________________
ભાવાર્થ :
રાજાએ ઇન મ આપ્યું. ઇનામ મળતાં ધીવર આનંદ પામ્યો અને સતીને પ્રણામ, રાજાને પ્રણામ કરીને રાજમહેલમાંથી નીકળી ગયો. હર્ષ રાજા સુરસુંદરીને પૂછે છે - સુંદરી! તું ક્યાં રહે છે? રાજાએ આટલું પૂછતાં સુંદરી ચોધાર આંસુએ રડી પડી. આશ્વાસન આપતાં રાજાએ કંઇ આગળ ન પૂછ્યું. સતી રડી રહ્યા બાદ કંઇક સ્વસ્થ થઇ. પોતાની હૃદયની વ્યથા સાથે કરમની કા કહી રહી છે. રાજા તો સતીના રુપને જોઇ રહ્યો છે. પટ્ટરાણી પદે શોભે એવી આ સ્ત્રી છે. એમ વિચારતો રાજા એક દાસીને બોલાવી. સુરસુંદરીને સોંપીને ભલામણ કરીને અંતઉરમાં મોકલી. દુઃખી સુંદરી હવે રાણીઓના આવાસે પહોંચી. રાજમહેલ મળ્યો. છતાં પળવાર માટે શ્રી નવકાર મહામંત્રને ભૂલતી નથી. રાજાએ સુંદરીની આખી કથા સાંભળી. ત્યક્તા સ્ત્રી છે. જુવાન સ્ત્રી છે. દુઃખ હળવું થયે હું કહીશ તે પ્રમાણે તે માની જશે. કહ્યું છે કે જંગલમાં બોરડી ઉગેલી હોય અને તેમાં યે વળી તેના ફળ-પાકાં હોય, તો તે પાકાં મીઠા ફળ ખાવા કોણ લલચાતું નથી? અર્થાત્ બધાને ખાવાનું મન થાય. તેવી જ રીતે યૌવનવય સ્ત્રીની પણ આ હાલત હોય છે. કારણકે યુવાન સ્ત્રીને એકલી જોઇને કયો પુરુષ તેના તરફ ન ખેંચાય? સૌ પોતાની ઇચ્છા પૂર્ણ કરવા તૈયાર થાય જ.
વળી તાંબુલ તળાવનું પાણી, યૌવનવતી નારી, આ ત્રણ જેને મળે તેને કયો પુરુષ છોડી દે? અર્થાત્ કોઇ છોડી ન દે. બધાજ ગ્રહણ કરે.
ઢાળ - અગિયારમી
(નમો નિત નાથજી રે - એ દેશી.)
તવ પટરાણી ચિંતવે રે, દેખી રુપ વિશાલ; મુજ સુખ વિચહણ કારણે રે, ક્યાં થયું શોકનું સાલ; અગમ ગતિ દૈવની રે, દૈવ વડો સંસાર; અદેખો જગ દહે રે,દૈવ કરે તે હોય,
કુણે ચાલે નહિ રે - એ આંકણી. ૧ તીર્થંકર લક્ષ્મી ઘણી રે, વે૨ સપત્ની સહાય, સ્નેહ હરિ બલદેવનો રે, એ તિન અધિક કહાય. અગમ. ૨ પૂર્વ દિશા ઉદય રવિ રે, તવ પશ્ચિમ દિગ શ્યામ, પૂર્વ શ્યામ અસ્પંગતે રે, નારી પરસ્પર કામ. અગમ. ૩ પૂરવ વાત સુણી કરી રે, આવી રાણી રાત, સુરસુંદરી પ્રતે ઇમ કહે રે, સુણ બહેની મુજ વાત. અગમ. ૪ કહે તો બહેની નાસવું રે, નૃપ દુઃખ દેશે અગાધ, વલતું સુંદરી ઇમ કહે રે, એ મુજ કારજ સાધ. અગમ. ૫ રાત્રે રાણીએ નાસવી રે, નાઠી સા ભયભ્રાન્ત, ઝાંસિ ઝડોઝડ ઝાંખરાં રે, ચરણે રુધિર ઝરંત. અગમ. ૬ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
૧૦૫)