SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ આ જગતમાં ત્રણ વસ્તુ અધિક હોય છે. તીર્થંકર પ્રભુની લક્ષ્મી, સપત્નીનું વેર, હરિ-બળદેવનો (વાસુદેવ-બળદેવ) સ્નેહ. પૂર્વ દિશાનો સૂર્ય અર્થાત્ ઉદયાચલે આવતાં પશ્ચિમ દિશા કાળી પડે છે. અસ્તાચલ ઉપર જતો સૂર્ય પૂર્વ દિશાને કાળી પાડે છે. તે કરતાં તો સ્ત્રીઓ તો પરસ્પર કામ અર્થે શ્યામ પડે છે. એકબીજાની ઇર્ષાના બળે મોં કાળા કરીને ફરે સુરસુંદરીને અલાયદો મહેલ આપ્યો હતો. તે કારણે પટ્ટરાણી વધારે ઇર્ષાળુ બની. વધારે વહેમી બની. ખરેખર! રાજાએ પટ્ટરાણી બનાવવાની વૃત્તિએ સુરસુંદરીને જુદો મહેલ આપ્યો છે. તરત તે જ દિને રાણી સુરસુંદરીના મહેલે ગઇ. ઔપચારિક કુશળતા પૂછી. દાસી સાથે લઇને આવેલી. આગંતુક સ્ત્રીને માટે વસ્ત્રો અલંકાર આદિ લઇને આવેલી. રાણીએ સુરસુંદરીને કહ્યું - બેન, આ વસ્ત્રોને આભૂષણો લાવી છુ. જુના વસ્ત્રો ઉતારી નાખો આ વસ્ત્રો પહેરજો. મુખે મીઠું બોલતી પટ્ટરાણી તો સુરસુંદરીની આપ્તજન બની ગઇ. સુરનું રુપ જોઇને રાણીની શંકા વધુ દૃઢ થઇ. મારા કરતાં અનેક ગણી દેખાવડી આ સ્ત્રી, પતિ ત્યકતા છે. જરુર મારું સ્થાન લઈ લેશે. ગમે તે ભોગે તેને અહીંથી ભગાડું. રાજા આવતાં પહેલાં આ બધી વાત પતાવી દેવી જોઇએ, જેથી કરીને આ સ્ત્રીનો રાજાને વધુ પરિચય ન થાય. પોતાના સ્વાર્થમાં રમતી ઇર્ષાળુ રાણીએ સતી સુરસુંદરીની ખબર અંતર પૂછી. તેના જીવનની ભૂતકાળની વાત પૂછી. સુરને પણ પોતાની બેન મળી હોય તેમ લાગ્યું. પોતાની આપવીતી રાણી આગળ ચોધાર આંસુએ રડતી રડતી કહી દીધી. રાણી આશ્વાસન આપતાં કહે છે કે બેન! હવે કંઈ તારે ભય રાખવાનો નથી. તું તારે અહીં તારી બેનનું ઘર સમજીને રહેજે. શાંતિથી તું તારા ભગવાનને ભજજે. મુખે મીઠુંને હૈયું કાતિલ બની ગયું છે. તેવી રાણી આડી અવળી વાતો કરીને પોતાના મહેલે આવી. દાસી સાથે મંત્રણા કરવા લાગી. ખરેખર! ભગવાને રુપ તો કેવું આપ્યું છે? ઇન્દ્ર મહારાજ પણ આ રુપ જોઇને રંભા ઉર્વશીને ભૂલી જાય. તો મારા સ્વામીની શી વાત? બિચારી દુઃખિયારી ઘણી છે. આપણે ત્યાં આવી છે. તો તેના દુઃખને દૂર આપણે કરવા જોઇએ. પણ આમ કરવા જતા હે દાસી! મારું જીવનધૂળધાણી બની જાય. હું જાતે જ કુહાડો મારા પગ ઉપર મારી રહી છું. મારી જીંદગી હોડમાં મૂકી રહી છે. દાસી કહે - સ્વમાની એનું જે થવું હોય તે થાય. તમારી જીંદગી બરબાદ ન કરો. ગમે તે ઉપાયે રાજા તેને મળે તે પહેલાં જ તે સ્ત્રીને અહીંથી વિદાય કરી દો. આ પ્રમાણે બંને વિચારીને સાંજ પડતાં વળી રાણી દાસી સાથે સુરસુંદરી ના મહેલે આવી. સુરસુંદરીએ ઊભા થઇને આવકાર આપ્યો. બંને સાથે બેઠા છે. વાતો કરે છે. રાણી પણ તેનું દુ:ખ સાંભળી દુઃખિત થઇ હતી. પણ તેને થયું કે મારી શોક થશે તો મારું શું થશે? એ કલ્પનામાં સુરસુંદરીનું દુ:ખ તેને ઘણું ઓછું દેખાયું વાર્તાલાપ સાંભળી રાણી કહે છે. બેન! તારા શીયળ-પ્રેમને માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સુર કહે - મોટી બેન! આપના આશીર્વાદથી મારું શીયળ વધુને વધુ ઉજ્જવળ બને. હવે રાણીએ તક ઝડપી - કહેવા લાગી, સુરસુંદરી! બેન કેમ અટકી ગયા? રાણી કહે - હે બેન! તારી શીયળ માટે પ્રાણ આપવા સુધીની સાહસિકતા જોઇ. પણ... પણ... તારા શીયળ સાથે એક વાત સંબંધ ધરાવતી હોવાથી મારુ મન કહે છે કે - વળી અટકી ગઈ સતી કહે - રાણી સાહેબ! તમે અટકો નહિ, જે હોય તે મને કહો. મારા શીયળને લગતી શી વાત છે? રાણીએ સણસણ કરતું તીર ફેંક્યું - સાંભળ! સુરસુંદરી! તારે સાવધાન રહેવું પડશે. મારા સ્વામી સજ્જન છે. તને ચારિત્ર ખૂબ પ્રિય છે. તો તો સુરસુંદરી બોલી - શું મહારાજ ખરાબ છે? રાણી કહે - ના! ના! મારા સ્વામી એવા નથી. પણ.. પણ....! જ્યારથી સુરસુંદરી રાજમહેલમાં આવી હતી ત્યારથી તે માનતી હતી કે હવે હું અહિયાં નિર્ભય છું. ત્યાં વળી સ્થિર હૃદયવાળી સુના હૈયામાં અસ્થિર ભાવો ઉભરાવા લાગ્યા. રાણી બોલી - સુર? તમે શીયળ માટે જો અહિં રહ્યા હોય તો તમારું ચારિત્ર જોખમમાં ન મૂકાય. માટે જ અત્યારે તમને કહેવા આવી. સુરસુંદરી કહે - બેન! તમારો ઉપકારૂક્યારેય (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) )
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy