________________
નમતું નથી તે જીવાત્મા પાપના પોટલાં માથે લઇને અનંતા સંસારમાં ભટકે છે. મારે આ સંસારમાં ભટકવું નથી. આ પ્રમાણે ત્રીજા ખંડને વિષે પ્રથમ ઢાળ સમાપ્ત કરતાં કર્તા કહે છે કે :- હવે સતી સુંદરીનો પુણ્ય (દય થયો છે.
તૃતીય ખંડે પ્રથમ ઢાળ સમાપ્ત
(દોહરો) દશ ત્રિક અભિગમ સાચવી, સુંદરી ચિત્ત ઉછાંહી, ચૈત્યવંદન ચિત્ત ઉલ્લસે કરતી સંસ્કૃત માંહી. ૧ વિશ્વાધાર! જિણે સરુ, નિર્ભય! પરમાનંદ! રૂપાતીત ૨સાદતીત! વર્ણાતીત! નિણંદ; ૨ સ્પર્શ- ક્રિયાતીત, નમો સંગવિવર્જિત સર્વ; નિરહંકાર-મલક્ષ! તું સાદિનાન્ત! ગતગર્વ? ૩ કર્માષ્ટક -દલપંકિત -ભિન્જ, વીર્યાનનત! પત્થ; અકલામલ! નિકલંક! તાત! નૌમિ પ્રલબ્ધ મહO! ૪ ચૈત્યવંદન ઇણિપરે કરી, સ્તવન કહે મનરંગ; સ૬ મહુર ગંભીર વન્ન જુત્ત મહત્વે પ્રસંગ. ૫ ઇમ તિહાં જિન સ્તવના કરી, નીસરતા જિન-ગેહ; તીર્થ સકલ પ્રણમી કરી, પાછાં વલિયાં તેહ. ૬ મણિશંખ સાધુ વંદીને, બેઠા આગલ જામ; વિકસિત વંકા નયન લડી, ધર્મ કહે ગુરુ તા. ૭
વિદ્યાધર મુનિભગવંતની દેશના ભાવાર્થ
સુરસુંદરી રાજી વિદ્યાધર સાથે નંદીશ્વર દ્વીપના શાશ્વત જિનમંદિરો શાશ્વતા જિનેશ્વર પરમાત્માન દર્શન કરી રહી છે. ૮૪ આશાતનાઓને જાણતી, તે આશાતનાઓને ટાળતી, વિધિવત્ પરમાત્માના મંદિરે ૧૦ પ્રકરની ત્રિકને સાચવતી, તેમજ પાંચ પ્રકારના અભિગમને સાચવતી થકી ભક્તિ કરી રહી છે. અંગપૂજા કરી, ત્યારબાદ અગ્રપૂજા પણ કરી. હવે પછી ભાવપૂજા રુપ પરમાત્મા સામે બેસીને ચૈત્યવંદન કરવા લાગી. ચિત્તના ઉલ્લાસે, મનની પ્રસન્નતાએ પ્રભુનું સ્તવન પરમાત્માના ગુણોથી યુકત છે. તે વિશ્વાધાર! હે જિનેશ્વર! હે પરમાનંદ! હે રુપાતીત! હે જિવંદ! આપને નમસ્કાર હો. વળી આપ કેવા છો! સર્વસંગથી રહિત નિરહંકારી મલક્ષ છો. સાદિનાન્ત છો. ગર્વરહિત છો. અષ્ટકર્મદલની
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૧૨)