SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ જીવી નહિ શકું રાણીની વાત સાંભળી રાજા કહેવા લાગ્યો, હે પ્રિયે! રડીશ નહિ, હું તારા શુકને સજીવન કરું છું. દેહધારી રાજામાં જીવ તો કુબડાનો હતો, બુદ્ધિનો રાજાની નહોતી. ચતુરાઈ પણ રાજાની નહોતી. હલકી જાતનો. આગળ પાછળ વિચારવાની શકિત હોય નહિ. રાણીને શાંત કરવા પોતાને આવડતી પરકાયા પ્રવેશ વિદ્યા મંત્રને ભણીને, રાજાના દેહમાંથી નીકળી પોપટના શરીરમાં પ્રવેસી ગયો. રાજાનો દેહ ખાલી પડયો. બુદ્ધિશાળી પ્રધાને તરત જ રાજાને મંત્ર ભણવા કહ્યું. આ તકની રાહ જોતા હતા. રાજા એ પણ તે મંત્ર બળ વડે કરીને રાજાના ખાલી પડેલા શરીરમાં પ્રવેશ કરી દીધો. અને રાજા આનંદિત થયો. રાણીના ખોળામાં રહેલો પોપટ જેમાં કુજનો જીવ હતો તે પોપટને પકડી રાજાએ મારી નાંખ્યો. અને મુકુન્દ રાજાએ પોતાનું રાજય સંભાળી લીધું. આ પ્રમાણે કુજની કથા ખેચરરાય રતનટી સુરસુંદરીને કહી રહયો છે, હે બેન! છ કાને ગયેલી વાતથી કુલ્થ પ્રાણ ખોયા. રાજાને રાજય છોડી ઘરઘર ભટકવું પડયું. ભિખારીપણામાં રાજાએ કેટલું દુઃખ સહન કર્યુ? ભાઇની વાતને સુરસુંદરી એ ચિત્તમાં ગ્રહણ કરી. શિખામણને માથે ધરી. ભાઇએ કહ્યું કે ભૂતકાળમાં બનેલી બીનાને કયારેય તારી S S 1 / વિદ્યાધરના મહેલમાં, પાપોદય ભાગ્યો, પુણ્યોદય જાગ્યો. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy