________________
મંત્રી તવ વલતું વદે રે મુઝ આગળ એ રાંક રે, ચતુ. સેનાપતિનું શું ગજું હો લાલ. શિખામણ દેશું અમો રે, કાઢી એહનો વાંક રે, ચતુ. જિમ ન કરે ફરી એહવું હો લાલ, ૨૫ સેનાનીને વારશું રે પણ મુઝને ઘર તેડ રે,ચતુ. વાળ વધારું તાહરું હો લાલ, કહે સતી દૂરે તજો રે, પર-રમણીની કેડ રે, ચતુ. બોલ્ય પૂરણ ઠર્યા હો લાલ, ૨૬ તુમ મુખથી શું નીકળે રે, નીરથી શિખી પ્રતિકૂલ રે, ચતુકરોહિણી પતિથી ઉષ્ણતા હો લાલ, મોટા છોટાઈ. કરો રે, નિજ શિર ઘાલો પૂલ રે, ચતુ. કુંજ૨પરે અવિવેકથી હો લાલ, ૨૭ મંત્રી કહે થોડું લવો રે, મુઝ આવે તુઝ વાન રે, ચતુ. વધશે વલતું સતી કહે રે હો લાલ, તુમ વચન કોણ ઉથપે રે, સુણજો સુગુણ નિધાન રે, ચતુ. ત્રીજે પ્રહરે આવજો હો લાલ. ૨૮ ઇમ સંતોષી સતી ગઈ રે, શ્રીમતી નરપતિ પાસ રે, ચતુ. વિનય કરીને ઈમ કહે હો લાલ, મતિમહેર તુમ મંત્રવી રે, સાહિબ વારો તાસ રે, ચતુ. મુઝ ઘર આવવા ખપ કરે હો લાલ, ૨૯ સા દેખી મોહયો થકો રે ભૂખ કહે એ રાંક રે, ચતુ. મુઝ આગળ એ શું કરે હો લાલ, મંત્રીશ્વરને વારશું રે કાઢી એહનો વાંક રે, ચતુ. પુનરપિ જિમ ન કરે ફરી હો લાલ. ૩૦ શિખામણ દેશું અમો રે, પણ મુઝને ઘર તેડ રે, ચતુ. મુઝ સંગે રંગે રમો હો લાલ, કહે સતી તજીએ સદા રે, પર-રમણીની કેડ રે, ચતુ.
રાય પ્રજાનો પિતાનો કહો હો લાલ. ૩૧ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)