SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ બહાર ચોકીપહેરો બરાબર કરે છે. નગરના દરવાજા બધા બંધ કરાવી દીધા હતા. નગરમાં કોઇની તાકાત નહોતી કે કોઈ બહાર એકળી શકે. ચોકીદારો ચારે તરફ ગોઠવાઈ ગયા હતા. ગુપ્તચર વર્ગ પણ સંભાળ રાખવામાં મશગૂલ હતો. ચોરને જાણ થઇ ગઇ કે ખુદ રાજા સાથે મારે રમત રમવાની છે. મારે ઘણી સાવધાનીથી કામ લેવાનું છે. બુધ્ધિશાળી ચોર ધોબીનું રૂપ લઈને આવ્યો. સાથે એક ગધેડો છે કે જેની ઉપર કપડાંનું એક પોટલું છે. નગરમાંથી નીકળી દરવાજા આગળ આવ્યો. નગરની બહાર નીકળતા રાજાએ પડકાર નાખ્યો કોણ છે? રજક કહે - હે મહારાજ! હું રજક. રાજા કહે- અત્યારે કયાં જવા નીકળ્યો છે? રજક કહે- હું તો તમારો અનુચર છું. ગુણઘામ સરખી આપની રાણી જે પદ્મિની રહેલી છે. તેમના વસ્ત્રો ધોવાને માટે સરોવર જાઉં છું રાજા કહે આ અડધી રાત્રે કેમ? જા પાછો જા. કાલે વસ્ત્રોને ધોજે. આજે પાછો ચાલ્યો જા, રજક કહે : હે રાજા આ વસ્ત્રો દિવસે ન ધોવાય. પદ્મિનીનાં કપડાં સુંગધિત હોવાને કારણે દિવસે ભમરા ખેંચાઈ આવે છે. મને કપડાં ઘોવા ન દે. મને પણ ભમરો ડંખ મારે. હું તો દરરોજ રાણી સાહેબના વસ્ત્રો રાત્રે ધોવા જાવું છું. રાજા કહે જા કપડાં ઘોઈને વહેલો પાછો આવજે. ચોર તો ગધેડાને લઈને ગામને બહાર નીકળ્યો. વળી રાજા કહેવા લાગ્યા કે જો કપડાં ધોતાં ચોર જોવામાં આવે તો તરત મને બૂમ પાડજે. રજક કહે : જી મહારાજ. રજકને એટલું જ જોઈતું હતું. સરોવર તીરે પહોંચ્યો. ચોર ગધેડા ઉપર પોટલામાં માટીનો ઘડો લાવ્યો હતો. સાથે ચૂનો પણ હતા. સરોવરમાંથી પાણી લઈને ચૂનો ભીનો કર્યો. ચૂનો ઘડાને લગાડયો. ઘડો ઊંધો કરી, બહારથી ચૂનાનો લેપ બરાબર લગાડી દીધો. થોડીવાર થતાં લેપ સૂકાઇ ગયો. રજક ચોરે માટીનો ઘડો ઊંધી સરોવરમાં મૂકી દીધો. થોડો ઘક્કો મારતાં ઘડો સરોવરમાં આગળ આગળ જવા માંડયો. ઘડો ઘણો આગળ જતાં ચોર સરોવરનાં તીરે બૂમાબૂમ કરવાં લાગ્યો ઘણાં મોટા અવાજ કરીને બોલાવા લાગ્યો “દોડો... દોડો... ચોર અહિંયા છે. જલદી દોડો... રજકની બૂમો નગરના દ્વાર કાગળ ઊભેલા રાજા અને રાજસેવકોને સંભળાઇ. તરત જ રાજા પોતાના ઘોડા ઉપર બેસીને સરોવર કાંઠે આવ્યો. રજક પૂછવા લાગ્યો : કયાં ચોર છે? ઘોબી કહે, હે રાજા ચોરને જેવો જોયો કે તરત મેં બૂમો પાડી. મારી બૂમ સાંભળી, આ ગાડીમાં ભરાઇ ગયો. ઘોડા ઉપર આપને આવતાં જોઇ આ સરોવરમાં કૂદી પડયો. તમે અહિંયા આવતાં સુધીમાં તો જો આ સરોવરની વચમાં પહોંચી ગયો. રાજા કહે ચોર ક્યાં છે? રજક કહે, જુઓ જુઓ આ સરોવરની મધ્યમાં જાય. સરોવરનાં બરાબર મધ્યમાં પહોંચી ગયો જુઓ જાય. આ ચોરનું માથું દેખાય છે જુઓ આગળ સામે કિનારા તરફ ગયો છે. રાજાએ પણ જોયું. અજવાળી રાત હતી. દૂર કોઇ સફેદ જતું ચોરનું માથું દે માય છે. ચોક્કસ ચોર જ છે. ને તરત પોતાનો ઘોડો મૂક્યો. વસ્ત્રો પણ ત્યાં ઉતારી ત્યાં નાખી દીઘા હાથમાં તલવાર લઇને સરોવરમાં ચોરને પકડવા કુદી પડયો. શુરવીર રાજા મહા પરાક્રમી સરોવરની વચ્ચે તરવા લાગ્યા. બેનાતટ નગરનાં ગુણપાલ રાજાએ ચોરને પકડવા સરોવરમાં ઝંપલાવ્યું. તો આ બાજુ રજકના રૂપમાં ચોરે રાજાનાં લિ ધાં અને ઘોડા પર બેસી નગરના દ્વાર નજીક શિબિર પાસે પહોંચી ગયો. મહાભટ અને અનુચરો ને કહેવા લાગ્યો કે મેં એ રને પકડી ઘણી શિક્ષા કરીને નગરની બહાર કાઢી મૂક્યો છે. હવે આપણાં નગર સામું જોશે પણ નહિ. તમે સૌ ચાલો નગરમાં. આમ કહીને રાજસેવકો સાથે લઇને નગરના દરવાજામાં આવી ગયા. બઘા નગરમાં આવી ગયા. પછી રાજાનાં રૂપમાં ચોર કોટવાળ, ચોકીદારોને આદેશ આપ્યો કે નગરના દરવાજા બંધ કરી દ્યો. સવારે જ દ્વાર ખોલવાના છે. બહારથી કોઇ પણ આવનાર દ્વાર ખોલવા કહે તો ખબરદાર અડધી રાત્રે દ્વાર ખોલ્યા છે તો. સવાર સિવાય દ્વાર ખે લવા નહિ. આ પ્રકારની આજ્ઞા કરી સખત પહેરો મૂકીને રાજાના વેશે ચોર રાજમહલ તરફ રવાના થયો. રાજાનાં સ્ત્રોમાં કોઇ એ પણ તેને ઓળખ્યો નહિ. સડસડાટ અંતેઉરમાં પહોંચી ગયો. રાણીઓ, દાસીઓ આદિ સઘળી સ્ત્રીઓ દ સઘસાટ ઊંઘતી હતી. રાજાની કુંવરી પોતાના મહેલમાં ઉંઘતી હતી. ચોર ત્યાં પહોંચી ગયો. અને કુંવરી (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy