SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ર૫ણ હિંડોળે ખેલતી રે, ભોજન કૂર કપૂર, તસ શિર એ વેળા પડી રે, દૈવ તું રહેજે દૂર. અગમ. ૭ બેસી સુખાસન પાલખી રે, સેવક સેવ હાર, તસ શિર એ વેળા પડી રે, દૈવ તું રહેજે દૂર. અગમ. ૮ ક્ષણ ખંડો ક્ષણ વાટલો રે, ક્ષણ પુરો ક્ષમ લીહ, દૈવ ન દીધા શિહરે, સરવે સરીખા દીહ, અગમ. ૯ ૧પંથે તસ્કર ઝાલતા રે, અબળા પંથ ઉજેટી, પાલિમાંહિ લેઇને કરીરે, પલ્લીપતિને ભેટી. અગમ. ૧૦ પલ્લીપતિ અતિ મોદ શું રે, કહે મુજ કામિની હોય, સતીય કહે એ વાતનો રે. નામ ન લેશો કોય. અગમ. ૧૧ પશ્ચિમ દિગ રવિ ઉગમે રે, જલ ધિય લોપે સીમ, હિમાચલ પાવક હુવે રે, સતીય ન લોપે નીમ.. અગમ. ૧૨ ઇમ નિસુણી ક્રોધે ચઢચો રે, પલ્લીપતિ વિશેષ, દુગ્ધપાન પન્નગપતિ રે, દુર્જનને ઉપદેશ. અગમ. ૧૩ હસ્ત ઉભય ક્રમ દોય છે રે, પુરુષાકાર દિખાય, વાત શીત પ્રકંપતો રે, કિમહિ ન સૌધ કરાય. અગમ. ૧૪ શુચિમુખિ! દુરાકૃતિ રે, સો પંડિત શું વાદ, ઘર કરવા શક્તિ નહિ રે, ઘર ભંજક ઉન્માદ, અગમ. ૧૫ યાદેશ તાદૃશ પુરુષને રે, નવિ દીજે ઉપદેશ, વાનરે સુગૃહી નિગૃહી રે, તિમ દુર્જન સવિશેષ. અગમ. ૧૬ ખડ્ગ ગ્રહી પલ્લીપતિ રે, મારણ ધાવે જામ, નવપદ શાસન દેવતા રે, સુંદરી સમરે તામ. અગમ. ૧૭ તવ તસ થંભે દેવતારે, દીએ ચપેટ પ્રહાર, શરણે રાખે સુંદરી રે, પલ્લીપતિ તિણિવાર. અગમ. ૧૮ અદૃશ્ય હુઇ તવ દેવતા રે, મૂકી જીવતો તેહ, પલ્લપતિ પાયે પડ્યો રે, થર થર કંપિત દેહ. અગમ. ૧૯ બાઇ તુમે કરુણા કરી રે, મન માને સિંહા જાઓ, શીયલમાંહે મોટા તુમે રે, ઇમ બોલે તે રાઓ. અગમ. ૨૦ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy