SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણમંજરીને ઉપાડી. ખભા ઉપર લઇને આવ્યો હતો તે રસ્તેથી મહેલની બહાર નીકળી ગયો. મહેલમાં જે કંઇ ધન ઘરેણાં વસ્ત્રો હતાં તે પણ સાથે લઇ લીધો છે. રાજાનો ઘોડો લઇને આવ્યો હતો તે ઘોડા ઉપર કુંવરીને સાથે લઇને રવાના થઇ ગયો. સવાર થતા ચોરનું કામ સારી રીતે પતી ગયું. પોતાના આવાસે આવી ગયો. ઊંઘતી કુંવરીને એક કમરામાં પલંગ પર સૂવાડી, પોતે પોતાના સ્થાને જઇને આરામ કરવા લાગ્યો. વિચારે છે કે રાજાની સાથે બાથ ભીડી તો ખરી, પણ સંકટ કોઇ ન આવતાં આબાદ રીતે કુંવરીને ઉપાડી લાવ્યો. પોતાની બુદ્ધિ અને બળ પર આનંદ માની રહ્યો છે. આ બાજુ નગરની બહાર ચોરને પકડવા ગયેલો રાજા સરોવરની મધ્યમાં રહેલા ચોરને જાણી માથું પકડવા ધસ્યો છે. મધ્યમાં પહોંચી ગયો પણ ત્યાં તો માટલી જોઇ નિરાશ થઇ ગયો. તરત જ પાછો ફરી ગયો. કિનારે આવ્યો. શું જોયું? ન જોયો ગધેડો ન જોયાં જુના વસ્ત્રો અને ન પોતાના ઘોડો અને નથી ત્યાં તો પોતાના વસ્રો. રજક પણ નથી. રાજા સમજી ગયો કે રજકનાં રુપમાં ચોર મને બનાવી ગયો. પોતાની શિબિરમાં આવવા નીકળ્યો. પણ ત્યાં તો ન શિબિર ન અનુચરો નગરના દરવાજે પહોંચ્યો દરવાજા બંધ થઇ ગયા હતા. રાજાએ દરવાજો ખોલવા પ્રયત્ન કર્યા ન ખૂલ્યો, ઘણી બૂમો પાડી છતાં ચોકીદારે દરવાજો ન ખોલ્યો. રાજા બહારથી કહે છે કે ચોર મને બનાવી ગયો છે. હું સાચો રાજા બહાર છું. મારો ઘોડો વસ્ત્રો બધુ લઇને ચોર અંદર આવી ગયો છે. તમે ખોલો, પણ આ વાત કોઇ સાચી માનવા તૈયાર નહતું અને પાણીથી ભીંજાએલો રાજા એક વસ્ત્ર અંગ પર હતું તે અવસ્થામાં બાકીની રાત દરવાજા બહાર પૂરી કરી. સવાર થતાં કોટવાળે દરવાજો ખોલ્યો. રાજાને સૌ કોઇ ઓળખી ગયાં. ભૂલની માફી માંગી. સાચી હકીકત એક બીજાએ જાણી. ચોર આપણને સૌને બનાવી ગયો. મારો ઘોડો લઇને રાજમહેલ ગયો છે. ચોકીદાર કહે હા મહારાજ રાજા રાજમહેલ તરફ ગયા છે. આ પ્રમાણે ચોથા ખંડની સાતમી ઢાળ પૂ. વીરવિજય મ.સા. અવનવા આશ્ચર્યો કરતાં ચોરના વર્ણન સાધ પૂરી કરી. ચતુર્થ ખંડે સાતમી ઢાળ સમાપ્ત * દોહરા નૃપ ચિંતે ગઇ નંદના, તસ્કર ચરિત અઘોર; મુઝને પણ ધૂતી ગયો, વ્યાપ્યો બહુ જન ચોર. ૧ ઇણે અવસર નિજ નયરમાં, કામલત્તાભિધ વેશ્ય; પડહ છબ્યો ઉત્કર્ષથી, પહુતી આપ નિવેશ્ય. ૨ રાજકુંવરીનું અપહરણ ભાવાર્થ : બેનાતટ નગરમાં રહેલો ચોર પકડાતો નથી. નગરજનોત્રાસ પામી ગયાં છે. રાજપરિવાર માંથી પ્રધાન કે ટવાળ પણ બીડયું લીધું પણ ચોરને ન પકડી શક્યાં. રાજા પણ બની ગયાં રાજાએ રાજમહેલમાં આવીને જોયું તો ચોર અન્તઃપુરમાં ભૂષણો, અલંકાર સહિત પોતાની કુંવરી ગુણમંજરીને ઉપાડી ગયો છે. સમાચાર સાંભળતા મહારાજના રોમે ોમ ક્રોધનો (૨૫૦ મહાસતી થ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy