________________
સા-પ્રતિ તેડીને નરપતિ, પૂછતો કરીય બહુમાન રે; બાઈ પંખો કહો કિહાં લિયો, સા કહે સુણો ગુણવાન રે. ગુ. ૮ છેક નર એક પરદેશિયો, આવીયો મુઝ ઘરે સ્વામી રે; તેણે કર્યો પંખો વિજ્ઞાનથી, વિમલજસ નામ પરિણામ રે. ગુ. ૯ ભૂપે સુખાસન મોકલી, અવર વરસુભટ પરિવાર રે; માલણ મુખ સુણી કુમાર તે, ધરે અંગ શૃંગાર રે. ગુ ૧૦ રહિત શૃંગાર નવિ શોભીએ, શ્વસુર-ગેહે દરબાર રે; નારી પાસે રિપુ સંસદિ, આડંબર કૃત સાર રે. ગુ. ૧૧ કમર તવ બેસી સુખાસને, ભેટયું વર કર લેવ રે; રિકત હાથે નવિ જોઈએ, નિમિત્તિયો નૃપ ગુરુદેવ રે. ગુ. ૧૨ અનુચર વર ભટે પરિવર્યો, આવીયો રાય ની પાસ રે; કરિય પરણામ ઠવી ભેટ, બોલાવે નૃપ તાસ રે. ગુ. ૧૩ વિનય વિવેક વિજ્ઞાન તસ, કલા દેખી મનોહાર રે; રંજિયો રાય ઇણિપરે કહે, તું વર માંગ કુમાર રે. ગુ. ૧૪ અરથ પૂરણ સવિ માહ રે, કુમાર કહે તુમ્હ સુપસાય રે; મુઝ વચન નિષ્ફલ નવિ હુએ, વર યાચ કહે રાય રે. ગુ. ૧૫ કમર ચિંતી ચિત્ત આપણે, માંડવી માંગી તિહાં લીધ રે, નરપતિ કરી બહુમાન તસ, ખાસ આવાસ બહુ દીધા રે. ગુ. ૧૬ તરણિ-રશ્મિ પર તેહનો, વિસ્તર્યો પ્રગટ જસ થોક રે; આણ નિજ સુભટગણ શિર ધરે, નૃપ પર આણ વહે લોક રે. ગુ. ૧૭ દાન દીયે યાચક લોકને, તે કરે કીરતિ વિસ્તારે રે; ઇમ સુખે નિશદિન અનુક્રમે, પુણ્યથી વિશ્વ જયકાર રે. ગુ. ૧૮ માંડવીએ જે ધન ઉપજે, વ્યય કરે તે ધરમ ઠામ રે; ધરમથી સયલ વંછિત ફલે, અમૃતપદ સૈન્ય સુરધામ રે. ગુ. ૧૯ ધ્યાન અરિહંત ઉર-પંકજે, ધરત દુઃખ-તકિય નિઃશંક રે;
સતત મુકકોસ ધૃત જિનતણી, પૂજા કરે ત્રણ ટંક રે, ગુ. ૨૦ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)