SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અને ભયંકર વનમાં તું એકલી ક્યાંથી? અહીંયા એકલી શા માટે બેઠી છે? વળી આ મીઠા સ્વરે તું શું બોલે છે? મહાસતી નવકારના જાપમાં, કર્ણને પ્રિય લાગે એવા શબ્દો સાંભળે છે. વળી રાક્ષસ આગળ બોલે છે. અહીં બેસવાનો તારો શો ઇરાદો છે? તું એકલી છે? તારી સાથે બીજુ કોઈ નથી? હે સુંદરી! તારી સઘળી વાત મને કહે. સુંદરીએ વાત સાંભળી. આંખ ખોલીને જુએ છે. જોતાંવેત કંપારી છૂટે છે, ક્રૂજી જાય છે, કારણ સામે ભયંકર રાક્ષસ ઊભો છે. રાક્ષસે જોયું કે મને જોઇને બાળા ડરી ગઈ છે. તેથી વળી પાછો કહે છે. હે બેટી! મારાથી ડરીશ નહી. તને જોતાં મને મારી પુત્રી જોયા જેટલો આનંદ થયો છે. હવે તુ અહિં નિર્ભય છે. તે સુણીને સુરસુંદરીનો ભય ઓછો થયો. આ ટાપુના રાક્ષસને ઓળખી લીધો. આ દ્વીપનો અધિપતિ જ મારી ગંધ આવવાથી આવ્યો છે. મારો કોળિયો બનાવીને ગળી જવા જ આવ્યો હશે. પણ.... પણ શ્રી નવપદના પ્રભાવે મારો ઘાત કરી શક્યો નથી. મારા પ્રત્યે કરુણા પ્રગટી છે. વિશ્વાસ પેદા થતાં થયું કે મારી વાત કરવામાં હવે વાંધો નથી. એવું વિચારીને રાક્ષસને કહેવા લાગી. હે પિતાજી! મારી વિતક કથા શું કહું? તમે પુછયું તો કહું છું. એમ કહી અહિં સુધી બનેલી બધી જ બીના યક્ષરાજ આગળ કહી. હે તાત! હવે અહીં એકલી બેસીને શ્રી નવપદમય નવકારનો જાપ કરી રહી છું. તેના પ્રભાવે મારા દુઃખો દૂર થશે. આજ મારો સહારો છે. શ્રી જિનેશ્વર ભગવાને બતાવેલ ધર્મમાં અવિહડ શ્રદ્ધા છે. એજ મારો આધારભૂત છે. એના પ્રભાવે મારા સઘળા સંકટો દૂર થશે. સુરસુંદરીના વિનયયુક્ત વચનો સાંભળી, યક્ષરાજ કહેવા લાગ્યો. હે પુત્રી! આ જગતને વિષે તું ધન્ય છે. જે તારો પતિ તને મૂકીને ચાલ્યો ગયો. છતાં તું તારી નસીબને દોષ દે છે. શીલ માટે પણ તને ધન્ય ધન્ય છે. બેટા! હવે ચિતા ન કરીશ. તારી આફતોનેહું દૂર કરીશ. દૈવી શક્તિ વડે સતીની ચારેબાજુ ફરતા ચાર ઉપવન બનાવી દીધા. મહાસતી રહી શકે તેવી નાનીશી મઢુલી બનાવી દીધી. આ રીતે વાતો કરતાં સતીની રાત પુરી થઈ. સવાર થતાં સતીના શીયળથી ચમકતા મુખારવિંદને જોવા સૂર્ય ઉદયાચલે આવ્યો. પ્રાત:કાર્ય પતાવીને સતી તો શ્રી નવકાર મંત્રના જાપમાં લાગી. યક્ષના ઉપવનમાં આવેલા વૃક્ષો ઉપરના ફળો ઉતારી ઉદરપૂર્તિ કરી લે છે. ઉપવનમાં વહેતા મીઠા પાણીના ઝરણાથી પોતાની તૃષાને તૃપ્ત કરે છે. દિવસનો મોટો ભાગ નવકારના જાપમાં વીતાવે છે. દિનભરની થાકેલી હવે નિર્ભય હોવાથી રાત્રિએ નિદ્રા લે છે. કેટલોક કાળ આ રીતે સુંદરીનો વીતી જાય છે. જંગલમાં સદા-સાવધાન રહેલી બાળા શીલને પણ સાચવે છે. યક્ષરાજ પણ દરરોજ રાજકુંવરીની સાર-સંભાળ કરે છે. હવે એકદા કેટલાક વહાણો લઈને એક વેપારી સિંહલદ્વીપ તરફ વેપાર અર્થે જઈ રહ્યો હતો. જળ અને ઇંધણ માટે પોતાના વહાણો આ યક્ષદ્વીપના કિનારે થોભાવે છે અને પોતાના માણસોને કહી રહ્યો છે. ત્વરતિ ગતિએ ઇંધણ-પાણી ભરી લ્યો. અહીં વધારે વાર થોભવું નથી. સૌને યક્ષરાજનો ભય મોટો હતો. વેપારી પોતાના માણસોને કામે લગાડી દઇને પોતે દરિયા કિનારે કુદરતી સૌંદર્યને જોવા માટે આમતેમ ફરી રહ્યો છે. તેવામાં દૂર બગીચામાં નિર્ભય પણે બેઠેલી ઈદ્રાણીના રુપને હરાવે એવી દેવકન્યા સમ સુંદરી જોઈ અને વિચારમાં પડ્યો. શું આ કોઈ અપ્સરા હશે? શું આ કિન્નરી હશે? અથવા આ દ્વીપની કોઇ અધિષ્ઠાયિકા દેવી હશે? આ કોણ હશે? આ પ્રમાણે વિચારતો મઢુલીએ પહોંચ્યો. સુર સુંદરીને જોતાં હાથ જોડી પ્રણામ કરી વિનયપૂર્વક પૂછવા લાગ્યો, “આપ કોણ છો?” સુરસુંદરીએ દુનિયાને પિછાણી નથી, પોતાની સામે હાથ જોડીને ઊભેલા વેપારીના વિનયયક્ત પ્રશ્ન સાંભળી, સતીને આપ્તજન મળ્યા જેટલો આનંદ થયો. ને કહેવા લાગી. હે શેઠ! સાંભળો! હું દેવલોકની કોઈ દેવી નથી. હું તો તમારી જેમ માનવ સ્ત્રી છું. આટલું બોલતા સતીનું હૈયું ભરાઈ આવ્યું. શેઠ સાંત્વન આપે છે. સતીએ તેને પોતાની વિતક કથા કહી. માનવ સ્ત્રીની વાત સાંભળી સહાનુભૂતિ દર્શાવતા શેઠ કહેવા લાગ્યા. અહીંયા રહેવાની જરુર નથી. તું અમારી સાથે ચાલ. સતી કહે - હે શેઠ? મારી વાત સાંભળો. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૭૬
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy