૩૫ ૧- બાલ બચ્ચા સાથે, ૨-આ શ્લોકના ચાર પદના પ્રથમ પ્રથમ અક્ષર દ્વારા પુરોહિત કામની પ્રાર્થના કરે છે - અર્થ બને શ્લોક પછી જણાવ્યો છે, ૩-અગ્નિ, ૪-ચંદ્રથી. ભાવાર્થ - પુરોહિત પોતાના મિત્ર શ્રીદત્ત શ્રેષ્ઠીને કહે છે-તે મિત્ર! સંસારમાં નારીઓ અસમાન હોય છે. એક સરખી હોતી નથી. જગતમાં સ્ત્રીના ચાર પ્રકાર કહ્યા છે. ૧. પધીની, ૨. હસ્તીન, ૩, ચિત્રિન, ૪. શંખિની, જે સ્ત્રી પોતાના પતિને વફાદાર હોય છે. તે નારીનું સ્થાન શ્રેષ્ઠ છે. વળી સાથે સાથે હલકી પણ નારી હોય છે. સદગુણોથી યુકત નારી મળી જાય તો નારી એ નારાયણી બની રહે છે. દુર્ગુણો થી યુકત હોય તો નારીને નરકની ખાણ પણ કહી છે. સ્ત્રીના ચાર પ્રકારના જે નામો બતાવ્યા છે તેના લક્ષણો નીચે મુજબ છે : પદ્મિની સ્ત્રીના શરીરની ગંધ - કમલ સરખી હોય છે. હસ્તિની સ્ત્રીના શરીરની ગંધ - દારુની તીવ્ર ગંધ સરખી હોય છે. ચિત્રિણી સ્ત્રીના શરીરની ગંધ - દારુની તીવ્ર ગંધ સરખી હોય છે. શંખિની સ્ત્રીના શરીરની ગંધ - ખાર સરખી હોય છે, મહાસતી શ્રી સુરસુંદરીનો રસ) ૧૭૬
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy