SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ ભૂલુ. તો હું હવે અહીં શું કરું? ક્યાં જવું? રાણી કહે - તું ચિંતા ન કર. હું તને ગુપ્ત સહાય કરીશ. તો સાંભળો! અહિંથી તમે મારા મહેલના પાછળના રસ્તે ભાગી જાવ. રાજા આવતાં પહેલાં તમે રવાના થઇ જાવ. જો રહેશો તો રાજા તરફથી ઘણા જ ખો પામશો. મારી દાસી તમને નગર બહાર મૂકી જશે. વાત સાંભળી સુરના આંખમાં આંસુનો વરસાદ વરસવા લાગ્યો. નસીબને કહી રહી છે કે તું મને ક્યાં સુધી ભટકાવીશ. રાણીએ દિલાસો આપતાં કહ્યું- બેન! તમે ઘણા દુ:ખ સહન કર્યા. હવે તો લાગે છે કે તમારા દુઃખનો અંત આવશે. કાતિલ હૃદયવાળી રાણી હૈયામાં હસી રહી છે કે મારું કામ પતી ગયું. જ્યારે સતીના હૈયામાંથી ઊના ઊના આંસુ સાથે નિસાસા બહાર નીકળી રહ્યા હતા. રાણીને કહેવા લાગી. તમે મને બચાવી લીધી. તમારો ઉપકાર ક્યારેય નહિ ભૂલું. રાણીએ સંતોષનો શ્વાસ લીધો. ઇર્ષા કેવી ચીજ છે. દેવ જેવા સ્વાર્મ ને દ્રોહ કરતાં પણ ન અટકી. સાંજ પડી. સતીના દુ:ખ જોવા અમર્થ બનેલો સૂર્ય જગતમાં ઊભો ન રહેતાં વિદાય લઇ લીધી. અંધકારના ઓળા પૃથ્વી તળને ઘેરી વળ્યા છે. રાણી અને દાસી સુરસુંદરી પાસે આવ્યા. સુરસુંદરી તો પરમાત્માના ધ્યાનમાં બેઠી નવકાર મહામંત્રનો જાપ કરી રહી હતી. દિવસ ક્યારે પુરો થયો. રાત ક્યારે પડી! કશી જ ખબર નથી. સુરના જીવનમાં વળી કાળો અધંકાર વ્યાપી ગયો. એને કંઇજ સૂઝતું નથી. વળી એના જીવનમાં અંધકાર છવાયો. એક નવકાર મહામંત્રનું સ્મરણ તેના માટે કે કાશરુપ છે. બાકી ચોમેર ધકાર છવાયો છે. રાણી ક્યારે પોતાની પાસે આવી તે ખબર ન પડી. સતીના ખભે હાથ મૂકતી રાણી બોલી. બેન! તું શું કરે છે? તારો સમય થઇ ગયો છે? દાસી પણ તૈયાર છે. જાપ કરતી સુર તરત ત્યાંથી ઊઠીને રાણીને પગે લાગી. દાસીએ કહ્યું - તૈયાર છો? સુર કહે - હા હું તૈયાર છું. રાણીનું હૈયું હતું હતું ને ઉપરથી ખોટ રડી રહી છે. દાસીને શિખામણ આપી દરવાજા સુધી સુરની સાથે ગઇ. ત્યાંથી તરત પાછી વળી ગઇ? દાસી અને સતી ધીમા પગલે મહેલના પાછળના ગુપ્ત માર્ગે બહાર સહી સલામત નીકળી ગયા. નગરની બહાર નીકળી દાસી કહેવા લાગી - બેન! રાણી સાહેબના કહેવા પ્રમાણે તમને સલામત અહીં સુધી લઇ આવી. પણ અહીંથી પાછી વળીશ. તમે આ સીધા જ માર્ગે ચાલ્યા જજો. આ રસ્તો વિકટ છે. પણ સીધો જ છે જે તમને સામેની નગરીએ પહોંચાડશે. એમ કડી દાસી પાછી ફરી. દાસીનો આત્મા દાસીને કહે છે, રે! આ નિર્દોષ નારી ઉપર તમે કેવો જુલમ ગુજાર્યો. તમને જરા પણ દયા ન આવી. મનોમન બબડી, પણ તે સિવાય છુટકો નહોતો. ત્યારબાદ સતી ત્યાંથી વિકટમાર્ગે જંગલની કેડીએ, શીયળના રક્ષણ માટે, ભયને પામતો ઉતાવળી ગતિએ ચાલી જાય છે. મનમાં ડર છે કે રખેને રાજાને ખબર પડે ને મારી પાછળ રાજસેવકો શોધવા તાકલે ને હું પકડાઇ જાઊં તો અહીં તેનો કાઇ સાથી નથી. દુઃખ, સંતાપ અને ભય ત્રણ સાથે છે અને નવકાર મંત્રનું સ્મરણ તેના કષ્ટને કાપે છે. પલ્લીપતિની ઝુંપડીએ વનવગડાની વાટે, અંધારી રીતે, શીયળ અને સાહસ સાથે નવકારમંત્રના જાપ સાથે, માર્ગને વિષે ચાલી જાય છે. કેવા કર્મરાજનો કોપ. રસ્તામાં વૃક્ષો પરથી પડતાં પાંદડાં પગમાં આવતાં તેનો થતો અવાજ, વળી ઉજ્જડ વિકટ માર્ગ છે, કાંટા ને કાંકરા પગમાં ભોંકાતા સતીના પગમાંથી લોહીની ધાર ચાલુ થઈ ગઇ. તેની પરવા નથી. એકલી અટુલી પણ ઉતાવળા વેગથી ચાલી રહી છે. કર્મની ગતિ જુઓ. હે ભવ્ય જીવો! રત્નના હિંડોળે હિંચનારી, રેશમી ચિર પહેરનારી, કૂરકપૂરથી ભરપૂર ભોજન કરનારી, રાજાની એકની એક કુંવરી, શ્રેષ્ઠીપુત્રની પત્ની, ખરેખર! કર્મરાજાએ કેવી હાલતમાં મૂકી દીધી છે. રસ્તે રઝળતી થઇ ગઇ. આજ તેના શિરે દૈવે કેવો દાટ વાળ્યો છે. હે દેવ! આવા દુ:ખ દેતા શરમ નથી આવતી? તારાથી રામે ભય પામીએ છીએ. માટે તું તો દૂર રહેજે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy