________________
નવું ચેતન આવ્યું. ભાનમાં આવતા ભગવાનને પહેલાં યાદ કર્યા. તેની પાછળ તરત પોતાનો પતિ પણ યાદ આવ્યો. આજુબાજુ રહેતા ધીવરો ત્યાં ભેગા થઇ ગયા. સુંદરીને સૌ જોઇ રહ્યા છે. સુરસુન્દરી પૂછે કે હું કયાં છું? ધીવરે કહ્યું, બેન! ગભરાઇશ નહિ. ભગવાનની દયાથી તમે બચી ગયા છો. ધીવરની પત્નીએ પોતાના કપડાં પહેરવા આપ્યાં. પોતાનાં લોહી કાદવથી ખરડાયેલાં કપડાં બદલી નાંખવા કહ્યું. ધીવરની ઝુંપડીએ રહેલી સુંદરીએ ધીવરપત્નીના જાડાં કપડાં પહેર્યાં. પોતાનાં કપડાં ધીવર પત્નીએ ધોઇ સુકાવી દીધાં. સૂકાઇ ગયેલાં કપડાં વળી પાછા પોતે બદલીને સ્વામીની થાપણ આપેલી સાત કોડી છેડે બાંધી દીધી. ધીવરે જમવા માટે આગ્રહ કર્યો. પણ તેણે ફક્ત દૂધ જ લીધું. માછીમારને ત્યાં આહા૨માં સતીને કલ્પે તેવું કંઇ હોય જ નહિ. દૂધથી ક્ષુધાને શાંત કરી. એમ કરતા દિવસ પૂરો થયો. સંધ્યાવેળા થઇ. નવકારના જાપને ભૂલી નથી. ધીવર પરિવાર સાથે સુખદુઃખની વાત કરતી શ્રમિત સુંદરીએ ત્યાં રાત વીતાવી. સવારે સમયસર પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરી જાપ પણ કરી લીધો.
હવે પ્રભાતે ધીવરે સુંદરીને કહ્યું કે બેન! ચાલ. સુંદરીએ કહ્યું, ભાઇ! કયાં લઇ જાવો છો? ધીવર કહે- તમને યોગ્ય સ્થળે પહોંચાડી દઇશ. ધીવરના કહેવાથી ઝુંપડીએથી નીકળી સતી ધીવરની પાછળ પાછળ ચાલી. ધીવરને થયું કે આ રમણી તો રાજાને ત્યાં શોભે. મારે ત્યાં નહિ. તથી તેને લઇ જઇને રાજાને ભેટ ધરું. રાજાને ભેટ ધરવાથી મોટું ઇનામ આપશે. આવું વિચારીને ધીવર રાજાને ત્યાં પહોંચ્યો ને રાજાને ભેટ ધરી.
રાજા સુંદરીને જોતાં જ આનંદ પામ્યો. રાજાએ ધીવરને વાતની પૃચ્છા કરીને ઇનામ આપીને રવાના કર્યો. સતી સુરસુંદરીના રાસની બીજા ખંડમાં પૂ. શુભવિજયજી મ. [મારા ગુરુજી] ગુણોને એકત્રિત કર્યા. વીરવિજય મહારાજે તે ગુણોને કહીને આ દશમી ઢાળ પૂર્ણ કરી.
દ્વિતીય ખંડે દસમી ઢાળ સમાપ્ત
⭑
(દોહરા)
પૂરવ નિસૂણી વારતા, સુંદરી મુખથી રાય; પટરાણી સમ ચિંતવી, અંતેઉરમાં હાય. ૧ પક્વ-બદરી-ફલ ઉપમા, ઉદ્ગત વનહ મઝાર; ના૨ી યૌવન એકલી, કુણ નવિ ખાય લગાર. ૨ તાંબૂલ નીર તટાકનું, નારી યૌવન વેશ; જલ પીવા ભોગ્ય જ લહી, ઇચ્છે ૧-પાકી, ૨-બોરડીનું ફૂલ, ૩-ઊગેલી, ૪-બોરડી વનમાં ઊગેલી હોય, તેમાં તેના બોર પાકેલા હોય, તો કોણ ખાવા ન લલચાય? એકલી યુવાન સ્ત્રીને પણ એની ઉપમા આપી છે, કારણકે યુવાન સ્ત્રીને એકલી જોઇ કામાંધ પુરુષો સહેજે લલચાય છે.
કુણ ન નરેશ. ૩
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
(૧૪)