________________
પંકિતને ભેદનારા! ક વીર્યાનન્ત! હે પ્રસસ્થ! હે અકલામલ! હે નિષ્કલંકી! હે જગત્પિતા! હું આપને કોટિ કોટિ વાર વંદન કરું છું. આ પ્રમાણે ધીમા સ્વરે સ્તવનથી ગુણોનું કીર્તન કરીને બહાર આવી. એ પ્રમાણે બીજા બધા જિનાલયોના દર્શન કર્યા. રત્નજીટી હવે સુરસુંદરીને લઈ પોતાના પિતામુનિ ભગવંતની પાસે ગયો, બંને જણાએ વિધિવત વંદના કરી. મુનિના દર્શન થતાં રાંદરીનું હૈયું પુલકિત બની ગયું. મુનિભગવંતની સામે યોગ્ય જગ્યા એ બેઠા. મુનિ પણ યોગ્ય જીવ જાણી ધર્મને કહેવા લાગ્યા.
ઢાળ બીજી (ગુરુ વાણી સુણી વરદત્તેજી જાતિસ્મરણ લડ્યો. એ દેશી.) દેશના દીએ ગુરુ જ્ઞાનીજી, તે ભવિ પ્રાણીને; જે હ જિર્ણોદે ભાસીજી,તે હિત જાણીને. ૧ ધર્મ કરો ભવિ પ્રાણીજી, નિસુણી જિનવાણી; હૃદયારામે વખાણીજી, વરીએ શિવરાણી. ૨ દાન દયા દેવ પૂજાજી, દમ દીક્ષા વિરતિ; પંચ દકારા જે હને જી, નહિ તસ દુરગતિ. ૩ નિ ત્ય-મિત્રાસમ દેહજી, સ્વજના પર્વ સમા; ધર્મ પરમ દેહાં જાણોજી, મિત્રા જુહાર સમા, ૪ જાન જાગતિ કો ઇ લેઇજી, પરણવા નર જાયે; લગન સમય ગયો ઉંઘીજી, દુઃખ ભર પસ્તાવે. ૫ તિમ નર વિવિધ પ્રમાદેજી, ધર્મ શ્રવણે હારે; વિષય સુખમાં રમતાંજી, અંતે સંભારે. ૬ દાન દીયો તપ કરજો જી, ભાવન ચિત્ત ધરી; શીયલ થકી સુખ લેશેજી, જિમ સુરસુંદરી. ૭ ખે ચર કહે કહો સ્વામીજી, સા કુણ સુંદરી, તવ ગુરુ કહે તુમ પાસે જી, બેઠી ગુણ-ભરી. ૮ ખેચર રત્નજટીએજી, નિસુણી દેશના; સતી ઉપર બહુ રાગજી, ધરતો શાંત મના. ૯ સતી કહે તવ ગુરુને જી, પુજય પ્રકાશીએ; અશુભ કરમ હજી કેતોજી, તે મુઝ ભાસીએ. ૧૦
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)